Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંગના રનૌતની નવી કન્ટ્રોવર્સી!:સોનાક્ષીને 'જાડી જિહાદી' કહ્યું? Gen-Z બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસને આડે હાથ લીધી, કહ્યું- ખિસ્સાકાતરુ જેવી લાગે છે

    1 day ago

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહેલી કંગના રનૌતે હવે નામ લીધા વિના એક એક્ટ્રેસ માટે અપમાનજનક ટિપ્પણી કરી છે. તેણે એક્ટ્રેસના દેખાવની સરખામણી ખિસ્સાકાતરુ સાથે કરતા તેની ભાષા, પતિ અને પહેરવેશ પર સવાલો ઊભા કર્યા છે. કંગનાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ રી-શેર કરી છે, જેમાં લખ્યું છે, ‘નામ નહીં લઉં પણ એક જાડી જિહાદી કૂદી કૂદીને NEET વિરોધ પ્રદર્શન પર વીડિયો બનાવી રહી હતી. પણ ઝારખંડ વિરોધ પ્રદર્શનના સમયે મોં બંધ છે.’ આ પોસ્ટને કંગનાએ લાઇક કરી અને પછી તેની સાથે લખ્યું છે, ‘મારા વિશે પણ આ પ્રકારના ઘણા નકલી સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. આ પણ સંપૂર્ણપણે ખોટી છે. હું કોઈને શરમાવવા માંગતી નથી, પરંતુ મેં જોયું છે કે આજકાલ એક એક્ટ્રેસ એવા કપડાં પહેરે છે અને એવી રીતે વાત કરે છે જાણે કોઈ ખિસ્સાકાતરુ હોય. તે હાફ પેન્ટ, ઊંધી કેપ પહેરે છે અને પ્રદર્શનકારીઓના ગટરછાપ વર્તનનું જોશભેર સમર્થન કરતા ખિસ્સાકાતરુ જેવી ભાષા બોલે છે.’ આગળ કંગનાએ લખ્યું, ‘મને હંમેશા લાગે છે કે તમે જે પ્રકારના કપડાં પહેરો છો, તેની સીધી અસર તમારી વિચારસરણી અને વ્યક્તિત્વ પર દેખાય છે. મારી પ્રિય સાથી એક્ટ્રેસ, જો તમારો પુરુષ સાથી તમને ખિસ્સાકાતરુ જેવો અનુભવ કરાવી રહ્યો છે, તો મને અફસોસ છે. તમે પહેલા ખૂબ જ સારાં કપડાં પહેરતા હતા અને અત્યંત શાલીનતાથી વાત કરતા હતા. તમને શું થઈ ગયું? તમારો અભિપ્રાય તમારો પોતાનો છે, પરંતુ તમારી સ્ટાઇલ પર થોડું વધુ ધ્યાન આપો. જો તમને મદદની જરૂર હોય, તો હું હંમેશા તમારા માટે હાજર છું.’ પોસ્ટ શેર કર્યા પછી કંગનાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે કેટલીક સાથી એક્ટ્રસે હંમેશા ધર્મ અને રાજકારણના મુદ્દે તટસ્થ રહે છે, પરંતુ ઇસ્લામવાદીઓ સાથે સંબંધ રાખ્યા પછી અને લગ્ન પછી તરત જ ડાબેરી કટ્ટરપંથી બની જાય છે. કંગનાએ કહ્યું છે, ‘એમાં કોઈ વાંધો નથી. બંધારણ તેની પરવાનગી આપે છે, પરંતુ મુશ્કેલી એ છે કે હું એક મોડરેટ હિંદુ હતી. તો મને હવે સંઘી બનવા પર કટાક્ષ કેમ કરવામાં આવે છે. હું કેમ કન્વર્ટ ન થઈ શકું.’ કંગનાએ વીડિયોમાં કહ્યું છે કે તે વર્ષો પહેલા મોડર્ન હતી, પરંતુ હવે એક કટ્ટર હિંદુ બની રહી છું, તો એમાં બીજાને શું વાંધો છે. શું સોનાક્ષી માટે કંગનાએ પોસ્ટ લખી? સોનાક્ષી સિન્હા તે પસંદગીની એક્ટ્રેસમાં સામેલ છે, જેણે વિરોધ પ્રદર્શનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું અને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો. વિરોધ પ્રદર્શન પર વાત કરવા બદલ સોનાક્ષીને ખૂબ પ્રશંસા મળી હતી. તેણે વિરોધ પ્રદર્શન પર ઘણા વીડિયો બનાવ્યા, જેમાં મોટાભાગે તે શોર્ટ્સ અને કેપ પહેરેલી હતી. નિવેદનોને કારણે વિવાદોમાં છે કંગના રનૌત સ્ટુડન્ટ પ્રોટેસ્ટ પર ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌત સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહી છે. થોડા સમય પહેલા જ તેણે GenZ છોકરીઓને ગટરછાપ જનરેશન કહી હતી અને સાથે જ કહ્યું હતું કે આ જનરેશનની મહિલાઓ ઘણા પુરુષો સાથે યૌન સંબંધ બાંધવાને આઝાદી કહે છે. તે હાઉસવાઇફ પણ બની શકતી નથી. સાથે જ તેણે કહ્યું કે યુવાન છોકરીઓને ઝડપથી સેક્સ્યુઅલાઇઝ કરવામાં આવી રહી છે. કંગનાના વિવાદાસ્પદ નિવેદનની જોરદાર ટીકા થઈ. સિંગર વિશાલ દદલાણી અને સોનુ સૂદ જેવી મોટી હસ્તીઓએ તેનો વિરોધ કર્યો. આ દરમિયાન કંગનાના જૂના મૂવી સીન અને બોલ્ડ ફોટા વાઈરલ થયા. આની સાથે કહેવામાં આવ્યું કે કંગના એક સમયે પોતે પણ પોતાની અંગત જિંદગી, અફેર અને પહેરવેશથી હેડલાઇન્સ બનાવી ચૂકી છે, પરંતુ નવી પેઢીની એ જ વાતોની નિંદા કરી રહી છે. આના પર કંગનાએ લખ્યું, "તમે મારી ફિલ્મોના પાત્રોવાળી ક્લિપ્સનો ઉપયોગ કરવા માંગો છો, જેના માટે મને કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે. તમે મારા હાઈ-પ્રોફાઈલ શો અને બિઝનેસ ઈવેન્ટ્સના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરવા માંગો છો, જ્યાં હું મારી ટીમ, ઈવેન્ટ પ્લાનર્સ અને સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલી રહું છું. આગળ તેણે લખ્યું, શું તમે આ બધાનો ઉપયોગ કરીને કોઈ ઓછી ઉંમરની અને સરળતાથી પ્રભાવિત થતી છોકરીને એ વિશ્વાસ અપાવવા માંગો છો કે તે પણ રસ્તા પર, શાળાના કાર્યક્રમોમાં કે ખરાબ ક્લબોમાં આવું જ વર્તન કરી શકે છે? શું બંને વાતો એક જેવી છે? યુવાનોને ગેરમાર્ગે દોરશો નહીં. આ એક જેવી વાત નથી. આજે તમે બીજાના બાળકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો, કાલે આ જ વારો તમારા પોતાના બાળકોનો પણ આવી શકે છે."
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના ક્રિકેટર અખિલેશ રેડ્ડી પર 8 વર્ષનો પ્રતિબંધ:આબુ ધાબી T10 લીગમાં ફિક્સિંગનો પ્રયાસ અને પુરાવા નષ્ટ કરવા બદલ દોષિત
    Next Article
    દુનિયાના ત્રીજા સૌથી નાના દેશે પોતાનું નામ બદલ્યું:હવે 'નૌરુ' નહીં 'નાઓએરો' કહેવાશે; UN રેકોર્ડ્સમાં આજથી નવું નામ લાગુ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment