Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં GIS મેપિંગ પ્રોજેક્ટને મંજૂરી:2027 સુધીમાં મહાનગરપાલિકા બનવા ડ્રોન સર્વે થશે

    5 hours ago

    પાટણ નગરપાલિકાને વર્ષ 2027ના અંત સુધીમાં મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાના લક્ષ્યાંક સાથે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા શહેરમાં આધુનિક જીઆઈએસ (GIS) અને એમઆઈએસ (MIS) મેપિંગ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવશે.આ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે દ્વારા મિલકતોનું આકારણી અને ભૂગર્ભ સુવિધાઓનું ડિજિટલ મેપિંગ કરી વહીવટી તંત્રને વધુ સચોટ અને પારદર્શક બનાવવાનું આયોજન છે. ગુજરાત સરકારની કંપની GUDM દ્વારા પાટણ નગરપાલિકામાં પ્રોપર્ટી એન્ડ એસેસમેન્ટનું જીઆઈએસ મેપિંગ કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ માટે એજન્સીની નિમણૂક કરી દેવામાં આવી છે અને તાજેતરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજન અંગેની બેઠક પણ યોજાઈ હતી. આ પ્રોજેક્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML)જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરની તમામ મિલકતો અને અસ્કયામતોનું સચોટ સંચાલન કરવામાં આવશે. GUDMના અહેવાલ મુજબ,ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાઓ અને 6 'અ'વર્ગની નગરપાલિકાઓમાં પાટણનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ યાદીમાં પાટણ નગરપાલિકા 5માં ક્રમે છે,જેની અંદાજિત વસ્તી 1,89,109 અને વિસ્તાર 10.82 ચોરસ કિમી દર્શાવવામાં આવ્યો છે.આ કામગીરી પૂર્ણ થયા બાદ અને આગામી વસ્તી ગણતરીના આંકડા સામે આવ્યા પછી,વર્ષ 2027ના અંત સુધીમાં પાટણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની દિશામાં મોટું પગલું લેવામાં આવી શકે છે. પ્રોજેક્ટ અંતર્ગત હાઈ-રિઝોલ્યુશન ડ્રોન અથવા સેટેલાઈટ ઈમેજરી દ્વારા શહેરનો બેઝ મેપ તૈયાર કરાશે.જેમાં જમીનનો પ્રકાર, મિલકતનો વપરાશ અને બાંધકામની વિગતો સાથે તમામ પ્રોપર્ટીનું વિગતવાર મેપિંગ કરવામાં આવશે. દરેક મિલકતને એક યુનિક પ્રોપર્ટી આઈડી (Unique ID)આપવામાં આવશે, જેનાથી પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરાઓની વસૂલાતમાં પારદર્શકતા આવશે અને પાલિકાની આવકમાં વધારો થશે. યુટિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેપિંગ હેઠળ સ્માર્ટ સિટીની તર્જ પર શહેરની ગટર લાઈન (Sewerage),વરસાદી પાણીની લાઈનો (Stormwater Drainage),પાણી પુરવઠા નેટવર્ક, વીજળી અને ગેસ પાઈપલાઈન જેવી જમીન ઉપરની અને ભૂગર્ભ સેવાઓનું મેપિંગ કરાશે. આ ડિજિટલ ડેટાબેઝને કારણે ભવિષ્યમાં લાઈનોમાં ભંગાણ કે બ્લોકેજ જેવી સમસ્યાઓ સર્જાય ત્યારે ચોક્કસ સ્થળ શોધીને ઝડપી નિવારણ લાવી શકાશે. ટેકનોલોજીના ઉપયોગથી મિલકતોમાં થતા નવા બાંધકામ કે દબાણોની માહિતી ઓટોમેટિક જાણી શકાશે,જેના કારણે વારંવાર મેન્યુઅલ સર્વે કરવાની જરૂરિયાત રહેશે નહીં. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે અંદાજે 18 મહિનાનો સમય નક્કી કરવામાં આવ્યો છે અને ત્યારબાદ 5વર્ષ સુધી સંબંધિત એજન્સી દ્વારા તેનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવામાં આવશે. પાલિકાના સ્ટાફને નવી સિસ્ટમ ચલાવવા માટે તાલીમ આપવામાં આવશે, તેમજ નાગરિકો અને અધિકારીઓ માટે જીઆઈએસ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે. આ સુવિધાથી મિલકતના નકશા,લેન્ડ યુઝ અને ફરિયાદોનું નિવારણ ઓનલાઈન થઈ શકશે. આ આધુનિકીકરણથી પાટણ નગરપાલિકાની વહીવટી કામગીરી વધુ સુદ્રઢ બનશે અને પાયાની સુવિધાઓનું આયોજન સચોટ રીતે થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    Same song plagiarised twice, desi composers fought for credit: Jumma Chumma vs Tamma Tamma
    Next Article
    હાઇકોર્ટે પત્નીની અરજી નકારી રાજકોટ ફેમિલી કોર્ટનો આદેશ માન્ય રાખ્યો:કોર્ટે કહ્યું કે, વાજબી કારણ વગર પતિથી અલગ રહેતી પત્ની ભરણપોષણ મેળવવા હકદાર નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment