Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી યુનિવર્સિટીઓમાં GCASથી પ્રવેશ પ્રક્રિયા યોજાશે:7થી 28 સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે, 2 જૂનથી પ્રથમ રાઉન્ડ શરૂ, 4 રાઉન્ડમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન

    2 days ago

    રાજ્યની 15 જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની GCAS દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અનેક વિરોધ વચ્ચે આ વર્ષે પણ GCAS દ્વારા જ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. આગામી 7 તારીખથી 28 તારીખ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. 2 જૂનથી પ્રથમ પ્રવેશ રાઉન્ડ યોજવામાં આવશે. GCAS દ્વારા કુલ ચાર રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 7 મેથી 29 જૂન સુધી સમગ્ર પ્રક્રિયા ચાલશે. જે બાદ નવા શિક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવશે. અનેક વિદ્યાર્થીઓ GCAS પોર્ટલની ખામીઓને કારણે પ્રવેશથી વંચિત છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં GCAS દ્વારા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જો કે GCASની સિસ્ટમના દર વર્ષે 30-30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા કરવી પડતી હોય છે છતાં પણ અનેક વિદ્યાર્થીઓ GCAS પોર્ટલની ખામીઓને કારણે પ્રવેશથી વંચિત રહી જાય છે અને ખાનગી કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લે છે. જેથી GCAS પોર્ટલની ખામીનો સીધો ફાયદો ખાનગી યુનિવર્સિટીઓ ઉઠાવી જતી હોય છે. જેથી ABVP અને NSUI દ્વારા GCAS મારફતે પ્રવેશ પ્રક્રિયા બંધ કરવા માટેની માંગ કરવામાં આવી છે. અથવા તો ખાનગી કોલેજ કે યુનિવર્સિટીઓને પણ GCASમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 100થી વધુ અન્ય અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ પરંતુ વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ હોવા છતાં આ વર્ષે પણ GCAS પોર્ટલથી જ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેની સાથે કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. GCAS મારફતે જ રાજ્યભરની સરકારી યુનિવર્સિટીઓમાં B.A., B.Com., B.Sc. અને 100થી વધુ અન્ય અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આગામી 7 તારીખથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે આ વખતે ઓછા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. GCAS પોર્ટલ પર નવી ‘AI એજન્ટ' સુવિધા શરૂ તેમજ આ વર્ષે વિદ્યાર્થીઓની સરળતા માટે GCAS પોર્ટલ પર નવી ‘AI એજન્ટ' સુવિધા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હવે GCAS પોર્ટલ સાથે સંકળાયેલ સરકારી કે ખાનગી યુનિવર્સિટી કે તેમને સંલગ્ન કોઈપણ કોલેજની માહિતી, કટ-ઓફ અને અન્ય જરૂરી વિગતો કોલ કે ચેટબોટ મારફતે તરત જ મેળવી શકશે. ચેટબોટ માટે GCAS પોર્ટલ અને 'AI એજન્ટ’ સાથે વાત કરીને માહિતી મેળવવા માટે 7969799680 નંબર પર પણ સંપર્ક કરી શકશે. સમયમર્યાદામાં યુનિવર્સિટી-કોલેજ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે જે યુનિવર્સિટી-કોલેજ-પ્રોગ્રામમાં વિદ્યાર્થીને પ્રવેશ મળતો હોય તે તેને સૌ પ્રથમ તેના લોગ-ઇનમાં ડેશબોર્ડ પર OTP મારફત પ્રવેશ કન્ફર્મ કરી ત્યારબાદ સંબંધિત યુનિવર્સિટી-કોલેજમાં રૂબરૂ જઈ વિદ્યાર્થીએ નિયત સમયમર્યાદામાં યુનિવર્સિટી-કોલેજ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ પર આપવામાં આવેલ OTP યુનિવર્સિટી/કોલેજના સત્તાવાળાને આપી જે તે પ્રોગ્રામમાં પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. જો વિદ્યાર્થી પ્રવેશની ઓફર મળ્યા બાદ નિયત સમયમર્યાદામાં જે તે કોલેજમાં પોતાનો પ્રવેશ ઓનલાઈન પોર્ટલ પર અને રૂબરૂમાં કન્ફર્મ નહીં કરાવે તો સંબંધિત કોલેજમાં તેનો પ્રવેશ-અધિકાર રહેશે નહીં.
    Click here to Read More
    Previous Article
    બાલાજી વેફર્સની 'ઝાલમુરી'એ મચાવી ધૂમ:MD વિરાણીની જાહેરાત, 'હાલ યુપીથી બંગાળમાં વેચીશું, બે-ત્રણ વર્ષમાં ફેક્ટરી ચાલુ થશે, કર્ણાટકમાં પણ ટૂંક સમયમાં ઉત્પાદન થશે'
    Next Article
    '10 રૂપિયામાં પૂરેપૂરું બંગાળ ખરીદી લીધું', VIDEO:50 વર્ષ બાદ મોદી સાહેબનો જાદુ ચાલી ગયો, પંશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર અમદાવાદીઓએ શું શું કહ્યું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment