Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરની છત્રાલ GIDCની કંપનીમાં બોઈલર ફાટતા 4ના મોત:કોવિકા ડાઈઝ એન્ડ ઈન્ટરમીડિયેટ કંપનીનો બનાવ, ફાયર-પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે

    9 hours ago

    ગાંધીનગરના કલોલ તાલુકા હેઠળ આવતી ઔદ્યોગિક વસાહત છત્રાલ GIDCમાં આજે એક અત્યંત કાળજું કંપાવી દે તેવી ગોઝારી દુર્ઘટના સામે આવી છે. છત્રાલ જીઆઈડીસીમાં આવેલી 'કોવિકા ડાઈઝ' નામની કેમિકલ ઉત્પાદક કંપનીમાં બોઈલરનું પ્રેશર અચાનક વધી જતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ કરુણ અકસ્માતમાં ઘટનાસ્થળે જ કામ કરી રહેલા ચાર પરપ્રાંતીય મજૂરો ફેક્ટરીની દીવાલો અને પ્લાન્ટ સાથે અથડાઈને દૂર ફંગોળાઈ જતાં તેમના ઘટનાસ્થળે જ નીપજ્યા છે. આ અચાનક થયેલા ધડાકાથી આખી ફેક્ટરી અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. પ્રેશર વધતા બોઈલરમાં બ્લાસ્ટ થયાનું અનુમાન​ મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ફેક્ટરીમાં રોજિંદીની જેમ શ્રમિકો પોતપોતાની કામગીરીમાં વ્યસ્ત હતા. દરમિયાન કેમિકલ પ્લાન્ટની રિડક્શન વેસલ/બોઈલરની નોઝલમાં અચાનક પ્રેશરનું પ્રમાણ ક્ષમતા કરતાં વધી ગયું હતું. પ્રેશર અનિયંત્રિત થઈ જતાં વેસલમાં અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે બોઈલર પાસે જ કામ કરી રહેલા ચાર પરપ્રાંતીય કામદારો એકબીજા સાથે અને પ્લાન્ટની કઠોર રચનાઓ સાથે અથડાઈને હવામાં ફંગોળાઈ પડ્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ચારેય શ્રમિકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ​ફાયર અને પોલીસ વિભાગે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર અને એફએસએલની ટીમોએ સ્થળ પર પહોંચીને અકસ્માતના મૂળ કારણો જાણવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ​આ કરુણ દુર્ઘટના અંગે માહિતી આપતાં કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. ગઢવીએ જણાવ્યું હતું કે, "છત્રાલ GIDCની 'કોવિકા ડાઈઝ' કંપનીમાં કેમિકલ પ્લાન્ટની રિડક્શન વેસલમાં યાંત્રિક ખામી સર્જાવાને કારણે આ અકસ્માત થયો છે, જેમાં ચાર કર્મચારીઓના મૃત્યુ થયા છે. પ્રાથમિક તપાસમાં બોઈલરની વેસલમાં ઓવર પ્રેશર થવાથી દુર્ઘટના બની હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ કારણ FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કંપની પાસે જરૂરી ફાયર એન.ઓ.સી. તથા અન્ય કાયદાકીય મંજૂરીઓ ઉપલબ્ધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે, તેમ છતાં સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. મૃતક કામદારોના નામ વિનોદકુમાર સિંદ ટેડા દેહારી લભણ મીણા સિંકંદર દેહરી
    Click here to Read More
    Previous Article
    'કોઈ લઘુમતી સમાજના હોય તો બહાર નીકળી જજો':આદિત્ય ગઢવીના ગરબામાં જાહેરાત બાદ વિવાદ, માતાએ પાંચ વર્ષની દીકરીને પાંચમા માળેથી ફેંકી, સુરતમાં વિરોધ કરવા પહોંચેલા 70 શ્રમિકો ડિટેઈન
    Next Article
    ભિલોડા APMCમાં મંત્રીએ 1965 આદિજાતિ ખેડૂતોને કીટ આપી:ખાતર-બિયારણ અને દવા છાંટવાના પંપનું વિતરણ, ખેડૂતોને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો હેતુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment