Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ:કાચું ઓઇલ-કેમિકલ હોવાથી વધારે પ્રસરી, ફાયર વિભાગે 22 ગાડીઓ દોડાવી 4 કલાકે કાબૂમાં લીધી

    1 day ago

    અમદાવાદ શહેરના વટવા જીઆઇડીસી વિસ્તારમાં ફેઝ 2માં મોડી રાતે કેમિકલની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 22 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગને ચાર કલાકે કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, કાચું ઓઇલ અને અન્ય કેમિકલ હોવાના કારણે આગ વધારે પ્રસરી ગઈ હતી. આખી ફેક્ટરી આગમાં સપડાઈ હતી. જોકે ફાયરની ટીમે સમગ્ર આગને કાબૂમાં લઈ લીધી હતી. રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના વટવા જીઆઇડીસી વિસ્તારમાં ફેઝ 2માં અર્પણ એરોનોટિકલ કેમિકલ નામની કંપનીમાં આગ લાગી હોવા અંગેનો રાત્રે 1:30 વાગ્યાની આસપાસ મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયરબ્રિગેડની ગાડીઓ સ્થળ ઉપર દોડાવવામાં આવી હતી. કેમિકલ અને કાચું ઓઇલ હોવાને લઈ આગ ખૂબ જ વધારે પ્રસરી ગઈ હતી. આખી ફેક્ટરી આગની ઝપેટમાં આવી હતી જેથી ફાયરબ્રિગેડ દ્વારા વધારે ગાડીઓ બોલાવવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સહિતના ફાયરના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સવારે 5:30 વાગ્યે આગ કાબૂમાં આવી રાત્રે 1:30 વાગ્યે લાગેલી આગને કાબૂમાં લેતા ફાયરબ્રિગેડના અધિકારીઓને કર્મચારીઓને સવારે સાડા પાંચ વાગ્યા હતા અને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી હતી. કોઈપણ પ્રકારની જાનહાનિ આ ઘટનામાં થઈ નથી. જીઆઇડીસીમાં લાગેલી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. જીઆઇડીસી વિસ્તારમાં ફાયર સેફ્ટીને લઈને ઉઠ્યા સવાલ ઉલ્લેખનીય છે કે હવે જીઆઇડીસી વિસ્તારમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. નરોડા જીઆઇડીસી બાદ ઓઢવ જીઆઇડીસી અને હવે વટવા જીઆઇડીસીમાં પણ આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે જીઆઇડીસી વિસ્તારમાં ફાયર સેફ્ટીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ફાયર સેફટીના નિયમોનું પાલન થઇ રહ્યું છે કે કેમ તે અંગે કોઈ પણ ચકાસણી કરવામાં આવતી નથી. જીઆઇડીસી વિસ્તાર હોવાથી ફાયર બ્રિગેડ ત્યાં તપાસ કરી શકતી નથી, પરંતુ ફેક્ટરી ઇન્સ્પેક્ટરો અને જીઆઇડીસીના હોદ્દેદારો આ બાબતે ગંભીર ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    CBSE માર્કિંગ પર સવાલ ઉઠાવનાર સાર્થકે પોર્ટલ બનાવ્યું:1.66 કરોડ સરકારી ખરીદીનો ડેટા જાહેર કર્યો; હવે દરેક જણ જોઈ શકશે
    Next Article
    "Wanted To Kill 15,000": Mumbai Man Caught With Toxic Pills At Muharram Event

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment