Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ચૂંટણી માટે આવતીકાલે મત ગણતરી:પોલિટેક્નિક ડિપાર્ટમેન્ટ ખાતે સ્ટ્રોંગ રૂમમાં EVM સીલ, મેડિકલ, ફાયરની ટીમો અને 2 એમ્બ્યુલન્સ તૈનાત; 900 કર્મી મત ગણતરી કરશે

    19 hours ago

    વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે મતગણતરીને ધ્યાનમાં રાખીને સ્ટ્રોંગ રૂમ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરા શહેરની પોલીટેકનિક ડિપાર્ટમેન્ટ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં EVM તેમજ મતદાન સંબંધિત અન્ય તમામ સામગ્રીને કડક સુરક્ષા વચ્ચે સીલ કરી રાખવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થશે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થળ પર પૂરતા પ્રમાણમાં પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને આવનજાવન પર સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થશે. આ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર પર સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને મેડિકલની 4 ટીમો, ફાયર વિભાગની 3 ફાયર ટેન્ડર ગાડીઓ અને 2 એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે. MGVCLના 36 કર્મચારીઓ પણ ડ્યૂટી પર રહેશે વિજ પુરવઠામાં કોઈ ખલેલ ન પડે તે માટે MGVCLના 36 કર્મચારીઓ પણ ડ્યૂટી પર રહેશે. આ ઉપરાંત, સમગ્ર મતગણતરી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડવા માટે 900થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાને કારણે આવતીકાલે મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મતગણતરી કેન્દ્ર-પોલીટેકનીક ખાતે ફરજ બજાવનાર તમામ માટે જરૂરી સુચનાઓ
    Click here to Read More
    Previous Article
    43 ડિગ્રીએ તાપમાન પહોંચતા લોકો તોબા પોકારી ગયા:ડિહાઈડ્રેશનથી બચવા જ્યૂસ-લીંબુ પાણી પીવે છે, વેચાણમાં પણ 50%નો વધારો; બપોરે રસ્તાઓ સૂમસામ થયા
    Next Article
    Ahmedabad Shyamal Fire Live | શ્યામલ વિસ્તારમાં આગનું તાંડવ! જિમમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment