Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક ફેક ન્યૂઝ અને દુનિયા યુદ્ધની અણી પર!:એલોન મસ્કે કરી સરકારોની ઊંઘ હરામ, શું ઈન્સ્ટા-FB થશે બંધ? મોદીએ મંત્રીઓને કામે લગાવ્યા

    7 hours ago

    તમે હાથમાં જે ફોન પકડીને આ આર્ટિકલ વાંચી રહ્યા છો તેને લોકોને એકબીજા સાથે જોડવા માટે લાવવામાં આવ્યો હતો. પણ કમનસીબે... જેને આપણે કન્ટ્રોલ કરવાનો હતો તે હવે આપણને જ કન્ટ્રોલ કરી રહ્યો છે. આ જ મોબાઈલથી થોડા કલાકો પહેલા તમે કોઈ સોશિયલ મીડિયા એપ્લિકેશન ખોલી હશે કે રીલ કે સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ હશે. શું તમે એ તમારી ઈચ્છા હતી એટલા માટે જોઈ કે કોઈ કંપનીએ તમને એ એપ્લિકેશનની કે સોશિયલ મીડિયાની લત લગાડી દીધી છે એટલે જોઈ હતી? હવે તમને આ વાંચીને જે ટેન્શન થઈ થવા લાગ્યું છે આજે આપણે તે સોશિયલ મીડિયાની જ વાત કરવી છે જે જાણીને તમને એવું થવા લાગશે કે આવી રીતે તો મેં ક્યારેય સોશિયલ મીડિયા વિશે વિચાર્યું જ ન હતું. નમસ્કાર... આજે વાત એ સોશિયલ મીડિયાના માયાઝાળની જેણે આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. સમાચારો તો એવા પણ સામે આવ્યા છે કે ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક બંધ થઈ જાય એવી નોબત આવી શકે છે. આ લેવલે વાત એટલા માટે પહોંચી ગઈ કારણ કે સોશિયલ મીડિયા આજે સત્તા, નફો અને યુદ્ધનું એક અદ્રશ્ય મેદાન બની ગયું છે. છેલ્લા અઠવાડિયાના ત્રણ ભયાનક સમાચાર જોઈએ તો તેના સેન્ટરમાં એક જ વાત સામે આવી રહી છે.... આપણા મગજનું કન્ટ્રોલ બટન સોશિયલ મીડિયા કંપનીઓને જોઈએ છે. માર્ક ઝકરબર્ગ પાછળ પડ્યું અમેરિકા જેનો પહેલો અને સૌથી મોટો ભૂકંપ આવ્યો છે અમેરિકામાં. વાત એવી છે કે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝકરબર્ગની કંપની મેટા પર અમેરિકાના જ 50માંથી 29 રાજ્યોએ એકસાથે મેટા પર કેસ ઠોકી દીધો છે. તેમનો આક્ષેપ છે કે આ કંપનીઓએ જાણી જોઈને એવી સિસ્ટમ અને પ્રોડક્ટ બનાવી છે જે બાળકોને મોબાઈલના નશેડી કે મોબાઈલ વ્યસની બનાવે છે. વાત ડેટા ચોરીની નથી, વાત આપણા બાળકોના મગજના હેલ્થની છે. જેને જાણી જોઈને બગાડીને ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ અબજો ડોલરનો નફો કમાવી રહી છે. હવે અમુક ચોંકાવનારા આંકડા પણ જાણી લો ઈલોન મસ્કે કર્યો મોટો ધડાકો અહીં એક બાજુ નફાખોરી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ એક્સના માલિક ઈલોન મસ્કે નવો ધડાકો કર્યો છે. અત્યાર સુધી દુનિયાભરની સરકારો પાછલા બારણેથી ચૂપચાપ પોતાના વિરોધીઓનો અવાજ પોસ્ટ ડિલિટ કરાવીને દબાવી દેતી હતી. પણ મસ્કે કહી દીધું છે કે જો કોઈ સરકાર પોસ્ટ હટાવવાનું કહેશે તો અમે એટલે કે એક્સ ખુલ્લે આમ લેબલ લગાવી દઈશું કે આ પોસ્ટ કઈ સરકારે હટાવડાવી છે. એટલે કે પડદા પાછળ ચાલતી સરકારની દાદાગીરી હવે લોકો સામે ઉઘાડી પડી જશે. ફેક ન્યૂઝે દુનિયા ગાંડી કરી ને આ બધા વચ્ચે ત્રીજી ઘટનાએ તો એવી હદ વટાવી કે મહાયુદ્ધ થતાં-થતાં રહી ગયું. આપણે બધા જાણીએ છીએ કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ જેવો માહોલ છે. એવામાં ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ ખુદ એઆઈથી બનેલા એક ફેક ન્યૂઝનો શીકાર બની ગયા. ભારતમાં એક ફેક પોસ્ટ થઈ કે ઈરાનના IRGCના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અહમદ વહિદીએ કહ્યું છે કે, “અમેરિકા અને ઈઝરાયેલ પાસે પરમાણુ હથિયાર છે ત્યાં સુધી ઈરાન પણ પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ છોડશે નહીં.” આ વાત ભારતથી ઈઝરાયલ પહોંચી, ત્યાંથી ઈરાન અને ત્યાંથી અમેરિકા. જો કે ઈરાની વિદેશ મંત્રાલયે કહ્યું કે આવું કંઈ થયું જ નથી અને પાછલા બારણેથી આ પોસ્ટ હટાવી લેવામાં આવી. આ ત્રણેય સમાચારનો મતલબ એ છે કે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ સીધી રીતે આપણી લાઈફ સાથે એ હદે જોડાઈ ગઈ છે કે તે આપણને અને આપણા નિર્ણયોને કન્ટ્રોલ કરવા લાગી છે. પણ મોટો સવાલ એ થાય કે આ કંપનીઓ હકિકતમાં કરે છે શું કે આપણે તેના લતી બની જઈએ છીએ? શું ઈન્સ્ટા કે ફેસબૂક મેટા પરના કેસને કારણે બંધ તો નહીં થઈ જાય ને? પણ આ કંપનીઓ કરે છે શું કે ખુદ અમેરિકાના રાજ્યો જ તેમની સામે હાથ ધોઈને પડી ગયા છે? ચાલો તે પણ જાણી લઈએ... સોશિયલ મીડિયાની ખતરનાક આડઅસર અમેરિકાના સૌથી મોટા હેલ્થ ઓફિસર એટલે કે સર્જન જનરલ ડોક્ટર વિવેક મૂર્તિનું કહેવું છે કે, 95 ટકા કિશોરો સોશિયલ મીડિયા વાપરે છે, અને જે બાળકો દિવસમાં 3 કલાકથી વધુ અહીં વિતાવે છે તેનામાં ડિપ્રેશન અને ચિંતાનું જોખમ બેગણું થઈ જાય છે. સોશિયલ સાયકોલોજિસ્ટ જોનાથન હાઈડ્ટે તો એવું પણ કહી દીધું કે 2010થી 2015 વચ્ચે સ્માર્ટફોને બાળકો પાસેથી બહારના ખેલની રકમ જ છોડી દીધી છે, એ લોકો એક રૂમ પૂરતા સિમિત થી ગયા છે. તો આપણે બાળકોને ફોન મૂકાવી પણ શકીએને? તો વાંધો અહીં જ છે કે મોટી ટેક જાયન્ટ્સ કંપનીઓ બાળકોને ફોન મૂકવા દેતી જ નથી. આ કંપનીઓ બ્લેક બોક્સ થીયરી પર કામ કરે છે. ઓટો પ્લે વીડિયો, ક્યારેય ન ખૂટે એવું ઈન્ફાઈનાઈટ સ્ક્રોલિંગ આપણા મગજમાં એટલું ડોપામાઈન નામનું મજા આવી જાય એવું કેમિકલ ભરી દે છે કે એ નશો જુગાર કે દારુથી પણ અઘરો બની જાય છે. આ જ મામલે કોર્ટમાં કંપનીઓની પોલ ખોલતા મેટાના જૂના ડિરેક્ટર આર્ટુરો બેજરે કહ્યું હતું કે, "મેટા પાસે ફેક એકાઉન્ટ પકડવાની વિશ્વની બેસ્ટ ટેકનોલોજી છે, છતાં તેઓ 13 વર્ષથી નાના બાળકોને પ્લેટફોર્મ પરથી હટાવવા કોઈ પ્રયાસ નથી કરતા. કંપનીની માને છે ડોન્ટ આસ્ક, ડોન્ટ ટેલ એટલે કોઈ પૂછે નહીં તો કહેવું પણ નહીં. " કેમ? કારણ કે બાળકોને કાઢી મૂકે તો પ્લેટફોર્મનો નફો અને એન્ગેજમેન્ટ ઘટી જાય. આ જ બધુ અમેરિકાથી સહન ન થયું. એટલા માટે જ 29 રાજ્યોએ મેટા પર મસમોટો દંડ ફટકારી દીધો છે. હવે બાળકોથી આપણી એટલે કે એડલ્ટની વાત કરીએ. એ લોકો નફાનો શિકાર છે તો આપણે સેન્સરશીપ અને પ્રોપોગેન્ડાનો શિકાર છીએ. સરકાર કેવી રીતે અવાજ દબાવે છે? જ્યારે ભારતમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોએ આંદોલન કર્યું હતું ત્યારે સરકારે અનેક સોશિયલ મીડિયા પરથી પોતાને ગમે નહીં અને પોતાના સપોર્ટમાં ન હોય એવી વાતો હટાવી દેવા કંપનીઓને દબાણ કર્યું હતું. કંપનીઓને આ નહોતું ગમ્યું કે લોકોની અભિવ્યક્તિનું ઉલ્લંઘન થાય પણ મજબૂરીમાં તેમણે ત્યારે સરકારની વાત માની લીધી હતી. કેટલાય લોકોની પોસ્ટ હટાવી લેવાય અને આપણને ખબર પણ ન પડી. ત્યારે આ આદેશો કંપનીઓને ભારત સરકારના સહયોગ પોર્ટલથી અપાયા હતા, દંડથી બચવા કંપનીઓએ આદેશો માની પણ લીધા હતા. સરકારે 5 મહિનામાં અઢી લાખ પોસ્ટ હટાવડાવી છેલ્લા પાંચ મહિનામાં મોદી સરકારે અઢી લાખ જેટલા ફોટો, વીડિયો, પોસ્ટ વગેરે સોશિયલ મીડિયા પરથી હટાવ્યા છે. પણ હવે એક્સ પર મસ્કની નવી લેબલિંગ પોલિસી લાગુ થવાની છે જે સીધો ડેટા પબ્લિક સામે આપશે કે સરકારે શું હટાવડાવ્યું છે. હવે સોશિયલ મીડિયા કેટલું ખતરનાક છે એ એક ફેક ન્યૂઝથી સમજી લઈએ, કારણ કે થોડા દિવસો પહેલા જ ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ આના ઝપેટે ચઢી ગયા હતા. વાત કંઈક એવી છે કે 5 ઓગસ્ટના એક નામ વગરના એક્સ એકાઉન્ટે ઈરાનના કમાન્ડરના એક ફેક નિવેદન સાથે એઆઈથી બનાવેલો પરમાણુ બોમ્બ વિસ્ફોટનો ફોટો મૂકયો હતો. ખાલી બે જ કલાકમાં આ પોસ્ટનું ભાષાંતર થયું અને એ પોસ્ટ વાયરલ થઈ ગઈ. લખવામાં આવ્યું હતું કે ઈરાનના IRGCના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અહમદ વહિદીએ કહ્યું છે કે, “અમેરિકા અને ઈઝરાયેલ પાસે પરમાણુ હથિયાર છે ત્યાં સુધી ઈરાન પણ પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ છોડશે નહીં.” આ કન્ટેન્ટ ફરતું-ફરતું ઈઝરાયલ પહોંચ્યું અને ત્યાં ચેનલ 14 નામની ન્યૂઝ એજન્સીએ તેને બ્રેકિંગ ન્યૂઝ બનાવી દીધા, ત્યાંથી પોસ્ટ નેતન્યાહુના દીકરા સુધી પહોંચી અને થોડા જ સમયમાં ખુદ પ્રધાનમંત્રી નેતન્યાહુએ દેશનાનામે રાષ્ટ્રજોગ સંબોધન પણ કરી દીધું. આ પોસ્ટને પોતાના હથિયાર તરીકે વાપર્યા પછી વાત પહોંચી અમેરિકાના રીક સ્કોટ જેવા સેનેટર્સ અને મીડિયા સુધી.જેણે પણ આ વાત સાચી માની લીધી. વિચાર કરો જ્યાં આખી દુનિયાની જાસૂસી કરતી મોસાદ જેવી સ્પાય એજન્સી છે ત્યાં ખુદ પ્રધાનમંત્રી લેવલના નેતાઓ વેરિફાય કર્યા વગર ટ્વીટને સાચી માની લે છે તો આપણા જેવા સામાન્ય માણસની શું વિસાત? જો કે ભારત સરકાર આના માટે નવો કાયદો લાવવાનો વિચાર કરી રહી છે. હવે આપણે જેટલી પણ વાત કરી તેનાથી એક સ્ટેપ ઉપર લઈ જઈએ અને સોશિયલ મીડિયા કેવી રીતે રાજકારણથી જોડાયેલું છે તે બિગર કેનવાસથી સમજીએ.... આપણે જાણીએ છીએ કે થોડા વર્ષો પહેલા દુનિયાની પાર્ટી ફેસબૂક અને વોટ્સએપ પર ચૂંટણી જીતતી હતી. પણ આજે યુદ્ધનું મેદાન બદલાઈ ગયું છે. જે છે... જેનઝી અને ઈન્સ્ટાગ્રામ. તમને ખ્યાલ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણા થોડા દિવસો પહેલા મંત્રીઓને કહ્યું હતું કે જાઓ અને ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ થાવ, યુવાનો સાથે જોડાવા માટે રીલ્સ બનાવો. તમને થશે કે આ શું વાત થઈ ભાઈ? એનાથી શું થઈ જશે? પ્રધાનમંત્રીએ પણ જેનઝી સાથે કનેક્ટ થવા માટે સેલ્ફી સ્ટાઈલમાં વીડિયો બનાવ્યા હતા પણ એનાથી શું બદલાવ આવ્યો? તો જવાબ છે બદલાવ આવે છે અને તેમાં સમય લાગે છે. અને આ બધા ધાંધિયા કરવા સમયની માગ છે અને રાજકીય મજબૂરી પણ. એવું એટલા માટે કારણ કે હમણાં જ નીટ પેપર લીક થયું ત્યારે જેનઝી પેઢીએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને તેના પડઘા છેક દિલ્લી સુધી પડ્યા. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું શુધ્ધા આપવું પડ્યું. મોદી બરોબર સમજે છે કે જો સોશિયલ મીડિયા સરકારો બનાવી શકે છે તો સરકારો પાડી પણ શકે છે. આ હદે વાત પહોંચે તે પહેલા જ અમુક પગલા લેવામાં આવ્યા છે તે જાણવા પણ જરૂરી છે. તેમણે યુવાનોના ગુસ્સાને શાંત પાડવા માટે વન ડે, વન યુનિવર્સિટી નામનું કેમ્પેન ચલાવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રીઓ સીદા વિદ્યાર્થીઓ સાથે જોડાશે. મનસુખ માંડવિયા અને પ્રહલાદ જોશી બધા પર ધ્યાન રાખશે કે કોણ ક્યાં ક્યારે અને કેટલીવાર જેનઝીને મળ્યું. આ બધુ લોકોની સેવા કરવા માટે નહીં પણ પોતાની સરકાર બચાવવા માટે થઈ રહ્યું છે, બાકી થોડું પણ મોડું થાય તો 2029 પહેલા મામલો સંભાળી લેવામાં આવે. ઠીક સામેની બાજુ રાહુલ ગાંધી પણ આ વાતને બરોબર સમજે છે. તે પણ હમણાં-હમણાં છાત્રો કી ગુંજ નામનું એક કેમ્પેન ચાલુ કર્યું છે. જેમાં તે પણ યુવા વિદ્યાર્થીઓને જઈને સીધા મળી રહ્યા છે અને કનેક્શન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કહેવાનો મતલબ એ છે કે રાજકીય પક્ષો હવે ખાલી મેદાનોમાં જ નહીં પણ ઈન્સ્ટાગ્રામના એલ્ગોરિધમમાં પણ ઈન્ડાયરેક્ટ રીતે ચૂંટણી લડી રહ્યા છે. આ બધા સમાચારના ડોટ્સ કનેક્ટ કરીએ તો સમજાય કે બધી જ ઘટનાઓ એક જ બાજુ ઈશારો કરે છે કે, આપણે બધા એક મોટા ડિજિટલ કુરુક્ષેત્રમાં ઊભા છીએ. અને છેલ્લે… આપણે હમણા જે વન ડે, વન યુનિવર્સિટીની વાત કરી તે પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લાગુ નથી પડતી છતાં પણ તે જેનઝી સાથે જોવા મળ્યા છે. તે દિલ્લી યુનિવર્સિટીથી લઈને ઓડિશાની જીએમ યુનિવર્સિટી સુધીની મુલાકાતો લઈને યુવાનો સાથે વાતચીત કરી ચૂક્યા છે. આ એ જ ધર્મેન્દ્ર પ્રધાન છે જેમની પેપર લીક અને સીજેપીના આંદોલનના કારણે મંત્રીપદની ખુરશી ગઈ હતી. ત્યારે સવાલો એવા પણ ઉઠી રહ્યા છે કે શું પ્રધાન ફરી કમબેક કરશે? કે પ્રધાનમંત્રીના નવા મંત્રી મંડળમાં યુવા મંત્રીઓનો ભાર વધશે ખરાં? સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    चीनी महंगी क्यों? Ethanol और E20 का किसान पर क्या असर? | Sugar Price Hike | Ground Report
    Next Article
    CBI કોર્ટે ત્રણ વર્ષ કેદની સજા ફટકારી:ઈન્કમ ટેક્સ ઓફિસર એક ટ્રસ્ટને કર મુક્તિના પ્રમાણપત્ર આપવા 10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment