Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાનના સૌથી મોટા ગેસ ફીલ્ડ પર હુમલો; ઈન્દોરમાં EV ચાર્જિંગથી ઘર સળગ્યું, 8 મોત; દીકરીને પરત લેવા ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું

    8 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈરાનની સૌથી મોટી ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાને લઈને રહ્યા. બીજા મોટા સમાચારમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં EV ચાર્જિંગ દરમિયાન ઘર સળગવાને લઈને રહ્યા. આમાં 8 લોકો જીવતા સળગી ગયા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર પ્રદેશના ત્રણ દિવસીય પ્રવાસ પર રહેશે. આ દરમિયાન તેઓ અયોધ્યા અને મથુરા જશે. 2. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમોને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. અમેરિકા-ઇઝરાયલનો ઈરાનની સૌથી મોટા ગેસ ફીલ્ડ પર હુમલો:ઓઈલ ફેસિલિટીઝ પર પણ એરસ્ટ્રાઈક મિડિલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા-ઇઝરાયલે હવે ઈરાનના ઉર્જા ઠેકાણાઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે દક્ષિણ ઈરાનમાં દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્ર અને અસલુયેહ શહેરના તેલ અને ગેસ સુવિધાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. દક્ષિણ પાર્સ દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક ગેસ ફીલ્ડ માનવામાં આવે છે. રિપોર્ટ્સ મુજબ, હુમલામાં ગેસની સાથે-સાથે પેટ્રોકેમિકલ અને તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. ઇઝરાયલી મીડિયાએ પણ ગેસ સુવિધાઓ પર હુમલાની જાણકારી આપી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઇન્દોરમાં EV બ્લાસ્ટ, એકસાથે 7 ચિતાઓ સળગી:ઘરના ડિજિટલ લોક ન ખુલતા 8ના મોત; જેમાં એક બાળક પણ સામેલ ઇન્દોરમાં ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે ટાટા પંચ ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી હતી, જેના કારણે ત્રણ માળની રહેણાંક ઇમારત લપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં રબરના ઉદ્યોગપતિ મનોજ પુગલિયા અને તેમની ગર્ભવતી પુત્રવધૂ સિમરન સહિત આઠ લોકોના મોત થયા હતા, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા હતા. મૃતકોમાંથી છ મનોજના સંબંધીઓ હતા જેઓ મંગળવારે બિહારના કિશનગંજથી આવ્યા હતા. આ ઘટના બુધવારે વહેલી સવારે 3:30થી 4:00 વાગ્યાની વચ્ચે બંગાળી સ્ક્વેર નજીક ગ્રેટર બ્રિજેશ્વરી કોલોનીમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આગ ઘરની અંદર રાખેલા ગેસ સિલિન્ડરોમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે તે એક પછી એક વિસ્ફોટ થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 3. આગ એટલી ભયાનક હતી કે ડ્રાઈવર જીવતો ભૂંજાયો:ભાઈએ કૂદીને જીવ બચાવ્યો, ગુજરાત આવતું ઇથેનોલ ભરેલું ટેન્કર રાજસ્થાનમાં પલટ્યું, હાઈવે પર આગની જ્વાળાઓ ફેલાઈ રાજસ્થાનના જાલોર જિલ્લામાં જેસલમેર-જામનગર નેશનલ હાઈવે (NH-68) પર ઇથેનોલ ભરેલું ટેન્કર પલટી ગયું અને તેમાં આગ લાગી ગઈ. ત્યારબાદ રસ્તા પર 200 મીટર સુધી જ્વાળાઓ ફેલાઈ ગઈ. ટેન્કરનો ડ્રાઈવર જીવતો સળગી ગયો, જ્યારે તેની સાથે બેઠેલો ભાઈ સમયસર કૂદી ગયો. આ અકસ્માત બુધવારે બપોરે લગભગ 2 વાગ્યે થયો હતો. ફાયર બ્રિગેડે 1 કલાક બાદ આગ પર કાબૂ મેળવી લીધો. જાણકારી અનુસાર, ટેન્કર બાડમેરથી ગુજરાત તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન સિંવાડા ઓવરબ્રિજ પર પલટી ગયું. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. સાંચોર એસડીએમ પ્રમોદ કુમાર અને સિંવાડા ચોકી પોલીસ ઘટનાસ્થળે પહોંચી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પાકિસ્તાનને સસ્તું તેલ આપવા રશિયા તૈયાર:કહ્યું- તેઓ પોતે વાત કરે; PAK પાસે માત્ર 11 દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું પાકિસ્તાનમાં રશિયન રાજદૂત આલ્બર્ટ ખોરેવે કહ્યું છે કે રશિયા પાકિસ્તાનને સસ્તું તેલ આપવા તૈયાર છે. પરંતુ અત્યાર સુધી પાકિસ્તાન તરફથી આ અંગે કોઈ સત્તાવાર માગ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતે પહેલ કરે છે, તો રશિયા તેને ઓછી કિંમતે તેલ સપ્લાય કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, રશિયન ક્રૂડ ઓઇલની કિંમત લગભગ 70 થી 76 ડોલર પ્રતિ બેરલ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 95 થી 105 ડોલર પ્રતિ બેરલની વચ્ચે છે. બીજી તરફ, પાકિસ્તાનના પેટ્રોલિયમ સચિવે સંસદની એક સમિતિને જણાવ્યું કે દેશ પાસે હાલમાં માત્ર 11 દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ફ્લાઈટ ટિકિટમાં મોટી રાહત:હવે મનગમતી સીટ માટે નહીં ચૂકવવો પડે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો આદેશ-એક જ PNR ધરાવતા મુસાફરોને સાથે સીટ આપવી પડશે સિવિલ એવિએશન મંત્રાલયે ઘરેલું હવાઈ મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. નવા આદેશ મુજબ, એરલાઇન્સને દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટ કોઈ એકસ્ટ્રા ચાર્જ વિના આપવી પડશે. આ નિર્દેશો ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર લાગુ પડશે. આ ઉપરાંત, એક જ PNR (બુકિંગ રેફરન્સ) પર મુસાફરી કરતા મુસાફરોને એકસાથે બેસાડવામાં આવશે, અને તેમને પાસપાસેની સીટ પર બેસાડવામાં આવે તે વધુ સારું રહેશે. વર્તમાન નિયમોમાં, મુસાફરો માટે ફક્ત 20% સીટ જ કોઈ એકસ્ટ્રા ચાર્જ વિના બુક કરી શકાય છે, જ્યારે બાકીની સીટ માટે ચૂકવણી કરવી પડે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાત UCC બિલના વિવાહથી વારસા સુધીના નિયમો:લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, જાણ કર્યા વિના એક મહિનો રહ્યા તો કેદની સજા, 25મીએ ગૃહમાં રજૂ થશે ગુજરાતમાં ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ સરકાર આગળ વધી રહી છે. UCC બિલ અંગે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે. આ બિલ 25 માર્ચે ગૃહમાં રજૂ કરવામાં આવશે. UCCના આ ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને દંડનો સામનો કરવો પડી શકે છે. UCCના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ઉશ્કેરાયેલા ટોળાનો પોલીસ પર પથ્થરમારો, VIDEO:પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા; દીકરીને પરત લેવા ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું, ગાડીઓમાં તોડફોડ રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ બાદ ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા અંગે ભાભરના રુણી ગામે આજે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયુ હતું. જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલન બાદ ચૌધરી સમાજના લોકો દીકરીને પાછી લેવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યા ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમજ અંદાજે 3 કિમી સુધીનો હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો. જેના કેટલાય વીડિયો સામે આવ્યાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દેવગૌડા પર ખડગેએ કહ્યું- મોહબ્બત અમારી સાથે, લગ્ન મોદીજી સાથે:આઠવલેને કહ્યું- મોદીના ગુણગાન ઓછા કરો; કોંગ્રેસ અધ્યક્ષની વાતો પર PM ખૂબ હસ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : વેનેઝુએલા-ઈરાન પછી ક્યુબા પર ટ્રમ્પની નજર:ગમે ત્યારે હુમલો કરી શકે છે, ટ્રમ્પે કહ્યું- ક્યુબાને હાંસલ કરીને રહીશ; 65 વર્ષથી બંને દેશોના સંબંધો ખરાબ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 'રાહુલ ગાંધી ટપોરીની જેમ સંસદમાં આવે છે':કંગના રનૌતે કહ્યું- તું-તારી કરે છે, તેમને જોઈને મહિલાઓ અનકમ્ફર્ટેબલ અનુભવે છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : હવામાં ભમરડાંની જેમ ગોળ-ગોળ ફરવા લાગ્યું હેલિકોપ્ટર, કાઠમાંડુમાં મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, પરિવાર-પાઇલટ સુરક્ષિત વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ત્રણ દિવસમાં ₹18,138 સસ્તી, ₹2.50 લાખ પર આવી:સોનું ₹2,685 ઘટીને ₹1.56 લાખ પર આવ્યું, ઈરાન યુદ્ધની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ICC T20 રેન્કિંગમાં બુમરાહ મેચ રમ્યા વિના ટૉપ-5માં:આફ્રિકન બોલર બોશના પોઇન્ટ્સ ઘટવાથી ફાયદો; અભિષેક સતત 8 મહિનાથી નંબર-1 બેટર વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ:મેષ જાતકોએ ચંડીપાઠ કરવા, કન્યા રાશિએ માતાજીને લાપસી અર્પણ કરવી; જાણો રાશિ પ્રમાણે પૂજાવિધિ અને ઘટસ્થાપનનું મુહૂર્ત વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ બસ ભાડું વધ્યું તો વૃદ્ધને પાર્સલ કર્યા બેંગલુરુમાં બસ ભાડું વધવા પર એક પરિવારે વૃદ્ધને કોથળામાં પૂરીને ‘પાર્સલ’ કરવાનો પ્રયાસ કર્યો. કુરિયર સેન્ટર પર કર્મચારીઓને કોથળામાં હલચલ દેખાઈ, ત્યારે આ બાબતનો ખુલાસો થયો. જોકે, પોલીસ તપાસમાં વૃદ્ધની પુત્રીએ જણાવ્યું કે આ સોશિયલ મીડિયા રીલ માટે કરવામાં આવેલો એક સ્ટન્ટ હતો. 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામના આશ્રમમાંથી બે માસૂમ બાળકો ભેદી રીતે ગાયબ!: તાંત્રિક વિધિના આરોપો લાગ્યા, જુઓ ‘આસારામ’ વીડિયો સિરીઝના નવ થ્રિલિંગ એપિસોડ એકસાથે 2. આજનું એક્સપ્લેનર: ખામેની-લારીજાની માર્યા ગયા, હવે ટાર્ગેટ પર મુજતબા; ઇઝરાયલ ટાર્ગેટેડ કિલિંગ કેવી રીતે કરી રહ્યું છે અને શું આ દાવ ઊંધો પડી જશે 3. ઝનૂની વસીમે પ્રાચીનું ગળું દાબી દીધું: બ્રેકઅપ પછી પણ વસીમ પીછો છોડતો નહોતો; એ રાત્રે 3 વાગ્યે બાઈક પર પીછો કર્યો ને પ્રાચીની એક ભૂલ નડી ગઈ 4. શું થલાપતિ વિજય NDAમાં જોડાવાના છે?: છૂટાછેડા કેસ-CBI તપાસનું દબાણ, શું સ્ટાલિન વિરુદ્ધ ભાજપનો સાથ આપશે 5. EDITOR'S VIEW: ઈસ્લામિક બળિયા, બાથે વળગ્યા: અફઘાન-પાક.ના વિનાશક તાંડવમાં 400 લાશો, મોસાદે ઈરાની સિક્યોરિટી ચીફના ચીંથરા ઉડાવ્યા, ધડાકામાં ચીન ધણધણ્યું 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મેષ-વૃષભ રાશિના સપના થશે સાકાર, કુંભ રાશિએ આર્થિક છેતરપિંડીથી સાવધ રહેવું; નવરાત્રિનો પ્રથમ દિવસ તમારા માટે કેવો રહેશે? વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Congress names 4 of 5 Haryana MLAs who ‘cross-voted’ in Rajya Sabha elections
    Next Article
    ટાગસીયા અને શીલ્પકળાના 57 કારીગરનું સન્માન કરાયું:ધ્રાંગધ્રાના પથ્થરની‎શીલ્પકળા, ટાગલિયા કળાને GIનો ટેગ મળશે‎, વિશ્વમાં ઓળખ થશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment