Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરે સામે FIR નોંધાઈ:'370ની બિરયાની વસૂલીશ' મામલે કાર્યવાહી; ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરીને માફી માંગી ચૂક્યો છે

    1 week ago

    'બિગ બોસ 19'ના પૂર્વ સ્પર્ધક અને સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરે વિરુદ્ધ પોલીસે FIR નોંધી છે. પ્રણિત વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર પોલીસે આ કાર્યવાહી કરી છે. આ આખો મામલો ગુરુગ્રામમાં થયેલા તેમના એક લાઇવ શો સાથે જોડાયેલો છે, જ્યાં એક 22 વર્ષના છોકરાએ વાતચીત દરમિયાન મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આખો વિવાદ પ્રણિત મોરેના ગુરુગ્રામમાં લાઇવ ક્રાઉડ-વર્ક કોમેડી શો દરમિયાન શરૂ થયો. શોમાં વાતચીત દરમિયાન જાંગડાએ એક ડેટિંગ અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેણે એક મહિલા પર લગભગ ₹360–₹370ની ચિકન બિરયાનીનો ખર્ચ કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે જ્યારે મહિલાએ તેને ઘરે છોડવા કહ્યું, ત્યારે તેને પોતાના ખર્ચની ભરપાઈના રૂપમાં શારીરિક સંબંધની અપેક્ષા હતી. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પ્રણિત મોરેની ઘણી ટીકા થઈ. વિવાદ વધતા કોમેડિયનને જાહેરમાં માફી માંગવી પડી અને તેણે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું છે. જ્યારે વેબ ડેવલપર હિમાંશુ જાંગડાને ગુરુગ્રામ સ્થિત કંપની સ્ટારવિક ડિઝાઇનમાંથી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર વિરોધ બાદ પ્રણિતે માફી માંગી ઇન્સ્ટાગ્રામ અને X સહિતના ઘણા પ્લેટફોર્મ પર લોકોએ જાંગડાની કોમેન્ટની ટીકા કરી. વિરોધ વધ્યા બાદ પ્રણિત મોરેએ જાહેરમાં માફી માંગી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મોરેએ લખ્યું હતું કે તાજેતરમાં વાઇરલ થયેલી ક્લિપને લઈને મળેલી ટીકાઓને હું સ્વીકારું છું. દર્શકના કમેન્ટ્સ મારા વિચારો નથી. મારે તે સમયે સારો જવાબ આપવો જોઈતો હતો. અમે વીડિયો હટાવી દીધો છે. હું માફી માંગુ છું અને ભવિષ્યમાં આવા મામલાઓને વધુ જવાબદારી અને સંવેદનશીલતા સાથે સંભાળીશ. હિમાંશુ જાંગડાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા સ્ટારવિક ડિઝાઇને આ મામલે જાંગડા પર કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. કંપનીના સ્થાપક વિવેક વિશ્વકર્માએ એક વીડિયો નિવેદન જારી કરીને કહ્યું, "છેલ્લા 24 કલાકમાં મને અમારા એક કર્મચારી હિમાંશુ જાંગડાને લઈને સેંકડો મેસેજ, ઈમેલ અને ફોન કોલ આવ્યા છે. તમારા બધાની જેમ મેં પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી વીડિયો ક્લિપ્સ જોઈ છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે તે વીડિયોમાં દર્શાવવામાં આવેલી વાતો વાંધાજનક છે. હું તે વાતો સાથે સહમત નથી. અમારી કંપની પણ આવા વિચારોને સમર્થન આપતી નથી અને અમે નથી ઈચ્છતા કે આવી વાતો યુવાનોને પ્રભાવિત કરે." ઓફિસમાં હિમાંશુ વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી વિવેક વિશ્વકર્માએ જણાવ્યું, "અમે અમારી ટીમ, ખાસ કરીને મહિલા કર્મચારીઓ સાથે પણ વાત કરી. ઓફિસમાં હિમાંશુના વર્તનનું રિવ્યુ કર્યું અને ઘણા જરૂરી પ્રશ્નો પૂછ્યા, પરંતુ રસપ્રદ વાત એ રહી કે અમને તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી. ટીમના લોકોએ તેને પ્રોફેશનલ, સન્માનજનક, મહેનતુ અને સારા વર્તનવાળો કર્મચારી ગણાવ્યો." તેણે આગળ કહ્યું, "પરંતુ વર્કપ્લેસની બહાર બનેલી આ ઘટનાની અસર હવે વર્કપ્લેસ પર પણ પડી રહી છે. કંપની, કર્મચારીઓ, ગ્રાહકો અને અહીંના વાતાવરણ પ્રત્યે મારી જવાબદારી છે. તેથી અમે હિમાંશુથી અલગ થવાનો નિર્ણય કર્યો છે." વિવેક વિશ્વકર્માએ એમ પણ કહ્યું કે ભૂલોના પરિણામો હોય છે, પરંતુ સમય જતાં યુવા ડેવલપર્સને શીખવા, પોતાને સમજવા અને આગળ વધવાની તક આપવી જોઈએ. -------------------------------- આ સમાચાર પણ વાંચો Gen-Zની 'ગંદી' માનસિકતા!:કોમેડી શૉમાં છોકરા-છોકરીએ વિચારોનો ઉકરડો ઉબક્યો, '370ની બિરયાની'ની સામે સેક્સ ને શબના પ્રાઇવેટ પાર્ટની કોમેન્ટ લજવી મુકશે સોશિયલ મીડિયાના આજના યુગમાં કન્ટેન્ટ વાઇરલ કરવાની લ્હાયમાં ક્યારેક કલાકારો અને સામાન્ય લોકો મર્યાદાની તમામ લીટીઓ ઓળંગી જતા હોય છે. તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડી શોના બે વીડિયોએ ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચાવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    ગુરુની શિષ્યને શીખ:જીવનમાં મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પોતાને તે લક્ષ્યને લાયક બનાવવા જોઈએ, ત્યારે જ સફળતા મળી શકે
    Next Article
    'તમે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયા છો':18 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ના રાખીને વડોદરાના સિનિયર સિટીઝન સાથે 1.47 કરોડ રૂપિયાની ઠગાઈ, CBI, IPS અધિકારી અમે જજ બનીને ગઠિયાઓએ ફસાવ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment