Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં FRCની પ્રથમ બેઠક યોજાઈ:સ્વનિર્ભર કોલેજોની ફીનું ધોરણ નક્કી કરવા ચર્ચા

    19 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠક યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર કોલેજોમાં ફીનું યોગ્ય માળખું નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરીયાએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર કોલેજોની ફીનું ધોરણ નક્કી કરવા માટે FRCની રચના કરવામાં આવી છે. પ્રથમ બેઠકમાં ફીના માળખામાં સુધારા-વધારા કરીને યોગ્ય માળખું નક્કી કરવા તેમજ આ અંગે કોલેજોના સૂચનો ધ્યાને લેવા બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં FRCના સભ્યો તરીકે હાઈકોર્ટના નિવૃત્ત જજ, બેંક ઓફ બરોડાના નિવૃત્ત જનરલ મેનેજર, જીટીયુના નિવૃત્ત કુલપતિ, પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમજ યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ અને પ્રોફેસરનો સમાવેશ થાય છે. કોલેજો દ્વારા કયા પ્રકારની અને કેટલી ફી લેવામાં આવે છે, તેમજ ફીના માળખામાં વધારો કરવાની રજૂઆતો અને માગણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરાયું હતું. કોલેજોની વર્તમાન ફી, તેઓ કેટલી ફી ઈચ્છે છે તેના સૂચનો, વિગતો અને છેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હિસાબો પણ મંગાવવામાં આવ્યા છે. કમિટી કોલેજોના ટ્રસ્ટી મંડળોની રજૂઆતોને ધ્યાનમાં લઈને યોગ્ય વિચારણા કરશે અને નિર્ણય આપશે. યોગ્ય ફી માળખું નક્કી થવાથી સારી કોલેજોનું અસ્તિત્વ જળવાઈ રહે અને અન્ય કોલેજો અંગેની માહિતી પણ મળી શકે. યુનિવર્સિટી દ્વારા અન્ય કોલેજોના ફી સ્ટ્રક્ચર સ્ટેટમેન્ટ મેળવીને તેના પર પણ ચર્ચા થઈ હતી. આગામી શૈક્ષણિક વર્ષ પહેલા આ બાબતે યોગ્ય નિર્ણય લેવાશે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકાધીશ મંદિરમાં છપ્પન ભોગ અર્પણ કરાયા:મંગલા આરતી સમયે ભક્તોએ દર્શનનો લાભ લીધો
    Next Article
    સુરત જિલ્લામાં 22.83 કરોડના વિકાસકામો મંજૂર:નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 742 જનસુવિધાના પ્રોજેક્ટ્સને મળી લીલીઝંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment