Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    FPIs એ ભારતીય બજારમાંથી ફરી પૈસા કાઢ્યા:સપ્ટેમ્બરનાં પહેલાં અઠવાડિયામાં ₹7,443 કરોડના શેર વેચ્યા, કારણ- ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો

    14 hours ago

    સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે FPIsએ ભારતીય શેરબજારમાં વેચવાલીનો માર્ગ અપનાવ્યો છે. વિદેશી રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન ભારતીય ઇક્વિટી બજારમાંથી ₹7,443 કરોડ પાછા ખેંચી લીધા છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજી, અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો અને મજબૂત થતા ડોલરને કારણે વિદેશી રોકાણકારોની જોખમ લેવાની વૃત્તિ ઓછી થઈ છે. આ પહેલા સતત બે મહિના - જુલાઈમાં ₹20,200 કરોડ અને ઓગસ્ટમાં ₹29,600 કરોડ સુધી FPIsએ ભારતીય બજારોમાં ભારે ખરીદી કરી હતી. જુલાઈ અને ઓગસ્ટની ખરીદી પહેલા, માર્ચથી જૂન સુધી સતત ચાર મહિના સુધી વિદેશી રોકાણકારો નેટ સેલર રહ્યા હતા. 2026માં અત્યાર સુધી ₹2.32 લાખ કરોડનો ઉપાડ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDLના ડેટા અનુસાર, સપ્ટેમ્બરમાં થયેલી આ તાજી વેચવાલી પછી વર્ષ 2026માં અત્યાર સુધી ભારતીય શેરોમાંથી FPIsનો કુલ ઉપાડ વધીને ₹2.32 લાખ કરોડ પર પહોંચી ગયો છે. આ આંકડો વર્ષ 2025માં થયેલા કુલ ₹1.66 લાખ કરોડના ઉપાડ કરતાં પણ ઘણો વધારે છે. વેચાણના મુખ્ય કારણો: ક્રૂડ ઓઇલ, યુએસ બોન્ડ અને મોંઘા વેલ્યુએશન NSDLના આંકડા મુજબ, વિદેશી રોકાણકારોએ 4 સપ્ટેમ્બર સુધીમાં ભારતીય શેરોમાંથી ₹7,443 કરોડ પાછા ખેંચ્યા છે. આ વેચાણ પાછળના મુખ્ય કારણોને નિષ્ણાતોએ આ રીતે સમજાવ્યા છે… IPOમાં વિદેશી મૂડીનો વિશ્વાસ અકબંધ સેકન્ડરી માર્કેટમાં વેચવાલી છતાં પ્રાઇમરી બજાર પ્રત્યે વિદેશી રોકાણકારોનો ઝોક મજબૂત છે. રાજકુમાર રાઠીએ જણાવ્યું કે સપ્ટેમ્બરની શરૂઆતમાં જોવા મળ્યું તેમ, આગામી IPOની પાઇપલાઇન વિદેશી મૂડી માટે એક મજબૂત સાધન બની રહેશે. જો કંપનીઓ તેમની પ્રાઇમરી ઓફરિંગ્સની કિંમતો આકર્ષક રાખશે, તો સેકન્ડરી માર્કેટમાં વેચવાલી હોવા છતાં પ્રાઇમરી માર્કેટમાં FPI ઇનફ્લો જળવાઈ રહેશે. ડેટ માર્કેટમાંથી પણ પૈસા ઉપાડ્યા વિદેશી રોકાણકારોએ ઇક્વિટીની સાથે-સાથે ડેટ એટલે કે બોન્ડ માર્કેટમાં પણ વેચવાલી કરી. FPIs એ ફુલી એક્સેસિબલ રૂટ (FAR) દ્વારા ₹377 કરોડ અને વોલન્ટરી રિટેન્શન રૂટ (VRR) દ્વારા ₹231 કરોડ ઉપાડ્યા. જોકે, તેમણે જનરલ રૂટ દ્વારા ₹217 કરોડનું રોકાણ કર્યું. આગળ કેવું રહેશે વલણ? જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારનું માનવું છે કે આવનારા સમયમાં ગ્લોબલ બોન્ડ યીલ્ડ્સ FPI ફ્લોની મુખ્ય દિશા નક્કી કરશે. શું હોય છે FPI, FAR અને VRR?
    Click here to Read More
    Previous Article
    Force Motors देगी ₹50 तो APAR Industries ₹60 का डिविडेंड! अगले हफ्ते कमाई का बड़ा मौका, देखें पूरी लिस्ट
    Next Article
    દેવાના જાળમાં ફસાવાના 5 મોટા સંકેતો:આવકના 50% થી વધુ EMI અને મિનિમમ પેમેન્ટ ખતરનાક; આ રીતે ઓળખો વોર્નિંગ સિગ્નલ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment