Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકી F-16 જેટને ટાર્ગેટ કર્યું હોવાનો ઈરાનનો દાવો:UAE પર 20 બેલિસ્ટિક મિસાઈલથી હુમલો; ઈરાનમાં 93 હજાર રહેણાંક વિસ્તારોને નુકસાન

    9 hours ago

    ઈરાને શનિવારે દાવો કર્યો છે કે તેમણે એક અમેરિકી F-16 ફાઇટર જેટને નિશાન બનાવ્યું છે. આ ઘટના ફાર્સ પ્રાંત નજીક બની હોવાનું કહેવાય છે, જોકે, આ દાવાની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી અને અમેરિકા તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઈરાને ગઈકાલે UAE પર 20 બેલિસ્ટિક મિસાઈલ અને 37 ડ્રોનથી હુમલો કર્યો. UAEના સંરક્ષણ મંત્રાલય અનુસાર, તમામ હુમલાઓને એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ રોકી દીધા, જેનાથી મોટું નુકસાન ટળી ગયું. આ દરમિયાન ઈરાને એવો પણ દાવો કર્યો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધી તેના દેશમાં 93 હજારથી વધુ ઘર અને અન્ય નાગરિક ઠેકાણાં ક્ષતિગ્રસ્ત થયા છે. આ માહિતી ઈરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ આપી છે. રિપોર્ટ અનુસાર, તેમાં હજારો ઘરો, દુકાનો, શાળાઓ અને હોસ્પિટલોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં આવતીકાલે 3 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પાકિસ્તાનમાં આવતીકાલે તુર્કીયે, ઇજિપ્ત અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે. અહીં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ મળશે. ઇસ્લામાબાદમાં યોજાનારી આ બેઠકમાં મિડલ ઇસ્ટની પરિસ્થિતિ પર ચર્ચા થશે. પાકિસ્તાનમાં શા માટે મીટિંગ યોજાઈ રહી છે… પાકિસ્તાનના ઈરાન અને સાઉદી અરબ બંને સાથે સારા સંબંધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેથી પાકિસ્તાનને વિદેશ મંત્રીઓની બેઠક માટે વધુ સારી જગ્યા માનવામાં આવી રહી છે. આ બેઠક પહેલા તુર્કીયેમાં યોજાવાની હતી, પરંતુ બાદમાં તેને પાકિસ્તાનમાં ખસેડવામાં આવી. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધથી સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Translocated Bandhavgarh tigress poisoned and buried in MP’s Chhindwara; five arrested for retaliatory killing
    Next Article
    Great Indian Bustard Chick Born In Kutch After 10 Years

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment