Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCAS પોર્ટલ પર સ્નાતક પ્રવેશ: 7 મેથી રજિસ્ટ્રેશન શરૂ:HNGUમાં 1.16 લાખથી વધુ સીટો, 28 મે સુધી નોંધણી

    2 days ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે સ્નાતક (UG) કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 'ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ' (GCAS) પોર્ટલ પર 7 મે, 2026થી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે, જે તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે ફરજિયાત છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં 700થી વધુ કોલેજોમાં 1.16 લાખથી વધુ બેઠકો પર આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. રાઉન્ડ-1 માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 7 મે, 2026ના રોજ સવારે 11:00 કલાકે શરૂ થઈને 28 મે, 2026ના રોજ રાત્રે 11:59 કલાકે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ ઓનલાઈન પોર્ટલ પર પોતાની શૈક્ષણિક વિગતો અપડેટ કરીને રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડની ટેકનિકલ ચકાસણી 29 મેથી 1 જૂન દરમિયાન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.વિદ્યાર્થીઓને પ્રવેશની ઓફર 1 જૂન, 2026ના રોજ રાત્રે 12:00 કલાકે પોર્ટલ પર જોવા મળશે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે, તેમણે 2 જૂનથી 6 જૂન, 2026 દરમિયાન પોતાની પસંદગીની કોલેજ કન્ફર્મ કરવાની રહેશે. જો કોઈ વિદ્યાર્થી ઉચ્ચ પ્રેફરન્સ માટે જવા માંગતો હોય, તો તેણે 'ઓનલાઈન કન્સેન્ટ' આપવી ફરજિયાત છે. પ્રવેશ કન્ફર્મ કર્યા બાદ વિદ્યાર્થીએ અસલ પ્રમાણપત્રો સાથે જે-તે કોલેજમાં રૂબરૂ રિપોર્ટિંગ કરીને ફી ભરવાની રહેશે. બીજા રાઉન્ડની પ્રવેશ ઓફર 8 જૂન, ત્રીજા રાઉન્ડની 15 જૂન અને ચોથા રાઉન્ડની ઓફર 22 જૂન, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. એકવાર કોઈ પ્રેફરન્સમાં પ્રવેશ કન્ફર્મ થયા બાદ તેનાથી નીચેના ક્રમના પ્રેફરન્સ આપોઆપ રદ થશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે. સી. પોરિયાએ જણાવ્યું છે કે આ યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે, જેની સાથે 700થી વધુ કોલેજો સંલગ્ન છે. યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટી હેઠળના તમામ અભ્યાસક્રમોને ધ્યાને લેતા કુલ 1,16,000 જેટલી બેઠકો ઉપલબ્ધ છે, જેમાં દર વર્ષે આશરે 1,16,000 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે. બેઠકોની વિગતવાર માહિતી મુજબ, સાયન્સ ફેકલ્ટીમાં 9,360 બેઠકો, બી.કોમ. (B.Com) માં 15,600 બેઠકો અને બી.એ. (B.A.) માં આશરે 38,865 જેટલી બેઠકો વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. કુલપતિએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત સરકારના આદેશ મુજબ તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે GCAS પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જો વિદ્યાર્થી સમયસર રજિસ્ટ્રેશન નહીં કરાવે, તો કોઈ પણ સંજોગોમાં કોલેજ કક્ષાએ પ્રવેશ ફાળવ્યા બાદ પણ યુનિવર્સિટી દ્વારા એનરોલમેન્ટ કરવામાં આવશે નહીં. નિર્ધારિત સમય મર્યાદા બાદ રજિસ્ટ્રેશન વગર થયેલા પ્રવેશ માટે જે-તે કોલેજ અને વિદ્યાર્થીની વ્યક્તિગત જવાબદારી રહેશે. રજિસ્ટ્રેશન ફી પેટે બિનઅનામત અને SEBC કેટેગરી માટે 300 રૂપિયા જ્યારે SC, ST અને EWS કેટેગરી માટે 150 રૂપિયા નક્કી કરાયા છે, જે નોન-રિફંડેબલ રહેશે.
    Click here to Read More
    Previous Article
    SBIની 'હર ઘર લખપતિ' સ્કીમમાં 7.05% સુધી વ્યાજ:દર મહિને ₹610 જમા કરવા પર ₹1 લાખ મળશે, જાણો યોજનાની ખાસ વાતો
    Next Article
    બનાસકાંઠામાં પ્રિ-મોન્સૂન તૈયારીઓ:કલેક્ટર દ્વારા ઝીરો કેઝ્યુઆલિટી પર ભાર, આપાતકાલીન સ્થિતિમાં જાન-માલનું નુકસાન ઘટાડવા માઇક્રો પ્લાનિંગ સૂચના અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment