Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં પ્રથમ મનપા મતદાન: તંત્ર સજ્જ:તાલુકા, જિલ્લા પંચાયત મતદાન માટે પોલિંગ સ્ટાફ EVM સાથે રવાના

    6 days ago

    નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત મતદાન માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાન પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે નવસારી શહેરની સંસ્કાર ભારતી હાઈસ્કૂલ ખાતેથી આજે મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અહીં પોલીસ સ્ટાફ અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ચૂંટણી પંચ દ્વારા તમામ કર્મચારીઓને તેમની જવાબદારીના ઓર્ડર, સ્ટેશનરી અને મતદાન માટે જરૂરી સાહિત્યની ફાળવણી કરવામાં આવી. ચૂંટણીમાં સૌથી મહત્વના એવા EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની ફાળવણીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. પોતાના નિર્ધારિત મતદાન મથકોના ઓર્ડર મેળવ્યા બાદ, અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી સાધન-સામગ્રી સાથે ગંતવ્ય સ્થળ પર જવા રવાના થયા. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ફાળવવામાં આવેલી જવાબદારી મુજબ, ચુસ્ત સુરક્ષા વચ્ચે કાફલાઓ રવાના થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને તટસ્થ વાતાવરણમાં યોજાશે. આ માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. નવસારી જિલ્લા માટે આ ચૂંટણી ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે જિલ્લામાં પ્રથમ વખત મહાનગરપાલિકા સ્તરે મતદાન યોજાઈ રહ્યું છે. આ નવા બદલાવને કારણે શહેરી વિસ્તારના મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ રવાના:કે.જે. પોલીટેકનિક ખાતેથી EVM સહિતની ચૂંટણી સામગ્રી અપાઈ
    Next Article
    પાટણમાં પાલિકાની નિષ્ફળતા: સંસ્થાએ ડસ્ટબિનનું વિતરણ કર્યું:સરકારી યોજનાના ડસ્ટબિન ન મળતા લોકો ઉમટ્યા, તંત્ર સામે રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment