Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સન્ડે બિગસ્ટોરી:EUની માન્યતા માટે વિશ્વનું શિપિંગ જગત અલંગની પડખે

    1 day ago

    પોતાના અસ્તિત્વના 44મા વર્ષે અલંગ શિપ રીસાયકલિંગ ઉદ્યોગ માટે યુરોપના દરવાજા ખોલાવવાની વર્ષોથી ચાલી રહેલી કવાયતમાં હવે વૈશ્વિક શિપિંગ જગત ખુલીને મેદાનમાં આવ્યું છે. યુરોપિયન કમિશન દ્વારા અલંગના 2 શિપ રીસાયકલિંગ યાર્ડને યુરોપિયન શિપ રીસાયકલિંગ લિસ્ટમાં સામેલ કરવાના પ્રસ્તાવને સમર્થન આપતા વિશ્વની 8 મોટી શિપિંગ સંસ્થાઓએ યુરોપીયન યુનિયન (EU)ના પર્યાવરણ અને પરિવહન મંત્રીઓને ખુલ્લો પત્ર લખ્યો છે. BIMCO, ક્રૂઝ લાઇન્સ ઇન્ટરનેશનલ એસોસિયેશન, યુરોપિયન શિપઓનર્સ, ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ શિપિંગ, ઇન્ટરકાર્ગો, ઇન્ટરફેરી, ઇન્ટરટેન્કો અને વર્લ્ડ શિપિંગ કાઉન્સિલે સંયુક્ત રીતે અલંગના શ્રીરામ વેસલ સ્ક્રેપ અને વાયએસઆઈ રીસાયકલર્સને EU લિસ્ટમાં સામેલ કરવા સકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી છે. યુરોપિયન શિપઓનર્સ વૈશ્વિક શિપિંગ કાફલાની ટનેજના આશરે 30% ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી આ મંજૂરી અલંગ માટે યુરોપના વિશાળ શિપિંગ માર્કેટ સુધી પહોંચવાનો સીધો માર્ગ ખોલી શકે છે. EUના નિયમ મુજબ તેમના ફ્લેગ હેઠળના જહાજોનું ભંગાણ યુરોપિયન લિસ્ટમાં સામેલ માન્ય યાર્ડ્સમાં જ થઈ શકે છે. બંને યાર્ડે જરૂરી સલામતી, પર્યાવરણ અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર રોકાણ અને સુધારા કર્યા છે. જોકે, આ મામલો એકતરફી નથી. શિપિંગ સંસ્થાઓના સમર્થન સામે 6 પર્યાવરણ અને મજૂર સંગઠનોએ અલંગની ‘બીચિંગ’ પદ્ધતિ સહિતની બાબતે આ દરખાસ્તનો વિરોધ પણ કર્યો છે. 8 વર્ષથી યુરોપના દરવાજે અલંગ > 2009 : હોંગકોંગ કન્વેન્શન હેઠળ સુરક્ષિત અને પર્યાવરણલક્ષી શિપ રીસાયકલિંગના વૈશ્વિક ધોરણો નક્કી કરવામાં આવ્યા. > 2018 : EUનું શિપ રીસાયકલિંગ રેગ્યુલેશન અમલમાં આવ્યું અને યુરોપિયન લિસ્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. > 2018-19 : અલંગની યાર્ડનું EUના માપદંડોના સંદર્ભમાં નિરીક્ષણ અને મૂલ્યાંકન થયું. > 2026 : EUની 16મી યુરોપિયન લિસ્ટમાં અલંગની 2 યાર્ડને સામેલ કરવાની દરખાસ્ત આવી. > 15 સપ્ટેમ્બર : 6 સંગઠનો દ્વારા દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો હતો. > 17 સપ્ટેમ્બર : 8 વૈશ્વિક શિપિંગ સંગઠનો દ્વારા અલંગની 2 યાર્ડના સમર્થનમાં ખુલ્લો પત્ર. > યુરોપિયન કમિશનની દરખાસ્ત બાદ હવે EUના સભ્ય દેશો દ્વારા લેવામાં આવનાર નિર્ણય મહત્વનો રહેશે. બંને યાર્ડને અંતિમ મંજૂરી મળે તો EUના ફ્લેગવાળા જહાજોના રીસાયકલિંગ માટે અલંગને યુરોપિયન લિસ્ટમાં સ્થાન મળશે. મંજૂરી સામે પણ 6 સંગઠ્ઠનોનો મોરચો 15 સપ્ટેમ્બરે NGO શિપબ્રેકિંગ પ્લેટફોર્મ, યુરોફેર, ઇન્ડસ્ટ્રીઆલ યુરોપ, યુરોપિયન એન્વાયર્નમેન્ટલ બ્યુરો, રિસાઇકલિંગ યુરોપ અને ટ્રાન્સપોર્ટ એન્ડ એન્વાયર્નમેન્ટે EU કમિશનને પત્ર લખીને બંને અલંગ યાર્ડને યુરોપિયન લિસ્ટમાં સામેલ ન કરવાની અપીલ કરી હતી. વિરોધ કરનાર સંગઠનોનો મુખ્ય સવાલ ‘બીચિંગ’ પદ્ધતિ અંગે છે. તેમના મતે દરિયાકાંઠાના ઇન્ટરટાઇડલ વિસ્તારમાં જહાજ તોડતી વખતે તેલ અને અન્ય જોખમી પદાર્થોના લીકેજને સંપૂર્ણપણે નિયંત્રિત કરવાનું પડકારજનક હોવાનું જણાવાયું હતું. અલંગ માટે EUની માન્યતા કેમ મહત્વની? EUની ‘યુરોપિયન શિપ રીસાયકલિંગ લિસ્ટ’માં સામેલ યાર્ડને EUના નિયમો હેઠળ જહાજ રીસાયકલિંગ માટે માન્યતા મળે છે. EU બહારની યાર્ડ પણ આ યાદીમાં સામેલ થઈ શકે છે, પરંતુ તેમણે સલામતી અને પર્યાવરણ સંબંધિત નિર્ધારિત માપદંડો પૂર્ણ કરવા પડે છે. હાલની દરખાસ્તમાં ભારતના શ્રીરામ વેસલ સ્ક્રેપ અને વાયએસઆઈ રીસાયકલર્સનો સમાવેશ છે. અંતિમ મંજૂરી મળ્યા બાદ EUના ફ્લેગવાળા જહાજો માટે આ બંને યાર્ડમાં રીસાયકલિંગનો માર્ગ ખુલશે.
    Click here to Read More
    Previous Article
    સલમાને પાપારાઝીને ઠપકો આપ્યો:ખોટા એંગલથી વીડિયો ઉતારવા અંગે મહિલાઓને કહ્યું- જ્યાં આવું થાય ત્યાં ફરીને તમાચો મારી દો
    Next Article
    3 Dead As Speeding BMW Crashes On Mumbai Coastal Road, Falls Off Bridge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment