Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોસાના ખીરાથી થયેલા બે બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય ઘેરાયું:ડોક્ટરે પોલીસને આપેલી હકીકતથી આવી શકે ટ્વિસ્ટ, FSLએ ઘરમાંથી કપડા, વાસણ અને દવા સહિતની વસ્તુ કબજે કરી

    2 days ago

    અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે બે બાળકીના મોત થયા હતા. આ ઘટના અંગે પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મૃતક બાળકીઓના ઘરમાં ગઈકાલે (7 એપ્રિલ ) FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. એ સાથે જ ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે. આ ઉપરાંત માતા-પિતાના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરે પોલીસને બાળકીના ફીડીંગ અંગે આપેલી હકીકતથી સમગ્ર કેસમાં નવો વળાંક પણ આવી શકે છે. શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ‘અન્ય કોઈને ખીરાથી ફૂડ પોઈઝનિંગ ન થયું’ આ મામલે L ડિવિઝન ACP ડી.વી રાણાએ જણાવ્યું હતું કે, ખીરામાંથી ઢોસા બનાવીને ખાવાના કારણે બે બાળકોના મોતનો આક્ષેપ હતો, જેથી મેજિસ્ટ્રેટની હાજરીમાં ત્રણ મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. આ પરિવાર સિવાય અન્ય જે લોકોએ ખીરું ખરીદી હોય તેમનો સંપર્ક કરી તેમનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. ડેરીમાંથી ખીરૂ ખરીદરનાર અન્ય ગ્રાહકોને ફૂડ પોઈઝિંગ થયું નથી. જેથી વિમલ પ્રજાપતિની બાળકીઓના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે. વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે. બાળકીના ફીડીંગ મુદ્દે ડોક્ટરે શું કહ્યું? વિમલના ઘરે પોલીસ તેમજ FSLની ટીમે તપાસ કરી છે. દુકાનદારના CCTV ફૂટેજમાં બીજા કોઈ ગ્રાહક ફરિયાદ લઈને આવ્યા હતા કે નહી તેનું પણ ચેંકીગ થયુ હતું. ડોક્ટરે પોલીસ સમક્ષ એક હકીકત જણાવી હતી કે, માતાને ફૂડ પોઈઝનિંગની અસર હોય અને બાળકી ફીંડીગ કરતી હોય તો તેને ફુડ પોઈઝનિંગની અસર થતી નથી. પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવે તેવી પણ શક્યતા છે. હાલ FSL રિપોર્ટને 15 દિવસથી વધુનો સમય લાગે તેવી શક્યતાઓ છે.
    Click here to Read More
    Previous Article
    Greece to ban social media for under-15s from 2027, PM says
    Next Article
    ગોધરા: વોર્ડ 9 માંથી પતિ-પત્નીએ ઉમેદવારી નોંધાવી:પૂર્વ સદસ્ય યાકુબ તપેલી અને તેમના પત્ની શરીફાબેન ચૂંટણી જંગમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment