Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણામો પૂર્વે સુરતમાં સ્ટ્રોંગ રૂમમાં ‘શંકાસ્પદ’ હિલચાલથી વિવાદ:કોંગ્રેસે EVM સાથે ચેડાંની ચૂંટણી પંચમાં કરી ફરિયાદ, શંકાસ્પદ વસ્તુઓ અંદર ગઈ હોવાનો દાવો

    11 hours ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પરિણામો પર ટકેલી છે, પરંતુ તે પૂર્વે જ સ્ટ્રોંગ રૂમની સુરક્ષાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સુરતના સ્ટ્રોંગ રૂમમાં સવારથી થઈ રહેલી કેટલીક અસામાન્ય હિલચાલને પગલે કોંગ્રેસે સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કરીને ચૂંટણીની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે. શું છે સમગ્ર વિવાદ? કોંગ્રેસના કાર્યકરો અને એજન્ટો દ્વારા સ્ટ્રોંગ રૂમની બહાર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન સવારથી જ સ્ટ્રોંગ રૂમમાં વારંવાર લોખંડના મોટા બોક્સ અંદર લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓના મતે, આ બોક્સ આબેહૂબ EVM મશીન રાખવાના બોક્સ જેવા જ દેખાતા હોવાથી એજન્ટોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઉપરાંત, આ પેટીઓની સાથે ગેસના બોટલ અને સીલ કરવા માટે વપરાતી લાખ તેમજ અન્ય સામગ્રી પણ મોટી માત્રામાં અંદર મોકલવામાં આવતા શંકા વધુ ઘેરી બની હતી. કોંગ્રેસની ચૂંટણી પંચને લેખિત રજૂઆત આ મામલે સુરત શહેર કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને તાત્કાલિક અસરથી લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી જીતવા માટે વહીવટી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આ અંગે જણાવ્યું હતું કે, "ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ EVM મશીનો સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા, જે પ્રક્રિયામાં અમારા ઉમેદવારો અને એજન્ટો હાજર હતા. પરંતુ આજે સવારથી જ જે પ્રકારની શંકાસ્પદ સામગ્રી અને પેટીઓ અંદર લઈ જવામાં આવી છે, તે જોતા અમને કંઈક અજુગતું થતું હોય તેવી પ્રબળ આશંકા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, જો સ્ટ્રોંગ રૂમ સંપૂર્ણપણે સુરક્ષિત હોય, તો પછી ગેસના સિલિન્ડર અને લોખંડની પેટીઓ અંદર લઈ જવાની જરૂર શા માટે પડી? કોંગ્રેસના ઉમેદવારો અને એજન્ટોએ આ બાબતે રૂબરૂ રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે અને સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઇમ્પેક્ટ ફીચર:મુંબઈનાં એકતા વેજાની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે વાત કરે છે
    Next Article
    Stahnik Swaraj Election Live | શું આવી ગયો Exit Poll! સ્થાનિક સ્વરાજ પર કોનું જોર? | BJP | Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment