Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રામ મંદિર ચઢાવા ચોરીમાં અંતે FIR, 8 નામ; વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ, હજારોનાં મોતની આશંકા, સુરત ડિમોલિશન મામલે હાઈકોર્ટ લાલઘૂમ

    6 days ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર જોઈએ તો અંતે રામ મંદિર ચઢાવા ચોરીમાં દસ દિવસ પછી FIR થઈ છે, જેમાં 8 આરોપીઓના નામ છે. ખાસ વાત એ છે કે સત્તાધિશોની નજીક રહેલા ચંપત રાય સહિતના મોટામાથાંઓને FIRમાંથી બચાવી લેવામાં આવ્યા છે. વિશ્વના સૌથી મોટા સમાચાર એ છે કે વેનેઝુએલા દેશમાં સદીનો સૌથો મોટો ભૂકંપ આવ્યો છે. એવું માનવામાં આવે છે કે 10 હજારથી 1 લાખ લોકોનાં આ ભૂકંપમાં મોત થયાં હશે. કોલકત્તામાં ભારે વરસાદના કારણે તબાહી મચી છે. દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ છે તો ગોવામાં બાગા બિચ પર યુવક તણાઈ ગયો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અમિત શાહ 'નશા મુક્ત ભારત' અભિયાન અંતર્ગત દિલ્હીમાં નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની બેઠક કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. રામ મંદિરના ચઢાવાની ચોરીમાં ટ્રસ્ટે FIR કરાવી:ટિન્નુ યાદવ સહિત 8 ના નામ; મહાસચિવ ચંપત રાય સહિતના મોટા ચહેરાઓને બચાવ્યા રામ મંદિરના ચઢાવાની ચોરીના કેસમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ગુરુવારે FIR નોંધાવી છે. આમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપી બનાવવામાં આવ્યા છે. 3 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહને SITના પ્રારંભિક રિપોર્ટના આધારે કેસ નોંધાવ્યો છે. FIRમાં ચંપત રાય સહિત મોટા પદાધિકારીઓના નામ નથી. આ પહેલા સમાચાર આવ્યા હતા કે ચંપત રાયે રાજીનામું આપી દીધું છે, પરંતુ મંદિર નિર્માણ પ્રભારી ગોપાલ રાવે તેને નકારી કાઢ્યું. ચઢાવા ચોરીની તપાસ માટે 13 જૂને SIT બનાવવામાં આવી હતી. 23 જૂને તેણે પોતાનો પ્રારંભિક રિપોર્ટ સરકારને સોંપ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. વેનેઝુએલામાં 39 સેકન્ડમાં ભૂકંપના 2 મોટા આંચકા:60 સેકન્ડ સુધી શહેર ધ્રૂજતું રહ્યું, અત્યાર સુધીમાં 164નાં મોત, 971 ઘાયલ વેનેઝુએલામાં 39 સેકન્ડમાં બે શક્તિશાળી ભૂકંપથી તબાહી મચી ગઈ છે. દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં બુધવારે સાંજે 6.04 વાગ્યે 7.2 અને 6.05 વાગ્યે 7.5 તીવ્રતાના બે આંચકા આવ્યા. તે સમયે ભારતમાં ગુરુવારે વહેલી સવારે 3.34 અને 3.35 વાગ્યા હતા. લોકોએ જણાવ્યું કે ભૂકંપ પછી 60 સેકન્ડ સુધી શહેર ધ્રૂજતું રહ્યું. 20 આફ્ટરશોક પણ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી AP અનુસાર, અત્યાર સુધીમાં 164 મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે 971 ઘાયલ છે. આ ભૂકંપ એવા દિવસે આવ્યા, જ્યારે આખા દેશમાં રાષ્ટ્રીય રજા હતી. 1821માં સ્પેન વિરુદ્ધ આઝાદીની લડાઈની ઐતિહાસિક જીતની વર્ષગાંઠ પર શાળાઓ અને ઓફિસો બંધ હતી. આ જ કારણે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં હાજર હતા.અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપથી 10 હજારથી વધુ લોકોના મોત થવાની 44% શક્યતા છે. જ્યારે, એક લાખ લોકોના જીવ ગુમાવવાની 30% શક્યતા પણ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કોફી, વાતચીત અને હત્યાનું પ્લાનિંગ...:પુણેના કેફેમાં બેઠેલા સિયા અને ચેતનનો VIDEO, ત્યાં જ ઘડ્યું કાવતરું; સિયા બોલી- લગ્નનો ઇનકાર કર્યો પણ કેતન ન માન્યો પુણે કેતન મર્ડર કેસમાં નવો વીડિયો સામે આવ્યો છે. કેતનની હત્યાના એક દિવસ પહેલા 17 જૂને આરોપી સિયા અને પ્રેમી ચેતન ચૌધરી એક કેફેમાં મળ્યા હતા. ન્યૂઝ એજન્સી IANSએ પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે અહીં જ લોહગઢ કિલ્લા પર કેતનને ખાઈમાં ધક્કો મારવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. બંનેએ તે પોઈન્ટ પણ શોધી લીધો હતો, જ્યાંથી કેતનને ધક્કો મારવાનો હતો. જો કેતન આમાંથી પણ બચી જાત તો 20 જૂન પછી માર્ગ અકસ્માતમાં મારવાનો બેકઅપ પ્લાન તૈયાર હતો. ખરેખર, 31 મેના રોજ સિયા અને મંગેતર કેતન લોહગઢ કિલ્લા પર ગયા હતા. ત્યાં કેતન એક ખતરનાક જગ્યાએ બેઠો હતો. ત્યારે સિયાને તેને મારવાનો વિચાર આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 'લે ફિર આ ગયે' વાનને 40-ફૂટ ઉપર લટકાવી વિસ્ફોટથી ઉડાવી:ઉજ્જૈનમાં મોહરમના જુલુસમાં આતંકી હુમલા જેવું પ્રદર્શન ઉજ્જૈન પાસેના બડનગર ખાતે મોહરમના જુલુસ દરમિયાન એક વાન (ટાટા મેજિક) માં થયેલા વિસ્ફોટનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના 23 જૂનની રાતની હોવાનું કહેવાય છે. બડનગરના અડાન મહોલ્લામાંથી નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં લોકો સામેલ હતા. જુલુસમાં એક વાનને ક્રેનની મદદથી લગભગ 40 ફૂટ ઊંચાઈ પર લટકાવવામાં આવી હતી. વાન પર બે યુવકો ઊભા રહીને લાલ ઝંડા લહેરાવતા રહ્યા. ત્યારબાદ વાનમાં વિસ્ફોટ કરીને તેને ઉડાવી દેવામાં આવી. જે વાનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, તેના પર 'લે ફિર આ ગયે' લખેલું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કોલકત્તામાં ભારે વરસાદથી રસ્તા ડૂબ્યા, ઠેરઠેર ટ્રાફિક જામ:ગોવામાં પથ્થર પર બેઠેલા ટુરિસ્ટને સમુદ્ર લઈ ગયો; દિલ્હી-NCRમાં ભારે વરસાદનું એલર્ટ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગુરુવારે બપોરે ભારે વરસાદ થયો. લગભગ બે કલાકના ભારે વરસાદને કારણે શહેરના ઘણા મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. કોલકાતા અને સોલ્ટ લેકના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે લાંબો ટ્રાફિક જામ થયો. ભારે વરસાદને કારણે તારાતલામાં ધરાશાયી થયેલા ગોડાઉન પર ચાલી રહેલું બચાવ કાર્ય પણ પ્રભાવિત થયું છે. બુધવારે થયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 30 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. નાસીરનગર ડિમોલિશનની સુરત CPએ કેમ ફરિયાદ ન લીધી?: હાઇકોર્ટ: DCP નકુમ અનઑફિશિયલ હાજર રહ્યા હોય તો કોર્ટમાં હાજર થાય, SMC અને ટોરેન્ટ પાવરને પણ વેધક સવાલ સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે 26 અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રાજ્ય, SMC, સુરત પોલીસ કમીશ્નર, SOG ના DCP રાજદીપસિંહ નકુમ, પોલીસ અને SMCના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે, જો SOGના DCP(રાજદીપસિંહ નકુમ) ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. રાજ્ય સરકાર પણ જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે કેટલાક નિર્દેશો પક્ષકારોને આપીને સોમવારે વધુ સુનાવણી રાખી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. મોબાઇલ હેક કરતી APK ફાઇલ બનાવતી ઝારખંડની ગેંગના સાગરીતો ઝડપાયા:ઓછું ભણેલા ભેજાબાજો દેશભરના કોલ સેન્ટરોને ફાઇલો વેચી મહિને રૂ.50 લાખ કમાતા સામાન્ય નાગરિકોના મોબાઇલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી મિનિટોમાં લાખો રૂપિયા સેરવી લેતી વિઘાતક એપીકે (APK) ફાઇલ બનાવનાર અને તેનું દેશવ્યાપી નેટવર્ક ચલાવનાર આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાલુ ટ્રેને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર સહિત કૂલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ માત્ર ધોરણ 5 થી 10 સુધી ભણેલા હોવા છતાં યુટ્યુબ અને ટેલિગ્રામના માધ્યમથી ડેટા હેકિંગ માટેની નકલી એપીકે ફાઇલો બનાવતા શીખ્યા હતા. તેઓ ટેલિગ્રામ પર વિશેષ બોટ તૈયાર કરીને સાયબર ફ્રોડ કરનારી ગેંગ અને કોલ સેન્ટરોને આ એપ્લિકેશનો વેચતા હતા. આ કાળા કારોબાર થકી આરોપીઓ દર મહિને 40થી 50 લાખ રૂપિયાની કમાણી કરતા હોવાનો સ્ફોટક ખુલાસો થયો છે. આરોપીનો ડેમો વીડિયો પણ સામે આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મહારાષ્ટ્રમાં NEET રી-એક્ઝામ આપનાર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી:વીડિયોમાં બોલ્યો- માફ કરજે મા; 42 દિવસમાં 22 વિદ્યાર્થીઓએ જીવ આપ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે કહ્યું- ઈરાની સ્કૂલ પર મિસાઈલ પડવાના પુરાવા નથી:ચારેય બાજુ મિસાઈલો છૂટતી હતી, જવાબદારની ઓળખ મુશ્કેલ; 175નાં જીવ ગયા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : દિલ્હી રેપ-મર્ડર, દાવો- આરોપી નપુંસક નીકળ્યો:રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો; આરોપી બોલ્યો- રેપનો પ્રયાસ કર્યો, કરી શક્યો નહીં પછી મર્ડર કર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ખામેનીના અંતિમ સંસ્કાર માટે PM મોદીને આમંત્રણ:4 જુલાઈથી સમારોહ શરૂ થશે; 2 કરોડ લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હવાઈ મુસાફરી 25% સુધી મોંઘી થઈ શકે છે:મેકિન્ઝીના રિપોર્ટમાં દાવો, મોટાભાગના દેશો રિઝર્વ ભરવામાં વ્યસ્ત; જેનાથી જેટ ફ્યુઅલના ભાવ વધશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વૈભવ સૂર્યવંશીની ડેબ્યૂ સિરીઝની ટાઇમિંગ બદલાયું: ભારત-આયર્લેન્ડ મેચ હવે સાંજે 6 વાગ્યાથી શરૂ થશે, વુમન્સ વર્લ્ડ કપ સાથે ક્લેશ બન્યું કારણ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મૂર્તિ બનાવવાની હતી, પરંતુ શિલ્પકારથી પથ્થર ન તૂટ્યો:એક-બે નિષ્ફળતાઓથી એ નક્કી નથી થતું કે કામ અશક્ય છે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ 11 હજાર વોલ્ટના વાયરો પર સૂઈ ગયો યુવક યુપીના મહારાજગંજમાં નશામાં ચકચૂર એક યુવક 11 હજાર વોલ્ટની હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચઢી ગયો હતો. એટલું જ નહીં, તે થાંભલા પરથી આગળ વધીને સીધો હાઈટેન્શન વાયર પર જઈને સૂઈ ગયો. સદનસીબે તે સમયે વીજ પુરવઠો બંધ હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આશરે 40 મિનિટની ભારે જહેમત બાદ પોલીસે તેને સુરક્ષિત નીચે ઉતાર્યો હતો. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: મુનીરના ખાત્માનો મોસાદનો પ્લાન:સ્વિત્ઝર્લેન્ડમાં આખું ડેલિગેશનને ટાર્ગેટ હતું, છેલ્લી ઘડીએ શું થયું? વિસ્ફોટક દાવાએ પાકિસ્તાન-ઇઝરાયલ વિવાદની આગમાં ફૂંક મારી 2. આજનું એક્સપ્લેનર:શું વેનેઝુએલાના ભૂકંપમાં એક લાખ મૃત્યુ થયા હશે; આખરે શા માટે 'જોડિયા ભૂકંપ' આવ્યો, ધરતીની નીચે શું ચાલી રહ્યું છે 3. એક્સક્લૂસિવ : ખેતર, નદી, જંગલ માર્ગે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી:રૂ.40 હજારમાં ગુજરાતમાં નોકરીની ડીલ, બ્યુટીપાર્લરના નામે દેહવેપાર, વતનમાં કેવી રીતે મોકલે છે કમાણીની રકમ? 4. પૂર્વ ચીફ જસ્ટિસ ભગવતીના પત્ની 100 વર્ષે પણ રિટાયર નથી:રસોઇના શોખને જીવંત રાખ્યો, દિલ્હીવાસીઓને ઢોકળાં, દાળ ઢોકળી, થેપલાંનો ચસકો લગાવ્યો 5. બ્લેકબોર્ડ-બીજાના બાળકો છેતરપિંડીથી મારી કૂખમાં નાખી દીધા:ચહેરો-મહોરો ન મળ્યા તો DNA કરાવ્યું, આખરે ક્યાં ગયા મારા બાળકો 6. મણિપુરમાં ત્રીજી તિરાડ, મૈતેઈ પછી કુકી-નાગા દુશ્મન બન્યા:6 લાશો, 20 હત્યાઓ, 50 ઘરો સળગ્યા; લોકો બોલ્યા- 1992 જેવો ડર પાછો ફર્યો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મેષ અને મકર રાશિનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે; મિથુન, કર્ક, સિંહ સહિત 5 રાશિને કારકિર્દીનો સુવર્ણ દિવસ રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Ecuador Stun Germany To Reach FIFA World Cup 2026 Last 32; Curacao Eliminated
    Next Article
    FIFA World Cup 2026: How Are The Best Third-Placed Teams Decided?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment