Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટોડા GIDCમાં જ્યોતિ CNCમાં આગથી અફરાતફરી:ફાયર વિભાગની 3 ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

    7 hours ago

    રાજકોટના લોધિકા મેટોડા GIDC ગેટ નં.2માં પ્રખ્યાત જ્યોતિ CNC કંપનીની ફેક્ટરીમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટના કંપનીના મુખ્ય એસેમ્બલિંગ યુનિટમાં ઘટી હતી. આગ એટલી પ્રચંડ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. જો કે 3 ફાયર ફાઇટરની મદદથી આગ બુઝાવી નાખવામાં આવી હતી. જેને લીધે કોઈ દુર્ઘટના ઘટી ન હતી અને આસપાસની ફેક્ટરીઓ પણ સલામત રહી હતી. ફેક્ટરીમાં મશીનરી, વાયરિંગથી આગ વિકરાળ બની જ્યોતિ CNC કંપનીના મેઈન યુનિટમાં CNC મશીન બની રહ્યા હતા. ત્યાં શોર્ટ સર્કિટના કારણે આ આગ ભભૂકી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફેક્ટરીની અંદર મશીનરી અને ઈલેક્ટ્રિકલ વાયરિંગ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતાની સાથે જ કંપનીના સિક્યોરિટી સ્ટાફ અને ત્યાં હાજર અન્ય કર્મચારીઓ એલર્ટ થઈ ગયા હતા. કંપનીના સ્ટાફ દ્વારા ફેક્ટરીમાં ઉપલબ્ધ આગને કાબૂમાં કરવાના સાધનો (ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ)થી શરૂઆતમાં આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો જે અંગે ફાયર બ્રિગેડને કોલ આવતા કાલાવડ રોડ, રામાપીર અને મવડી ફાયર સ્ટેશનથી તાત્કાલિક ફાયર ફાઈટર રવાના થયા હતા અને ફાયર બ્રિગેડના જવાનોએ ત્યાં પહોંચી ફાયર ફાઈટરથી સતત પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ ફેક્ટરીના અન્ય મહત્વના વિભાગો અથવા તો આસપાસની અન્ય કંપનીઓમાં પ્રસરતી અટકી ગઈ હતી. જો કે આગમાં કેટલું નુકસાન પહોંચ્યું તે ફાયર બ્રિગેડ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    ડીઆરએમ દિનેશ વર્માએ વેરાવળ સ્ટેશન અને રનિંગ રૂમનું નિરીક્ષણ કર્યું:કર્મચારી સુવિધાઓ અને નવા બાંધકામ કાર્યોની ગુણવત્તા તપાસી
    Next Article
    ‘Attack on press freedom’: Press Club of India condemns FIR against Maktoob Media

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment