Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GIDC પ્લોટધારકોને મોટી રાહત, MSMEને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની માફી:એમ્નેસ્ટી સ્કીમથી જૂના કેસોનો પણ નિકાલ થશે, આ તારીખ સુધીના વ્યવહારો આવરી લેવાશે; CMનો નિર્ણય

    7 hours ago

    રાજ્યમાં ઉદ્યોગકારો માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ સરળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. GIDCના ઔદ્યોગિક પ્લોટ કે શેડના અગાઉના તબદીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટી અને તેના પર લાગતી પેનલ્ટીના ભારમાંથી પાત્ર MSME ઉદ્યોગકારોને રાહત આપવા GIDC એમ્નેસ્ટી સ્કીમ અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉદ્યોગકારો અને GIDC એસોસિએશનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. MSMEને 80% સુધીની સ્ટેમ્પ ડ્યુટી રાહત નવી એમ્નેસ્ટી સ્કીમ હેઠળ પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80% સુધીની રકમ માફ કરવાનો પ્રસ્તાવ છે. એટલે ઉદ્યોગકારોએ માત્ર 20% સ્ટેમ્પ ડ્યુટી અને લાગુ પડતી પેનલ્ટી ભરવાની રહેશે. જોકે, 20% ડ્યુટી અને પેનલ્ટીની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં ઓછી થતી હોય તો મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસૂલવામાં આવશે. 30 જૂન, 2025 સુધીના વ્યવહારો આવરી લેવાશે આ યોજનાનો લાભ મુખ્યત્વે માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા MSME એકમોને મળશે. 30 જૂન, 2025 સુધી થયેલા પાત્ર એલોટમેન્ટ લેટર, શેર ટ્રાન્સફર, ભાડાપટ્ટા/પેટા ભાડાપટ્ટા તેમજ મિલકતની તબદીલી સંબંધિત અન્ય પાત્ર વ્યવહારોનો યોજનામાં સમાવેશ કરાશે. મિલકતની નોંધણી કરાવવી ફરજિયાત યોજનાનો લાભ મેળવનાર વર્તમાન પ્લોટધારકે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટી અને પેનલ્ટીની રકમ ભરવાની સાથે સંબંધિત મિલકતની કાયદેસરની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. આથી ઉદ્યોગકારોને નાણાકીય રાહત મળવાની સાથે મિલકતના વ્યવહારોને કાયદેસર અને પારદર્શક બનાવવામાં પણ મદદ મળશે. અપીલ અને કોર્ટ કેસમાં પણ રાહતની જોગવાઈ GIDC સંબંધિત સ્ટેમ્પ ડ્યુટીના કેસમાં સક્ષમ સત્તા સમક્ષ અપીલ કરવામાં આવી હોય અને નિયમ મુજબ 25% રકમ જમા કરાવવામાં આવી હોય તેવા પાત્ર કિસ્સાઓમાં નિર્ધારિત શરતોને આધીન એમ્નેસ્ટી યોજનાનો લાભ મળી શકશે. કોર્ટમાં પિટિશન કરેલી હોય તેવા કિસ્સામાં પિટિશન પરત ખેંચવાની શરતે પણ પાત્રતા મુજબ યોજનાનો લાભ આપવાની જોગવાઈનો પ્રસ્તાવ છે. 2018 પહેલાંના વ્યવહારોને પણ ખાસ રાહત તા. 1 જાન્યુઆરી, 2018 પહેલાં થયેલી તબદીલીઓમાં અગાઉની તબદીલીઓ પૈકી છેલ્લી તબદીલીના લેખ પર નક્કી થતી બજાર કિંમત મુજબની સ્ટેમ્પ ડ્યુટીમાં 80% રાહત આપવાનો પ્રસ્તાવ છે. જ્યારે 1 જાન્યુઆરી, 2018 કે ત્યારબાદના પાત્ર વ્યવહારોમાં પણ લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી 80% રાહત આપી બાકીની 20% ડ્યુટી અને લાગુ પેનલ્ટી વસૂલવામાં આવશે. જૂના વ્યવહારોના કારણે મોટું ભારણ આવતું હતું GIDCના પ્લોટ કે શેડની અગાઉની તબદીલી વખતે અનેક કિસ્સાઓમાં રજિસ્ટર્ડ લીઝ ડીડના બદલે એલોટમેન્ટ લેટર અથવા સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. જેના કારણે અગાઉના વ્યવહારોમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરાઈ ન હતી. હવે વર્તમાન માલિકને લોન લેવા અથવા અન્ય હેતુસર લીઝ ડીડ કરાવવાની જરૂર પડે ત્યારે અગાઉના તમામ વ્યવહારોની બાકી સ્ટેમ્પ ડ્યુટી સાથે ભારે પેનલ્ટી ભરવાની સ્થિતિ ઊભી થતી હતી. સરકારના આ નિર્ણયથી વર્ષોથી બાકી રહેલા સ્ટેમ્પ ડ્યુટીના કેસોનો વ્યવહારુ ઉકેલ આવવાની સાથે વર્તમાન પ્લોટધારકો પરનો મોટો નાણાકીય બોજ ઘટશે. સાથે જ GIDCની મિલકતોના વ્યવહારો કાયદેસર રીતે નોંધાતા પારદર્શિતા વધશે અને રાજ્યમાં નવા ઉદ્યોગો તથા હાલના ઉદ્યોગોના વિસ્તરણ માટે વધુ અનુકૂળ વાતાવરણ ઊભું થશે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાધીશ મંદિરે સાતમ-આઠમ તહેવાર માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા:મંદિરમાં ભીડ નિયંત્રણ માટે 'C ટીમ' તૈનાત; સરળ અવર-જવર માટે બેરિકેડિંગ
    Next Article
    રાજકોટમાં મિલકતોના ખરીદ વેંચાણમાં મોરબી રોડ ફરી એવરગ્રીન:ઓગષ્ટમાં 18 સબ રજીસ્ટ્રાર કચેરીમાં 14,453 મિલકતોના દસ્તાવેજ, નોંધણી થકી રૂ.86.79 કરોડની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment