Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશમાં બની રહ્યું છે છઠ્ઠી પેઢીનું ફાઇટર જેટ:આ અમેરિકન F-35 કરતાં પણ વધુ સારું; પ્રથમ ઉડાન 2030 સુધીમાં શક્ય; આવું કરનાર ભારત છઠ્ઠો દેશ

    6 hours ago

    ભારતમાં છઠ્ઠી પેઢીનું ફાઇટર જેટ બનાવવામાં આવી રહ્યું છે. તેની પ્રથમ ઉડાન 2030 સુધીમાં શક્ય છે. ટેક્નોલોજી અને યુદ્ધ લડવાની પદ્ધતિઓના આધારે ફાઇટર જેટ્સને અલગ-અલગ પેઢીઓમાં વહેંચવામાં આવ્યા છે. હાલમાં દેશનો સત્તાવાર સ્વદેશી સ્ટેલ્થ ફાઇટર કાર્યક્રમ પાંચમી પેઢીનું એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ છે. છઠ્ઠી પેઢીનું ફાઇટર જેટ ખાનગી ક્ષેત્રમાં બનાવવામાં આવી રહ્યું છે. ડિફેન્સ કંપની રેફી એમફાઇબર તેને તૈયાર કરી રહી છે. સોમવારે નેશનલ સિક્યુરિટી સમિટમાં વાયુસેનાના અધિકારીઓની હાજરીમાં કંપનીના અધ્યક્ષ વિકાસ મિશ્રાએ દેશને છઠ્ઠી પેઢીનું લડાકુ વિમાન આપવાની જાહેરાત કરી. કંપનીના સૂત્રએ જણાવ્યું કે વિમાન છઠ્ઠી પેઢીના તમામ માપદંડો પર ખરુ ઉતરે છે. અનેક બાબતોમાં તે અમેરિકાના એફ-35 લડાકુ વિમાનના માપદંડોથી પણ આગળ છે. 12 દેશોના એન્જિનિયરો સાથે મળીને કામ કરી રહ્યા છે આ ફાઇટર જેટ બનાવતી વખતે વાયુસેનાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર તેની સાથે 12 દેશોના વિમાન એન્જિનિયરો જોડાયેલા છે. દાવો છે કે તેણે દુનિયામાં સૌથી વધુ પેટન્ટ દાખલ કર્યા છે. એરક્રાફ્ટ ડિઝાઇન અને નિર્માણ માટે 10 કરોડ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે. ડ્રોન ક્ષેત્રમાં નિપુણતા ધરાવતી કંપનીએ દિલ્હી-એનસીઆરમાં 7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પોતાની સુવિધા પણ તૈયાર કરી છે. સમુદ્રના અવાજો સાંભળીને સેટેલાઇટ દ્વારા સંકેત મોકલશે DRDOનું યંત્ર હિંદ મહાસાગરમાં ચીની સબમરીનોની હાજરી અને પાકિસ્તાનની વધતી ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારત દરિયાઈ દેખરેખ મજબૂત કરી રહ્યું છે. DRDOએ ‘વરુણ ધ્વનિ-01’ બનાવ્યું છે, જે સમુદ્રની અંદરના અવાજો નોંધશે અને જીસેટ ઉપગ્રહ દ્વારા સંરક્ષણ પ્રયોગશાળાને મોકલશે. કોચીની નૌકાદળ પ્રયોગશાળાએ આ યંત્ર બનાવ્યું છે. તેને દક્ષિણ-પૂર્વીય અરબી સમુદ્રમાં તહેનાત કરવામાં આવશે. 5મી પેઢીના ફાઇટર માટે ટૂંક સમયમાં ખાનગી ભાગીદારની પસંદગી કરાશે રક્ષા મંત્રાલય પાંચમી પેઢીના એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ)ના વિકાસ માટે 3 ઔદ્યોગિક જોડાણોમાંથી એકની પસંદગી આ જ મહિને કરશે. તેમાં એલએન્ડટી, ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના જોડાણો સામેલ છે. પસંદ કરાયેલું જોડાણ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરશે.
    Click here to Read More
    Previous Article
    15 साल की हुईं ऐश्वर्या बच्चन की बेटी आराध्या, अमिताभ बच्चन ने पोती के जन्मदिन पर की खुशहाल जीवन के लिए की दुआ
    Next Article
    MP-UP અને રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં ધુમ્મસ:બદ્રીનાથમાં નદી કિનારે પાણી ભરાયું; આંધ્ર પ્રદેશમાં 3 અઠવાડિયામાં ત્રીજા ચક્રવાતી તોફાનનું જોખમ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment