Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીની બુડાસણ GIDCમાં LCBના દરોડા:'અંબિકા માર્કેટીંગ' ફેક્ટરીમાંથી 1.24 કરોડનો અમાનક ઘી અને ભેળસેળયુક્ત તેલનો જથ્થો ઝડપાયો

    23 hours ago

    મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામની સીમમાં આવેલા રાજરત્ન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેની 'અંબિકા માર્કેટીંગ' નામની ફેક્ટરીમાંથી ઝડપાયેલા બનાવટી તથા અમાનક ખાદ્ય તેલ અને ઘીના જથ્થા અંગે કડી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની રેઇડ બાદ FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લેબોરેટરી રિપોર્ટના આધારે આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. LCB મહેસાણાની ટીમે બાતમીના આધારે બુડાસણ સ્થિત ફેક્ટરીના ગોડાઉનોમાં દરોડો પાડી શંકાસ્પદ ઘી, પામ ઓઇલ અને ફોરેન ફેટનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સેમ્પલ રિપોર્ટમાં ઘીનો જથ્થો 'સબસ્ટાન્ડર્ડ' (નબળી ગુણવત્તાનો) અને તેલનો જથ્થો 'ફેટી એસિડ' યુક્ત તેમજ ભેળસેળવાળો હોવાનું પુરવાર થયું હતું. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડમાં કુલ ₹1,24,97,440 ની કિંમતનો મુદ્દામાલ સામેલ હતો. આ સમગ્ર કૌભાંડમાં ચાંદલોડિયા (અમદાવાદ) ના રહેવાસી અને 'હરિઓમ પ્રોડક્ટ' નામે લાયસન્સ ધરાવતા સંચાલક જનકભાઈ નાથાલાલ ભાવસાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કડી પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો હેઠળ વિશ્વાસઘાત, છેતરપિંડી અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થોના ઉત્પાદન બદલ કેસ દાખલ કરી આગળની કાનૂની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગામડાંમાં હવે પુસ્તકાલયની ‘હોમ ડિલિવરી’:2.80 લાખ પુસ્તકોનો ખજાનો 63 લાયબ્રેરી સુધી પહોંચશે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ‘ગ્રામીણ જ્ઞાન સેતુ’નો પ્રારંભ
    Next Article
    "Focussed On Money": Young Pak Cricketers Blasted, Bedi's Example Given

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment