Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ચૂંટણીને લઈ EVM ની ચકાસણી કરાઈ:EVM માં બેટરી, કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ તપાસી સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં રખાયા

    2 days ago

    રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના હવે 4 દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના કોમ્યુનિટી હોલમાં વોર્ડ નંબર 16,17 અને 18 ના 210 જેટલા EVM તપાસવામાં આવ્યા હતા. જે દરમિયાન ઇવીએમમાં બેટરી, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ પશ્ચિમના મામલતદાર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેરના આનંદ નગર ખાતે આવેલા રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે EVM નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ બાદ તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. અહીં ત્રણ ઝોન માટે 210 EVM નું ચેકિંગ અહીં કરવામાં આવી રહ્યું છે. 30 જેટલા કર્મચારીઓ આ ચેકિંગની કામગીરીમાં જોડાયેલા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇવીએમમાં બેટરી યોગ્ય રીતે ચાલે છે કે કેમ, કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એક પણ ઇવીએમમાં ખામી જોવા મળી નથી. આજે અહીં વોર્ડ નંબર 16,17 અને 18 ના EVM ની ચકાસણી થઈ રહી છે. જેમાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડતા ઉમેદવારોના સ્પીકર યોગ્ય રીતે ચોટાડેલા છે કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગેસ્ટ હાઉસના બેડ પર 500-500ના બંડલનો ઢગલો કર્યો, VIDEO:બે યુવકને વિદેશ મોકલવાના બહાને દિલ્હી બોલાવ્યાં; મહેસાણામાં પિતાને પિસ્તોલ બતાવી કબૂતરબાજો 64 લાખ લૂંટી ફરાર
    Next Article
    કાળમુખી કારનો કહેર, શેરડીનો રસ પીતા બેને ફંગોળ્યા:ઓવરટેકની લ્હાયમાં બે નિર્દોષના જીવ ગયા, ચાલક ફરાર; કાલાવડ હાઈવે પર અકસ્માતના CCTV સામે આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment