Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં GJ-5 મર્સિડીઝમાંથી કોહવાયેલી લાશ મળી:એલ.જે કોલેજ પાસે રોડ પાસે કાર હતી, ગેરેજ માલિકે કહ્યું-દરવાજા બંધ ન થતાં મહિનાઓ પહેલાં ઓનર મૂકી ગયો હતો

    21 hours ago

    અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે કોલેજ પાસે મર્સિડીઝ ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પાર્ક થયેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો છે જેના પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ગેરેજવાળાની હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ હજુ થઈ નથી. લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી સરખેજ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિવ્ય ભાસ્કર દ્વારા અમદાવાદમાં જે મર્સિડીઝ કારમાંથી મૃતદેહ મળી આવ્યો છે, તેના નંબર આધારે તપાસ કરવામાં આવતા આ કાર સુરતના કતારગામમાં રહેતા હીરા ઉદ્યોગપતિની હોવાની જાણકારી મળી હતી. ત્યાર બાદ દિવ્ય ભાસ્કર હીરા ઉદ્યોગપતિની સોસાયટી ખાતે પહોંચીને હીરા ઉદ્યોગપતિનો સંપર્ક કરવામાં આવતા અલગ જ ખુલાસો થયો હતો. હીરા ઉદ્યોગપતિ દ્વારા મર્સિડીઝ કારને બે થી ત્રણ વર્ષ પહેલા કોઈ કાળુભાઈ ગારીયાધારને વેચવામાં આવી હતી. કારના ડોક્યુમેન્ટ પણ તેમના નામે કરી દેવામાં આવ્યા હતા. હજુ પણ કાર તેમના નામે કઈ રીતે રજીસ્ટર છે તે અંગે પણ તેમને કોઈ જાણ નથી. ડી કમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો સરખેજ વિસ્તારમાં એલ.જે કોલેજની પાછળ આવેલા એક ગેરેજની સામે અંદાજે 40 વર્ષની ઉંમરના એક વ્યક્તિની લાશ મર્સિડીઝ કારમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકનું મોત બે દિવસથી થયું હોવાનું લાગી રહ્યું છે. એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જે ગાડીમાંથી લાશ મળી છે તે ગાડી 6 મહિનાથી બંધ હાલતમાં ત્યાં પડી હતી. ડી કમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. ગેરેજમાં 6 મહિનાથી ગાડી પડી હતી: PI સરખેજ પોલીસ સ્ટેશનના PI એલ.એલ. ચાવડાએ જણાવ્યું હતું કે નજીકમાં એક વ્યક્તિનું ગેરેજ આવેલું છે અને ગેરેજમાં આ ગાડી છેલ્લા છ મહિનાથી પડી હતી. મૃતક કાર માલિક હોય એવું હાલ જણાતું નથી. મૃતક અંગેની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે, જે બાદ હત્યા છે કે અકસ્માતે ઘટના બની છે તે જાણવા મળશે. થોડા મહિના પહેલાં માલિક સર્વિસ માટે આપી ગયો હતો: ગેરેજ માલિક આ મામલે આ મર્સિડીઝ ખુલ્લી જગ્યાની સામે આવેલા ગેરેજમાં આવી હતી. છેલ્લા કેટલાક મહિના પહેલાં ગાડીના દરવાજા બંધ ન થતા હોવાથી સર્વિસ માટે આવી હતી. ઈલેક્ટ્રીક પ્રોબ્લેમ આવ્યો હોવાથી ગાડીના દરવાજા બંધ થતા ન હતા. જેથી માલિકે ગાડીને સર્વિસમાં મૂકી હતી. ગેરેજના માલિકે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગાડી કેટલાક મહિના પહેલા સર્વિસ માટે આવી હતી. દરવાજા બંધ ન થતા હોવાથી તેની સર્વિસની કામગીરી કરવાની હતી. નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હત્યા કરી, ડેકીમાં લાશ મૂકી વિરાટનગર ઓવરબ્રિજ નીચે મર્સિડિઝ છોડી 13 સપ્ટેમ્બર, 2025ની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજામાં સગીરનો સમાવેશ થતો હતો. ત્રણેય આરોપીને રાજસ્થાનના શીરોહી પાસેથી પોલીસે પકડી લીધા હતા. આરોપીઓએ નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હિંમતભાઈ રૂડાણીની હત્યા કરી હતી. આ હત્યા માટે પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    How AI helped me prepare for JEE Main
    Next Article
    અમદાવાદના પામ ગ્લોરીના બિલ્ડર બંધુઓ અને ભાભીની ધરપકડ:સોલા અને થલતેજમાં કરોડોની કિંમતની જમીનો આપવાનું કહી 41 કરોડ પડાવ્યા, 20થી 25 લોકો છેતરાયા હોવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment