Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી GIDCમાં ઓફિસર્સ બંગલા ચોરીનો ભેદ ઉકેલાયો:નાસિકની હાઈપ્રોફાઈલ ગેંગ ઝડપાઈ, ₹34 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    વાપી GIDCના ગુંજન વિસ્તારમાં આવેલા ઓફિસર્સ બંગલામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ વલસાડ એલસીબી અને GIDC પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે મહારાષ્ટ્રના નાસિકમાંથી એક રીઢા ગુનેગાર અને તેની મહિલા સાગરીતને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી લક્ઝરી ફોર્ચ્યુનર કાર સહિત કુલ ₹34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુંજન વિસ્તારના એક બંગલામાં તસ્કરોએ રસોડાનો દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. તેમણે બેડરૂમમાં રહેલી તિજોરીમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરી હતી. આ અંગે GIDC પોલીસ મથકે ₹1.62 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ નાસિકના એક ફાર્મહાઉસમાં છુપાયા હોવાની બાતમી મળી હતી. વલસાડ એલસીબીની ટીમે તાત્કાલિક નાસિક પહોંચીને મુખ્ય સૂત્રધાર રાજુ દુર્યોધન કાલમેઘ (ઉંમર 50) અને સોનિયા શ્રીરામ પાટીલ (ઉંમર 35) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ ચોરી કરવા માટે સફેદ રંગની ટોયોટા ફોર્ચ્યુનર કારનો ઉપયોગ કરતા હતા. પોલીસે તેમની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે: સફેદ ટોયોટા ફોર્ચ્યુનર કાર, રોકડ ₹3,40,000, 4 મોબાઈલ ફોન, રાડો (Rado) કંપનીની ઘડિયાળ અને ચોરી કરવા માટેના સાધનો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી રાજુ કાલમેઘ રીઢો ગુનેગાર છે. તેની સામે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુના નોંધાયેલા છે. તેની સાથે પકડાયેલી મહિલા સોનિયા પાટીલ પણ અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહી ચૂકી છે. હાલમાં બંને આરોપીઓને વાપી લાવવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ:કચ્છ, અમરેલી, ગીર, દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદ, માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી
    Next Article
    'This Election Has Sent Tremors Through Entire Political Landscape': Vijay

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment