Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ એન્ડ રનમાં ફરાર રિક્ષાચાલકની ધરપકડ:સચીન GIDCમાં 51 વર્ષીય રાહદારીને અડફેટે લેતા સારવારમાં મોત

    7 hours ago

    સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી ફરાર આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી છે. 11 નવેમ્બર, 2026ના રોજ સાંજના 7:30 વાગ્યાના સુમારે સચીન જીઆઈડીસી રોડ નંબર-3 પર રાજકમલ ચોકડી પાસે આર.કે. હેલ્થકેર પ્રા.લિ. કંપનીની સામેથી 51 વર્ષીય દિનેશપ્રસાદ શ્યામદેવ સિંહ રોડની સાઈડમાં પગપાળા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ઓટો રિક્ષા (નં. GJ.05.AV.3475)ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે તપાસ તેજ કરી અકસ્માત સર્જ્યા બાદ આરોપી રિક્ષાચાલક માનવતા નેવે મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ, ગંભીર રીતે ઘાયલ થયેલા દિનેશપ્રસાદને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ગત 13 નવેમ્બર, 2026ના રોજ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે મૃતકની દીકરી સાધનાકુમારી મંડલે સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગણતરીના કલાકોમાં રિક્ષા સાથે આરોપી ઝડપાયો સચીન જીઆઈડીસી પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી અકસ્માત સર્જી ફરાર થયેલા આરોપી રિક્ષાચાલક રાજેન્દ્રકુમાર લાલચંદ પાલ (ઉં.વ. 35, રહે. મકાન નંબર-75, જલારામ સોસાયટી, ધરમભક્તિ સોસાયટીની સામે, પાલીગામ, સચીન GIDC, સુરત; મૂળ રહે. લક્ષ્મણપતિ, જ્ઞાપુર, જિ. ભદોહી, ઉત્તરપ્રદેશ) ને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા પણ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં આજથી CNG ₹1.50 મોંઘું:ભાવ ₹91.50 પ્રતિ કિલો થયો, આ વર્ષે 8મી વખત ભાવ વધ્યા; 11 મહિનામાં ₹11નો વધારો
    Next Article
    ગંગેટના શ્રી સધી-જહુ ધામમાં પાંચમો પાટોત્સવ ઉજવાયો:લાભ પાંચમે શોભાયાત્રા, હવન અને ભક્તિસંગીત યોજાયાં, 15 નવેમ્બરે માતાજીનું ફુલેકુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment