Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં એકબાદ એક વાહનોને ઉડાવનાર આર્કિટેક્ટ નીકળ્યો:ચાલુ EV કારે બિયર પીતા પીતા બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા; નશો એટલો હતો કે બોલી પણ ન શક્યો

    17 hours ago

    સુરત શહેરમાં 3 જૂને ફરી એકવાર નશાખોર વાહનચાલકે બેફામ બનીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. સરથાણા જકાતનાકા પાસે કનૈયા નમકીન નજીક ફૂલ દારૂના નશામાં ચૂર એક આર્કિટેક્ટે પોતાની ઇલેક્ટ્રિક કાર પૂરપાટ ઝડપે હંકારી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આ બેફામ કારે રસ્તા પર જતા બાઇક, સ્કૂટર અને સાઇડમાં પાર્ક કરેલી અન્ય એક કારને જોરદાર અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટનાસ્થળે કંપારી છૂટી જાય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનામાં બે સગા ભાઈઓ સહિત ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે રોષે ભરાયેલા લોકોએ ચાલકને પકડીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. સરથાણા પી.આઈ. ડી.કે. પટેલે જણાવ્યું કે, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અકસ્માત કર્યો એ સમયે આરોપી કાર ડ્રાઇવ કરવાની સાથે-સાથે અંદર જ બિયરના ટીન ગટગટાવી રહ્યો હતો. પકડાયેલો આરોપી વ્યવસાયે આર્કિટેક્ટ છે અને હાલ એક ટેક્સટાઇલ યુનિટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. નશાની હાલતમાં કાર લઈને માતાવાડી ચોક તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન જ તેણે રસ્તામાં બેફામ બની આ અકસ્માત કર્યો હતો. આરોપી મુળ ભાવનગરના કુંડલી ગામનો વતની મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંડલી ગામના વતની અને હાલ સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે આવેલી પુરુષોત્તમ નગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય વિજય શંભુભાઈ ભિખડિયા વ્યવસાયે આર્કિટેક્ટ છે. વિજય 3 જૂનના રોજ પોતાની ઇલેક્ટ્રિક કાર (નંબર: GJ-05-RU-2251) લઈને સરથાણા જકાતનાકા કનૈયા નમકીન પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેને ભાન નહોતું રહ્યું અને સ્પીડ પરથી કાબૂ ગુમાવી બેસતા કાર મોતની સ્પીડે દોડવા લાગી હતી. બે સગા ભાઈ અને બે મહિલાઓ અડફેટે લીધા, કારનો ખુરદો બોલ્યો કાબૂ બહાર ગયેલી ઇવી કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈક સવાર બે સગા ભાઈઓ રોહિત સરખવાડા (ઉ.વ.24) અને અજય સરખવાડા (ઉ.વ.20) (બંને રહે. સરગમ સોસાયટી, પુણાગામ)ને અડફેટે લીધા હતા. આટલેથી ન અટકતા કારે આગળ જઈને સ્કૂટર પર સવાર રેખાબેન પ્રાગજીભાઈ લાખાણી (ઉ.વ.53) અને હીનાબેન સવાણી (ઉ.વ.37) (બંને રહે. સરથાણા જકાતનાકા)ને પણ અડફેટે લઈ કચડ્યા હતા. અંતે આ નશાખોરની કારે રોડ સાઇડમાં પાર્ક કરેલી એક કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માતને પગલે રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને ચીસાચીસ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત બંને ભાઈઓ અને બંને મહિલાઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામના હાથ પગ કચડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. લોકોએ કારના કાચ તોડ્યા, ચાલકને મેથીપાક આપ્યો અકસ્માત સર્જાતા જ આસપાસના સેંકડો લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કાર ચાલક વિજય ભિખડિયાને બહાર ખેંચી કાઢ્યો હતો. તે નશામાં એટલો ચૂર હતો કે સરખો ઊભો પણ રહી શકતો નહોતો. આ જોઈને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને ટોળાએ તેને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ નશાખોરની ઇલેક્ટ્રિક કારના કાચ પણ પથ્થર મારીને તોડી નાખ્યા હતા. આ પણ વાંચો... સુરતમાં દારૂના નશામાં કારચાલકની બેફામ ગતિ, CCTV, 5ને ઉડાવતા લોકોએ લાતે-લાતે ધોઈ નાખ્યો કારમાંથી બિયરની બોટલ મળી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રોષે ભરાયેલા ટોળામાંથી આરોપી વિજયને ઉગારી મામલો શાંત પાડ્યો હતો. પોલીસે જ્યારે આરોપીની કારની તલાશી લીધી ત્યારે તેમાંથી બિયરની ખાલી બોટલ મળી આવી હતી, જે દર્શાવે છે કે તે ચાલુ ગાડીએ નશો કરી રહ્યો હતો. સરથાણા પોલીસે આરોપી આર્કિટેક્ટ વિજય ભિખડિયાની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન ભેગો કર્યો છે અને તેની સામે દારૂ પીને બેફામ ગાડી ચલાવવા અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Mamata Banerjee के तेवर देख नाराज हुए विधायक | TMC Party Split | News TMC Party | Abhishek Banerjee
    Next Article
    પંજા કુસ્તીમાં રાજકોટનાં દિવ્યાંગ દેવેન્દ્ર યાદવનો ડંકો:ગાંધીનગર ખાતે આયોજીત નેશનલ આર્મ રેસલિંગમાં સિલ્વર મેડલ હાંસિલ કર્યો, હવે વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment