Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોરીયાચ ટોલ પ્લાઝા પર GJ-21 વાહનો પાસેથી ટેક્સ વસૂલાત શરૂ:ધારાસભ્ય અનંત પટેલે ગડકરીને પત્ર લખી આંદોલનની ચીમકી આપી

    2 days ago

    વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે બોરીયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિક GJ-21 વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી સ્થાનિકોને અપાતી મુક્તિ પૂર્વવત કરવા માંગ કરી છે. લાંબા સમયથી બોરીયાચ ટોલ નાકા પર નવસારી પાસિંગના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવતી હતી. તાજેતરમાં કોઈપણ પૂર્વ પરામર્શ વગર આ મુક્તિ અચાનક બંધ કરી દેવાઈ છે, જેના કારણે સ્થાનિક વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય અનંત પટેલે આ નિર્ણયને 'જનવિરોધી' ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, "જનતા પર વધારાનો આર્થિક બોજ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં." પટેલે નીતિન ગડકરીને લખેલા પત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે, તો તેઓ જનતા સાથે મળીને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરશે. આ પત્રની નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ અર્થે મોકલવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુર સબ જેલમાં કેદીઓનું આરોગ્ય સ્ક્રીનિંગ કરાયું:જિલ્લા આરોગ્ય વિભાગે સર્વરોગ નિદાન કેમ્પ યોજી 53 કેદીઓની તપાસ કરી
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:અલગ 'ખોડલધામ'ના વિચારને ધીરુ ગજેરાએ સમાજ માટે જોખમી ગણાવ્યો, ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા વેપારીઓએ PMને લોહીથી પત્ર લખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment