Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GCAS પોર્ટલ પર 2,89,805 વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવ્યું:1,90,000 વિદ્યાર્થીએ જ ફાઈનલ સબમિટ આપ્યું, હવે વિદ્યાર્થીઓને કેટેગરી ચેન્જ કરવાનો પણ વિકલ્પ અપાયો

    6 days ago

    ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે GCAS પોર્ટલ મારફતે 100થી વધુ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગત 7 તારીખથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે હવે રજિસ્ટ્રેશન કરવા માટે વિદ્યાર્થીઓ પાસે માત્ર બે દિવસનો જ સમય બાકી રહ્યો છે. 28 તારીખે રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર 2,89,805 વિદ્યાર્થીએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી માટે 1,90,000 વિદ્યાર્થીએ જ ફાઈનલ સબમિટ આપ્યું છે. GCAS પોર્ટલ પર અનેક સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓને હજુ પણ રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે રજિસ્ટ્રેશન પણ ખૂબ ઓછા થયા છે. ટકાવારીના પત્રક આપવામાં હજુ પણ યુનિવર્સિટીઓ ઉદાસીનતા દાખવી રહી છે. GCAS પોર્ટલ પર ઓછા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે UG સહિત વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે પરંતુ, રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ નજીક આવી તેમ છતાં ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી માત્ર 2,89,805 વિદ્યાર્થીઓએ જ GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં પણ અંદાજે 1,90,000 વિદ્યાર્થીઓએ જ પોતાની અરજી પૂર્ણ કરીને ફાઈનલ સબમિટ કરી છે. તેમાં પણ કુલ રજીસ્ટ્રેશનમાંથી 2,10,684 વિદ્યાર્થીઓએ જ કોલેજ પંસદગી પ્રક્રિયા પૂર્ણ કરી છે. વિદ્યાર્થીઓએ અનેક પ્રકારની ટેક્નિકલ એરરનો સામનો કરવો પડ્યો GCAS પોર્ટલ પર હજુ પણ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે. સતત ટેક્નિકલ ખામીઓ અને સિસ્ટમ સંબંધિત મુશ્કેલીઓ નોંધાઈ રહી છે. લોગિન ન થવું, OTP વેરિફિકેશનમાં વિલંબ, ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે એરર આવવી, કોર્સ અને કોલેજની પસંદગી દરમિયાન માહિતી યોગ્ય રીતે ન દેખાવવી સહિતની અનેક સમસ્યાઓનો વિદ્યાર્થીઓને સામનો કરવો પડી રહ્યો છે. જો સમયસર સમસ્યાઓનો હલ નહીં થાય તો હજારો વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયામાં પાછળ રહી જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. ફરી ફોર્મ ભર્યા વગર જ જુના ફોર્મમાં જ વિદ્યાર્થીઓ કેટેગરી ચેન્જ કરી શકશે સર્વર ધીમું ચાલતું હોવાના કારણે અનેક વિદ્યાર્થીઓ સમયસર રજીસ્ટ્રેશન પૂર્ણ કરી શકતા નથી તેમજ હવે વિદ્યાર્થીઓને કેટેગરી ચેન્જ કરવા માટેનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ એક વખત કેટેગરી સિલેક્ટ કર્યા પછી તેને ચેન્જ કરી શકતા નહોતા. જેથી, વિદ્યાર્થીઓને ફરીથી ફોર્મ ભરીને ફરી ફી ભરવી પડતી હતી. જોકે, હવે ફરી ફોર્મ ભર્યા વગર જ જુના ફોર્મમાં જ વિદ્યાર્થીઓ કેટેગરી ચેન્જ કરી શકશે. અત્યાર સુધી GCASના AI હેલ્પલાઇન નંબર પર 37,797 વિદ્યાર્થીઓએ સંપર્ક કર્યો હતો તો માનવ હેલ્પલાઇન નંબર પર 9 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ સમસ્યાઓને લઈને સંપર્ક કર્યો હતો. GCAS પોર્ટલ મારફતે 90 ટકા બેઠક ગુજરાત બોર્ડના અને અન્ય 10 બેઠક પર બીજા તમામ બોર્ડના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે તે માટે ABVP દ્વારા વિરોધ કરી CBSEના વિદ્યાર્થીઓને 90 ટકામાં સમાવવા માંગ કરાઈ હતી, જેનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. કારણ કે ઘણી એવી કોલેજ અને યુનિવર્સિટીઓ છે, જેમણે CBSE અને અન્ય વોર્ડના વિદ્યાર્થીઓ માટે કેટલી બેઠક છે તેની માહિતી GCASને આપવામાં આવી નથી. હજુ પણ ટકાવારી પત્રક આપવામાં યુનિવર્સિટીઓ ઉદાસીનતા દાખવી રહી છે. જેથી કઈ યુનિવર્સિટીમાં કેટલી બેઠકો પર કઈ બોર્ડના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે તે GCAS દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    ભાજપના MLA કેતન ઈનામદારે ફરી બાયો ચડાવી, ગાંધીનગરમાં રાજકીય ગરમાવો:5 મહિના બાદ ફરી CMને પત્ર લખી કહ્યું-સરકારની નામના ખરડાય છે, અધિકારીઓ સામે કાર્યવાહી કરો
    Next Article
    હિંમતનગરમાં 108 દ્વારા પાયલોટ દિવસની ઉજવણી:ઉત્તર ગુજરાતના 80 પાયલોટ અને EMTનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment