Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિસ્લેરીના પાણીમાં કેન્સર પેદા કરતા તત્ત્વો!:બે વખત લેબ ટેસ્ટમાં સેમ્પલ ફેલ થતાં FSSAIની લાલ આંખ; કંપનીએ કહ્યું, ‘આ મામલો 14 મહિના જૂનો, પાણી સુરક્ષિત’

    1 day ago

    FSSAIએ જાણીતી કંપની 'બિસ્લેરી ઇન્ટરનેશનલ' સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે, કારણ કે લેબ ટેસ્ટમાં કંપનીના પાણીનું સેમ્પલ અસુરક્ષિત જણાયું છે. હવે આ વિવાદ પર કંપનીની પ્રતિક્રિયા સામે આવી છે. કંપનીએ કહ્યું છે કે બિસ્લેરીનું પાણી પીવા માટે સુરક્ષિત છે. બિસ્લેરીએ શું કહ્યું? કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ મામલો આશરે 14 મહિના જૂનો છે. તેના જણાવ્યા અનુસાર, "આ સપ્ટેમ્બર 2025માં બનેલી એક બેચ સાથે જોડાયેલો છે, જે ગોવામાં બિસ્લેરીની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં તૈયાર થઈ હતી. આ અમારા નેટવર્કના 143 પ્લાન્ટમાંથી એક છે. 30 સપ્ટેમ્બર 2025ના રોજ FSSAI એ ગોવા ફેસિલિટીમાંથી 6 સેમ્પલ લીધા હતા. શરૂઆતના ટેસ્ટિંગમાં 5 સેમ્પલ તમામ માપદંડો પર ખરા ઉતર્યા હતા. છઠ્ઠા સેમ્પલમાં બ્રોમેટ 12 માઇક્રોગ્રામ પ્રતિ લિટર મળ્યું હતું, જ્યારે નિર્ધારિત લિમિટ 10 માઇક્રોગ્રામ પ્રતિ લિટર છે." કંપનીએ આગળ કહ્યું, "22 નવેમ્બર 2025ના રોજ બિસ્લેરીની અપીલ બાદ, FSSAIએ તે સેમ્પલને ફરીથી ટેસ્ટિંગ માટે રેફરલ લેબમાં મોકલ્યા હતા. રેફરલ લેબમાં સેમ્પલમાં બ્રોમેટ નિર્ધારિત લિમિટની અંદર જણાયું હતું અને અલગથી સેમ્પલમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) હોવાની વાત કહેવામાં આવી હતી. બંને પરિણામોમાં તફાવત હોવાથી સવાલો ઊભા થયા હતા, જેના પર બિસ્લેરીને લાગ્યું કે સ્પષ્ટતા જરૂરી છે. બિસ્લેરીએ તે જ સેમ્પલનો FSSAI-અપ્રૂવ્ડ લેબમાં અલગથી ટેસ્ટ કરાવ્યો હતો. તે ટેસ્ટમાં પણ બ્રોમેટ નિર્ધારિત લિમિટની અંદર મળ્યું હતું." કંપનીના જણાવ્યા અનુસાર, "ત્યારબાદ અમને FSSAI તરફથી કોઈ વધુ માહિતી મળી નથી અને અમને લાગ્યું કે મામલો બંધ થઈ ગયો છે. અત્યાર સુધી બિસ્લેરીને ઈમેલ કે હાર્ડ કોપીમાં કોઈ નોટિસ મળી નથી અને FSSAIની વેબસાઇટ પર પણ તે નોટિસ જોવા મળી નથી. પીવાના પાણીની સુરક્ષા બિસ્લેરી માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. અમે 10 સ્ટેપવાળી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં 90થી વધુ ટેસ્ટ સાથે કડક ક્વોલિટી કંટ્રોલ રાખીએ છીએ અને FSSAI સાથે મળીને યોગ્ય રેગ્યુલેટરી પ્રોસેસ દ્વારા આ મામલાનો ઉકેલ લાવતા રહીશું." કંપની પર શું આરોપો લાગ્યા છે? ભારતના ફૂડ રેગ્યુલેટર FSSAIએ કહ્યું કે પાણીના સેમ્પલમાં બ્રોમેટ નિર્ધારિત મર્યાદા મુજબ જણાયું ન હતું અને ખાદ્ય સુરક્ષા તથા માનક અધિનિયમ, 2006 હેઠળ તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. કંપનીની અપીલ બાદ નમૂનાને ફરીથી તપાસ માટે બીજી ફૂડ લેબમાં મોકલવામાં આવ્યો હતો. આ લેબે પણ તેમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAH) મળી આવવાને કારણે તેને અસુરક્ષિત જાહેર કર્યું હતું. નિયામકે જણાવ્યું કે લેબની તપાસમાં કાયદા હેઠળ અસુરક્ષિત ખાદ્ય પદાર્થ સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. તેના આધારે બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સામે કાનૂની કાર્યવાહીની મંજૂરી આપવામાં આવી છે. અપીલ બાદ બીજી લેબોરેટરીમાં પણ સેમ્પલ ફેલ બિસ્લેરીના પાણીના પ્રારંભિક વિશ્લેષણમાં સામે આવ્યું હતું કે સેમ્પલમાં 'બ્રોમેટ'નું પ્રમાણ નિર્ધારિત મર્યાદા મુજબ નથી. આથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ તેને અસુરક્ષિત જાહેર કરાયું હતું. ત્યારબાદ કંપનીએ પોતાના અધિકારનો ઉપયોગ કરીને અપીલ કરી હતી, જેના પગલે વધુ તપાસ માટે સેમ્પલને 'રેફરલ ફૂડ લેબોરેટરી'માં મોકલવામાં આવ્યું હતું. જોકે, બીજી લેબોરેટરીની તપાસમાં પણ આ પાણીને અસુરક્ષિત જ ઠેરવવામાં આવ્યું હતું, કારણ કે તેમાં પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ (PAHs)ની હાજરી મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે બ્રોમેટ અને PAHs બંનેને 'કાર્સિનોજેન્સ' (કેન્સરકારક તત્ત્વો)ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે, જે માનવ શરીરમાં કેન્સર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. FSSAIએ સત્તાવાર નિવેદનમાં શું કહ્યું? FSSAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મેસર્સ બિસ્લેરી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના પરિસરમાંથી 'પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (મિનરલ વોટર સિવાય)'નું નિયમનકારી સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યું હતું. આ સેમ્પલ બ્રોમેટની નિર્ધારિત મર્યાદામાં ખરું ન ઉતરતાં FSS એક્ટ, 2006 હેઠળ તેને અસુરક્ષિત જાહેર કરાયું હતું. કંપનીની અપીલ બાદ સેમ્પલને રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલાયું હતું, જ્યાં PAHsની હાજરીને કારણે તેને ફરીથી અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું. લેબોરેટરીના તારણોમાં અસુરક્ષિત ખાદ્યપદાર્થ અંગેના નિયમોનું ઉલ્લંઘન સાબિત થયું છે. તેથી મેસર્સ બિસ્લેરી ઇન્ટરનેશનલ સામે FSS એક્ટ, 2006 હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે." ચોકલેટ કૂકીઝ પર પણ તવાઈ: બજારમાંથી પરત ખેંચવા આદેશ બિસ્લેરી ઉપરાંત FSSAIએ 'આશા કન્ફેક્શનરી' (Asha Confectionery)ને પણ તેની પ્રી-પેક્ડ ચોકલેટ-ફિલ્ડ કૂકીઝ બજારમાંથી તાત્કાલિક પાછી ખેંચવાનો (રિકોલ) આદેશ આપ્યો છે. લેબોરેટરી તપાસમાં આ કૂકીઝના લેબલિંગ, બંધારણ અને સુરક્ષા અંગે ગંભીર ખામીઓ સામે આવી હતી: કાર્મોસિન (Carmosine): કૂકીઝમાં આ કલરિંગ તત્ત્વની હાજરી મળી આવી હતી, જેનો ઉલ્લેખ પેકેટના લેબલ પર કરવામાં આવ્યો નહોતો. ટાર્ટ્રાઝિન (Tartrazine): આ તત્ત્વ નિર્ધારિત મહત્તમ મર્યાદા કરતાં વધુ માત્રામાં મળી આવ્યું હતું. સનસેટ યલો FCF (Sunset Yellow FCF): આ એક એવું કલરિંગ એજન્ટ છે, જેનો ઉપયોગ આ કેટેગરીના ખાદ્યપદાર્થોમાં કરવાની મંજૂરી નથી, તેમ છતાં તે સેમ્પલમાં મળી આવ્યું હતું. FSSAIએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આ કૂકીઝને ‘મિસબ્રાન્ડેડ’, હલકી ગુણવત્તાવાળી અને અસુરક્ષિત જાહેર કરી છે. કંપનીને અસરગ્રસ્ત સમગ્ર બેચ તાત્કાલિક અસરથી બજારમાંથી પાછો ખેંચી લેવાનો કડક નિર્દેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Black Friday Sale 2026: Top 10 Deals on Smartphones, Tablets and Earbuds from Apple, Samsung and More
    Next Article
    આવતીકાલે દેવ દિવાળી:શિવજીએ કર્યો હતો ત્રિપુરાસુરનો વધ, સૂર્યદેવને અર્ઘ્ય આપીને કરો દિવસની શરૂઆત; જાણો 'અક્ષય પુણ્ય'નું ભાથું બાંધવાની રીત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment