Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    FIFA ફૂટબોલ વર્લ્ડ કપમાં આજે બે મેચ રમાશે:કેનેડા અને બોસ્નિયા પહેલીવાર આમને-સામને; 96 વર્ષ પછી વર્લ્ડ કપમાં અમેરિકા અને પેરાગ્વેની ટક્કર

    11 hours ago

    FIFA વર્લ્ડ કપ 2026ના બીજા દિવસે 2 મેચ રમાશે. દિવસની પહેલી મેચ સહ-યજમાન કેનેડા અને બોસ્નિયા-હર્ઝેગોવિના વચ્ચે રમાશે. આ મેચ ટોરોન્ટો સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 12:30 વાગ્યે શરૂ થશે. જ્યારે, બીજી મેચ સહ-યજમાન અમેરિકા અને પેરાગ્વે વચ્ચે લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સવારે 6:30 વાગ્યે શરૂ થશે. મેચ-3: કેનેડા અને બોસ્નિયા પહેલીવાર આમને-સામને ગ્રુપ-Bમાં સામેલ કેનેડા અને બોસ્નિયા-હર્ઝેગોવિના વચ્ચે આ ફૂટબોલ ઇતિહાસની પ્રથમ ટક્કર હશે. સહ-યજમાન કેનેડાને પોતાના હોમ ફેન્સ સામે સ્ટાર ડિફેન્ડર અલ્ફોન્સો ડેવિસ અને ફોરવર્ડ જોનાથન ડેવિડ પાસેથી ધમાકેદાર પ્રદર્શનની અપેક્ષા હશે. જ્યારે, બોસ્નિયાની ટીમ પોતાના કેપ્ટન અને દિગ્ગજ સ્ટ્રાઈકર એડિન ઝેકોના અનુભવના દમ પર ઉલટફેર કરવાના ઇરાદાથી મેદાન પર ઉતરશે. ફિફા રેન્કિંગની વાત કરીએ તો કેનેડા દુનિયાની 30મા નંબરની ટીમ છે, જ્યારે બોસ્નિયા-હર્ઝેગોવિનાની ટીમ રેન્કિંગમાં 64મા સ્થાને છે. બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11: કેનેડા: ક્રેપેઉ, જ્હોનસ્ટન, બોમ્બિટો, કોર્નેલિયસ, ડેવિસ, લારેયા, ઇસ્ટાક્વિયો, કોન, મિલર, ડેવિડ, લારિન. બોસ્નિયા-હર્ઝેગોવિના: વાસિલ, અહમદહોડઝિક, કાતિચ, રાડેલિચ, ગાઝિબેગોવિચ, હજરાડિનોવિચ, હુસેનબાસિચ, તાહિરોવિચ, કોલાસિનાક, ડેમિરોવિચ, ઝેકો. મેચ-4: 96 વર્ષ પછી અમેરિકા અને પેરાગ્વે વર્લ્ડ કપમાં ટકરાશે ગ્રુપ-Dમાં સામેલ અમેરિકા અને પેરાગ્વે વચ્ચે કુલ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં અમેરિકાનું પલડું ભારે છે. અમેરિકાએ 4 મેચમાં જીત નોંધાવી છે, જ્યારે પેરાગ્વેને 2 મેચમાં સફળતા મળી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. FIFA વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમ પૂરા 96 વર્ષ પછી આમને-સામને હશે. આ પહેલા બંનેની ટક્કર વર્ષ 1930ના પહેલા વર્લ્ડ કપમાં થઈ હતી, જ્યાં અમેરિકાએ પરાગ્વેને 3-0થી હરાવ્યું હતું. અમેરિકાની નજર તેના સ્ટાર વિંગર ક્રિસ્ટિયન પુલિસિક અને મિડફિલ્ડર વેસ્ટન મેકેની પર ટકેલી હશે. બીજી તરફ, પરાગ્વે તેના શક્તિશાળી મિડફિલ્ડર મિગુએલ અલ્મિરોનના દમ પર અમેરિકી ડિફેન્સને ભેદવાનો પ્રયાસ કરશે. વર્લ્ડ રેન્કિંગમાં અમેરિકા 17મા સ્થાને છે, જ્યારે પરાગ્વે 41મા સ્થાને છે. બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-11: અમેરિકા: ફ્રીઝ, ફ્રીમેન, મેકેન્ઝી, રીમ, રોબિન્સન, મેકેની, એડમ્સ, ડેસ્ટ, ટિલમેન, પુલિસિક, બાલોગુન. પેરાગ્વે: ફર્નાન્ડિઝ, કાસેરેસ, જી. ગોમેઝ, અલ્ડરેટે, અલોન્સો, કુબાસ, ડી. ગોમેઝ, અલ્મિરોન, બોબાડિલા, સોસા, સનાબ્રિયા.
    Click here to Read More
    Previous Article
    કેન વિલિયમસને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:ન્યૂઝીલેન્ડને WTC ટાઇટલ જીતાડ્યું, દેશ માટે સૌથી વધુ 48 સદી ફટકારી
    Next Article
    5 મહિનામાં પ્રથમ વખત 4%ની નજીક પહોંચી મોંઘવારી:મે મહિનામાં વધીને 3.93% થઈ, ખાદ્યપદાર્થો અને પરિવહન મોંઘા થવાથી દબાણ વધ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment