Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Gen-Zની 'ગંદી' માનસિકતા!:કોમેડી શૉમાં છોકરા-છોકરીએ વિચારોનો ઉકરડો ઉબક્યો, '370ની બિરયાની'ની સામે સેક્સ ને શબના પ્રાઇવેટ પાર્ટની કોમેન્ટ લજવી મુકશે

    1 week ago

    સોશિયલ મીડિયાના આજના યુગમાં કન્ટેન્ટ વાઇરલ કરવાની લ્હાયમાં ક્યારેક કલાકારો અને સામાન્ય લોકો મર્યાદાની તમામ લીટીઓ ઓળંગી જતા હોય છે. તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડી શોના બે વીડિયોએ ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચાવ્યો છે. ‘370 રૂપિયાની બિરયાની’ના વિવાદથી શરૂ થયેલો મામલો હવે મેડિકલ એથિક્સ અને માનવ શબના અપમાન સુધી પહોંચી ગયો છે, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે આજના જુવાનિયાઓની કેટલી વિકૃત માનસિકતા છે? 1. શું છે '370 રૂપિયાની બિરયાની' વાળો વિવાદ? આ વિવાદ સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેના ગુરુગ્રામમાં લાઇવ ક્રાઉડ-વર્ક કોમેડી શો દરમિયાન શરૂ થયો હતો. શોમાં વાતચીત દરમિયાન જાંગડાએ એક ડેટિંગ અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેણે એક મહિલા પર લગભગ ₹360–₹370ની ચિકન બિરયાનીનો ખર્ચ કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે જ્યારે મહિલાએ તેને ઘરે છોડવા કહ્યું, ત્યારે તેને તેના ખર્ચની ભરપાઈ તરીકે શારીરિક સંબંધની અપેક્ષા હતી. હિમાંશુએ વીડિયોમાં એવું પણ કહ્યું કે તે છોકરીને એક અવાવરૂ પાર્કમાં લઈ ગયો હતો જેથી તેની નજીક જઈ શકે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. હોબાળો વધતા જ હિમાંશુ જાંગડાએ પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દીધા છે અને અહેવાલો અનુસાર તેને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, કોમેડિયન પ્રણિત મોરેએ પણ આ મામલે માફી માગતા સ્પષ્ટતા કરી છે કે તે દર્શકની પોતાની અંગત વિચારસરણી હતી, તેની નહીં. તેમ છતાં કુશા કપિલા, ખુશ્બુ પાટણી, એલવિશ યાદલ અને માલતી ચાહર સહિતના ઘણા સેલેબ્સે આ માનસિકતાની આકરી ટીકા કરી છે. 2. શબના પ્રાઇવેટ પાર્ટ્સ પર કોમેન્ટ બિરયાની વાળા વિવાદ પછી પ્રણીત મોરેના શૉનો બીજો એક વીડિયો વાઇરલ થયો, જેણે લોકોને વધુ આઘાતમાં મૂકી દીધા. આ વીડિયોમાં મુંબઈની જાણીતી KEM હોસ્પિટલની મેડિકલ સ્ટુડન્ટ ડૉ. સેજલ પવાર જોવા મળે છે. શૉ દરમિયાન સેજલે જણાવ્યું કે જ્યારે મેડિકલ રિસર્ચ અને ડિસેક્શન માટે કૉલેજમાં પુરુષોના શબ લાવવામાં આવે છે, ત્યારે તે અને તેના સાથી મિત્રો તે શબના પ્રાઇવેટ પાર્ટ્સ જોઈને તેની સાઇઝ વિશે મજાક ઉડાવે છે અને ચર્ચા કરે છે. વીડિયોનો ચોંકાવનારો સંવાદ: ડૉ. સેજલ: "ખોપડી કાપી અને પછી લાસ્ટમાં જે પણ છે, પ્રજનન અંગ..." કોમેડિયન પ્રણીત: "તું ડૉક્ટર છે કે કસાઈ? તે સમયે જોક્સ પણ મારો છો કે સિરિયસ રહો?" ડૉ. સેજલ: "જોક્સ મારીએ ને... જે પણ હોય, સાઇઝ વગેરે બાબતે." કોમેડિયન પ્રણીત (આશ્ચર્યથી): “શું? તમે લોકો આ બધી વાતો પર પણ ચર્ચા કરો છો?” સોશિયલ મીડિયા પર ઉકળાટ અને સવાલો આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો મેડિકલ નૈતિકતા પર સવાલો ઉઠાવી રહ્યા છે: લોકો પોતાના સ્વજનોના મૃત્યુ બાદ સમાજના કલ્યાણ અને મેડિકલ વિદ્યાર્થીઓના ભણતર માટે 'બોડી ડોનેટ' કરે છે. આવા સારા હેતુથી મળેલા શબની મજાક ઉડાવવી એ પરિવારોના ભરોસાનું ઘોર અપમાન છે. યુઝર્સે સવાલ ઉઠાવ્યો કે જો કોઈ પુરુષ ડૉક્ટરે મૃત મહિલાના શરીર વિશે આવી વાહિયાત કમેન્ટ કરી હોત, તો અત્યાર સુધી તેની ધરપકડ થઈ ગઈ હોત. તો પછી આ મહિલા ડૉક્ટર સામે કડક પગલાં કેમ નહીં? વિવાદ બાદ ડૉક્ટરે માંગી માફી, કોમેડિયને એકાઉન્ટ ડિલીટ કર્યું ચારેય તરફથી ઘેરાયા બાદ અને ભારે ટ્રોલિંગનો સામનો કર્યા પછી ડૉ. સેજલ પવારે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને માફી માંગી છે: મેં જે વિષય પર વાત કરી તે ખૂબ જ સંવેદનશીલ હતો. મારો હેતુ કોઈનું અપમાન કરવાનો નહોતો, પણ હું સમજું છું કે મારા શબ્દોથી લોકોની લાગણી દુભાઈ છે. હું મારી ભૂલની પૂરી જવાબદારી લઉં છું. એક સ્ટુડન્ટ તરીકે આ મારા માટે મોટો પાઠ છે અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં થાય. બીજી તરફ, શોના હોસ્ટ અને કોમેડિયન પ્રણીત મોરેએ વિવાદ વધતો જોઈને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ અથવા ડીએક્ટિવેટ કરી દીધું છે. જુઓ વિવાદ બાદ સેલેબ્સ શું કોમેન્ટ કરી? પોતાના બેબાક વિચારો માટે જાણીતી ખુશ્બુ પાટણીએ આ વિવાદ પર એક વીડિયો શેર કરીને મહિલાઓને સંદેશ આપ્યો છે. વીડિયોમાં ખુશ્બુએ કહ્યું- આ 22-23 વર્ષના છોકરાની વિચારસરણી જુઓ. છોકરીઓ, જોઈ લો કે તમને કઈ નજરથી જોવામાં આવે છે. મને નવાઈ એ વાતની છે કે ત્યાં બેઠેલા લોકો તેની વાતો પર હસી રહ્યા હતા અને કોમેડિયનના મગજમાં એવું ન આવ્યું કે આવી ગંદી વાતોને ત્યાં જ અટકાવી દેવી જોઈએ. ખુશ્બુએ વધુમાં આક્રોશ ઠાલવતા કહ્યું કે: આ ભણેલા-ગણેલા અભણ લોકો આપણી કિંમત નક્કી કરે છે. સ્કૂલમાં આપણી કિંમત નક્કી થાય છે, કોલેજમાં, ડેટ પર જઈએ ત્યારે પણ ફિક્સ કરે છે અને લગ્ન પછી સાસરીમાં દહેજ દ્વારા આપણી કિંમતની બોલી લાગે છે. આખી જિંદગી જાણે આપણી એક કિંમત જ નક્કી થતી રહે છે. મહિલાઓને કરી ખાસ અપીલ વીડિયોના અંતમાં ખુશ્બુ પાટણીએ મહિલાઓની સુરક્ષા અને સ્વાભિમાન પર ભાર મૂકતા એક પરંપરાગત નેપાળી ચપ્પુ ‘કુકરી’ બતાવ્યું હતું. તેણે તમામ મહિલાઓને અપીલ કરી કે તે પણ પોતાની સુરક્ષા માટે આવી વસ્તુઓ પોતાની પાસે રાખવાનું શરૂ કરે, જેથી આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકોને પાઠ ભણાવી શકાય. એલ્વિશ યાદવે પોસ્ટ પર કટાક્ષ કર્યો યુટ્યુબર એલ્વિશ યાદવે આ બાબતે એક પોસ્ટમાં પ્રણીત મોરેનું નામ લીધા વિના તેની પર કટાક્ષ કર્યો. તેણે X પર લખ્યું, "₹370 ની બિરયાનીએ બે બાબતોનો પર્દાફાશ કર્યો. એક માણસને લાગ્યું કે સંમતિની કિંમત હોય છે, જ્યારે એક હાસ્ય કલાકારે વિચાર્યું કે દરેક અણઘડ મૌનને મજાકથી ઢાંકી શકાય છે. બિરયાની ‘દમ’ (ધીમી ગરમી) પર રાંધવામાં આવી હતી, પરંતુ વિવાદ અહંકાર પર ઊભો થયો હતો." હિમાંશુ જાંગડાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા સ્ટારવિક ડિઝાઇને આ મામલે જાંગડા પર કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. કંપનીના સ્થાપક વિવેક વિશ્વકર્માએ એક વીડિયો નિવેદન જારી કરીને કહ્યું, "છેલ્લા 24 કલાકમાં મને અમારા એક કર્મચારી હિમાંશુ જાંગડાને લઈને સેંકડો મેસેજ, ઈમેલ અને ફોન કોલ આવ્યા છે. તમારા બધાની જેમ મેં પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી વીડિયો ક્લિપ્સ જોઈ છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે તે વીડિયોમાં દર્શાવવામાં આવેલી વાતો વાંધાજનક છે. હું તે વાતો સાથે સહમત નથી. અમારી કંપની પણ આવા વિચારોને સમર્થન આપતી નથી અને અમે નથી ઈચ્છતા કે આવી વાતો યુવાનોને પ્રભાવિત કરે." ઓફિસમાં હિમાંશુ વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી વિવેક વિશ્વકર્માએ જણાવ્યું, "અમે અમારી ટીમ, ખાસ કરીને મહિલા કર્મચારીઓ સાથે પણ વાત કરી. ઓફિસમાં હિમાંશુના વર્તનનું રિવ્યુ કર્યું અને ઘણા જરૂરી પ્રશ્નો પૂછ્યા, પરંતુ રસપ્રદ વાત એ રહી કે અમને તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી. ટીમના લોકોએ તેને પ્રોફેશનલ, સન્માનજનક, મહેનતુ અને સારા વર્તનવાળો કર્મચારી ગણાવ્યો." તેણે આગળ કહ્યું, "પરંતુ વર્કપ્લેસની બહાર બનેલી આ ઘટનાની અસર હવે વર્કપ્લેસ પર પણ પડી રહી છે. કંપની, કર્મચારીઓ, ગ્રાહકો અને અહીંના વાતાવરણ પ્રત્યે મારી જવાબદારી છે. તેથી અમે હિમાંશુથી અલગ થવાનો નિર્ણય કર્યો છે." વિવેક વિશ્વકર્માએ એમ પણ કહ્યું કે ભૂલોના પરિણામો હોય છે, પરંતુ સમય જતાં યુવા ડેવલપર્સને શીખવા, પોતાને સમજવા અને આગળ વધવાની તક આપવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પ્રભસિમરન સિંહ-ઋતુરાજે મળીને અફઘાન બોલર્સને ધોયા:ઈન્ડિયન ઓપનરે ચોગ્ગા સાથે ફિફ્ટી ફટકારી; વૈભવ હાફ સેન્ચુરી ચૂક્યો; IND-Aનો સ્કોર 153/2
    Next Article
    કેરળમાં આ વર્ષે નિપાહ વાયરસનો પ્રથમ કેસ, હાઈ એલર્ટ જાહેર:દર્દી વેન્ટિલેટર પર, હોસ્પિટલ સ્ટાફ ક્વોરન્ટાઈન; 2018 પછી રાજ્યમાં 6ઠ્ઠી વખત સંક્રમણ ફેલાયું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment