Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મત પછી મોત:EVMનું બટન દબાવ્યા પછી આવ્યો હાર્ટ એટેક, આણંદમાં બૂથ પર ધગધગતા તાપમાં પટ્ટાવાળો ઢળી પડ્યો

    2 days ago

    લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને આજે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મતદાન એક જ દિવસે છે. આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. આજે 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે. જો કે ગરમી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના હોવાથી મતદારોને મતદાન બૂથ સુધી પહોંચાડવા રાજકીય પક્ષોએ દોડધામ કરવી પડશે. ગુજરાતમાં એક તરફ મતદાન ચાલી રહ્યું છે ત્યાં બીજી તરફ કાળઝાળ ગરમીએ માજા મૂકી છે. પોતાની ‘અંતિમ ફરજ’ નિભાવતા એક મતદાર અને એક કર્મચારીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પાટણમાં માયાનગરના કમળાબેન અનિલભાઈ બી એમ હાઈસ્કૂલમાં વોટીંગ કરી બહાર નીકળતા તબિયત લથડતા નીચે પડયા હતા. બાદમાં તેમણે 108માં સારવાર માટે જનતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયુ છે. આણંદના પેટલાદ તાલુકાના સાંસેજ ગામે બૂથ નં-1 પર ફરજ પરના કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતક અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ફરજ પર ઢળી પડતા ગ્રામજનો તાબડતોબ તારાપુર સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા. ભરૂચમાં ચાલુ મતદાને લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી છે. તો જામનગરમાં EVM ખોટકાતા 1 કલાક મોડું મતદાન શરૂ થયું હતું. સુરેન્દ્રનગરમાં 100 વર્ષના દાદી મતદાન કરવા પહોંચ્યા તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે કન્યા શાળામાં વરરાજાએ પહેલાં મતદાન કરી પોતાની ફરજ બજાવી ત્યારબાદ જાન પ્રસ્થાન કરી. મતદારોના ઉત્સાહ વચ્ચે અનેક જગ્યાએ EVM ખોટકાવાની ફરિયાદો પણ મળી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ કહ્યું -TMCનો ઘમંડ તૂટી ગયો, ભાજપની જીત નક્કી:મમતાની સરકારમાં નાના-નાના નેતાઓ પોતાને સરકાર માનવા લાગ્યા છે
    Next Article
    એક્ટ્રેસ સોનાલી દેસાઈ અને સો.મીડિયા સ્ટાર અંકિતા પરમારે મતદાન કર્યું:ક્રિકેટર યુસુફ પઠાણે તાંદલજામાં વોટિંગ કર્યું, વડોદરા મનપામાં 1 વાગ્યા સુધીમાં 30.60 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment