Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View : સોનિયાનો માસ્ટર સ્ટ્રોક, TMCનું ફરી કોંગ્રેસીકરણ:પ્રાદેશિક પક્ષોની પાંખો કપાઈ, 2029ની ચૂંટણીમાં બે જ પક્ષ રહેશે - ભાજપ Vs કોંગ્રેસ

    11 hours ago

    TMC વેરવિખેર થઈ ગઈ છે. મમતા બેનર્જી દિલ્હી પહોંચીને સોનિયા ગાંધીને મળ્યાં છે. મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી દિલ્હી જઈને રાહુલ ગાંધીને મળ્યા છે. કોંગ્રેસનો પ્લાન એવો છે કે જે કોંગ્રેસમાંથી તૃણમૂલ પાર્ટી અલગ થઈ હતી તે ફરી કોંગ્રેસમાં વિલિન થઈ જાય. અત્યારે દિલ્હીમાં સ્ટ્રેટેજી ગોઠવાઈ રહી છે. એક રીતે જુઓ તો આ સોનિયા ગાંધીનો માસ્ટર સ્ટ્રોક છે. જોકે કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ બારોબાર સ્ટેટમેન્ટ આપી દીધું કે, વિલય-બિલય થાય નહીં. કેટલાક રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીએ અભિષેક બેનર્જીને કોંગ્રેસના મહાસચિવ બનવાની ઓફર પણ કરી છે. હવે રાહુલે ઓફર કરી છે કે અભિષેકે જ ખડગેનું પદ માગી લીધું છે, તે બહાર નથી આવ્યું પણ જો આવું થાય છે તો વધુ એક પ્રાદેશિક પક્ષનું અસ્તિત્વ ભૂતકાળ બની જશે. ભાજપ એક પછી એક રાજ્યો જીતે છે તેમ તેમ પ્રાદેશિક પક્ષોનું વિલિનકરણ થાય છે, કાં તો તેમની રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા છીનવાય છે. TMC એ નવી વાત નથી, આ પહેલા પણ ઘણા રાજ્યોના પ્રાદેશિક પક્ષોનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે. ટૂંકમાં, ભારતમાં અંતે તો બે જ મુખ્ય પક્ષ રહેશે, ભાજપ અને કોંગ્રેસ. નમસ્કાર, મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં સતત બળવો થઈ રહ્યો છે. બુધવારે એટલે કે આજે રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. છેલ્લા 3 દિવસમાં TMCના બે રાજ્યસભા સાંસદો પાર્ટી છોડી ચૂક્યા છે. આ પહેલા 8 જૂને સુખેન્દુ શેખરે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું, પાર્ટી પણ છોડી દીધી હતી. ટીએમસીના લોકસભામાં 28 માંથી 20 સાંસદો અને રાજ્યસભામાં 13 માંથી 2 સાંસદો એટલે કે કુલ 22 સાંસદો તૂટી ચૂક્યા છે. 3 જૂને બંગાળના 80 માંથી 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવ્યું છે. આ જૂથે ઋતબ્રતને પોતાના નેતા બનાવ્યા છે. આ દરમિયાન મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. ગઈકાલે મંગળવારે મમતા બેનર્જી સોનિયા ગાંધીના આમંત્રણથી તેમને મળ્યાં હતાં. સોનિયા ગાંધીએ મમતાને ઓફર આપી છે કે TMCનું કોંગ્રેસમાં વિલિનીકરણ કરી નાખો. મમતા આના માટે રાજી થયાં છે પણ અભિષેક બેનર્જીના કારણે પેચ ફસાયો હોય એવું લાગે છે. TMCને ઓફર કરીને એક રીતે, કોંગ્રેસ અત્યારથી 2029ની ચૂંટણી પહેલાં પોતાને મજબૂત કરી રહી છે. પહેલા TMCમાં બળવાનો ઘટનાક્રમ જાણો... મમતા પાસે હવે માત્ર 22 ધારાસભ્યો અને 19 સાંસદો બચ્યા ટીએમસી પાસે કુલ 28 લોકસભા સાંસદો હતા, જેમાંથી 20 અલગ થઈ ગયા છે. હવે લોકસભામાં મમતા પાસે માત્ર 8 સાંસદો બચ્યા છે. રાજ્યસભાની વાત કરીએ તો 13 માંથી બે સાંસદોએ રાજીનામું આપી દીધું છે, હવે 11 રાજ્યસભા સાંસદો બચ્યા છે. વિધાનસભાની વાત કરીએ તો TMCએ આ વખતની ચૂંટણીમાં 80 બેઠકો જીતી હતી. જેમાંથી 58 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી લીધું છે. મમતા પાસે માંડ 22 ધારાસભ્યો બચ્યા છે. TMC બચાવવા માટે મમતા-અભિષેકના 3 પ્રયાસો… મમતાનું હવે કેન્દ્રની રાજનીતિ પર ધ્યાન, કોંગ્રેસ સાથે વલય લગભગ નક્કી ભાજપ નથી ઈચ્છતો કે બંગાળમાંથી TMC ખતમ થાય, પણ મમતા- અભિષેક ન જોઈએ શું ભાજપનું વિસ્તરણ પ્રાદેશિક પક્ષોના અસ્તિત્વ માટે જોખમી છે? પ્રાદેશિક પક્ષોએ હવે સમજી લેવાની જરૂર છે કે… નિવૃત્ત આઇએએસ અધિકારી તથા તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના પૂર્વ સાંસદ જવાહર સરકારે મીડિયાની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રાદેશિક પક્ષોએ સમજવું પડશે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સામે નહીં, પણ એક એવી કોર્પોરેટ કંપની સામે લડી રહ્યા છે, જેની પાસે અત્યાધુનિક ટેકનોલોજી અને સંસાધનો છે. આવાં સંસાધનો કોઈ પણ રાજકીય પક્ષની પહોંચથી બહાર છે. પ્રાદેશિક પક્ષોએ એ સમજી લેવું જોએ કે તેનો કેવળ એક જ દુશ્મન છેઃ ભાજપ. પણ ભાજપ તે તમામ સાથે એકસાથે નહીં લડે, પણ ટુકડે-ટુકડે કરીને તેમને ખતમ કરશે. મોદી મુખ્યમંત્રી હતા, ત્યારથી આ સ્ટ્રેટેજી જાણતા હતા પોલિટિકલ એક્સપર્ટ નીલંજન મુખોપાધ્યાયે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે એવું કહ્યું કે, 2012માં હું નરેન્દ્ર મોદીને મળ્યો અને તેમને પૂછ્યું કે ભાજપ તેની લોકપ્રિયતા વધારવા માટે સાથી પક્ષોને પોતાની તરફ લાવવા માટે કેવી રીતે પ્લાન બનાવી રહ્યો છે? ત્યારે મોદીજીએ એક શબ્દમાં જવાબ આપ્યો - જીતવાની ક્ષમતા. સાથી પક્ષો ત્યારે જ ભાજપમાં જોડાશે, જ્યારે તેમને લાગે કે આ પક્ષ ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. આજે, જેડીયુ તરફ નજર કરો કે પછી હરિયાણામાં ભાજપે જેમની સાથે હાથ મિલાવ્યા છે, તે નાના પક્ષો કે શિવસેનાનું જ ઉદાહરણ લો. ભાજપે તે પક્ષોને પોતાની જ ઓળખમાં સમાવી લીધા છે. આ પક્ષોએ તેમની નજીવી હાજરીને બાદ કરતાં તેમની વ્યક્તિગત ઓળખ ગુમાવી દીધી છે. પ્રાદેશિક પક્ષો ખતમ થશે તો કોંગ્રેસને ફાયદો થશે? 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 206 બેઠકો પર જીત મેળવી હતી. એ પછીની 2014, 2019 અને 2024ની ચૂંટણીઓમાં પક્ષ આપબળે 100 બેઠકો પણ કબજે કરી શકી નથી. કારણ કે ભાજપને હરાવવા પ્રાદેશિક પક્ષોએ બહુ મથામણ કરી. તેની સામે કોંગ્રેસનું માળખું નબળું હતું. એટલે પ્રાદેશિક પક્ષો ટૂંકા પડ્યા ને કોંગ્રેસ નબળી પડી. એમાં ભાજપે બાજી મારી લીધી. જોકે, પ્રાદેશિક પક્ષોની પડતીથી સૌથી વધુ ફાયદો કોંગ્રેસને જ થઈ શકે છે. અત્યારે TMCની જ વાત કરીએ તો તેના માટે અસ્તિત્વ બચાવવાનો સવાલ છે. તેની પાસે બીજો કોઈ ઓપ્શન નથી એટલે કોંગ્રેસમાં વિલિન થાય તો નવાઈ લાગે એવું નથી. ભાજપે રાજી થવા જેવું નથી, 2029ની ચૂંટણીમાં કોંગ્રેસ જ પડકાર નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીમાં 31.34 ટકા વોટ શેર સાથે 282 બેઠકો જીતી લીધી હતી. 2019માં આ ટકાવારી વધીને 37.7 ટકા થઈ ને 303 બેઠકો જીતી. જોકે, 2024માં બેઠકોની સંખ્યા ઘટીને 240 થઈ ગઈ અને વોટ શેર ઘટીને 36.5 ટકા થઈ ગયો હતો. ભાજપનો વોટ શેર ઘટવો તે તેના માટે જ લાલબત્તી સમાન છે. હવે 2029ની ચૂંટણી માટે ભાજપ માટે કદાચ કોઈ પ્રાદેશિક પક્ષ પડકાર નહીં હોય પણ કોંગ્રેસ એક માત્ર પડકાર હશે. કોંગ્રેસ પણ ભારતની સ્થાપના થઈ ત્યારની પાયાની પાર્ટી છે. તેની પાસે મજબૂત નેતા નથી પણ તેની પ્રતિષ્ઠા આજે પણ મજબૂત છે અને કોંગ્રેસે તેનો ફાયદો લેવો જોઈએ. કોંગ્રેસમાં રાહુલ ગાંધી ભાજપને પછાડવા તનતોડ મહેનત કરે છે. તેમનું છેલ્લું આંદોલન ભારત જોડો યાત્રા હતું અને કોંગ્રેસ પ્રમુખ 2024માં ભાજપને પડકાર ફેંકવામાં સફળ રહ્યા હતા. એ વાત જુદી છે કે તે પછી મોદીએ તેમની પકડ ફરી પાછી મજબૂત બનાવી લીધી છે. એટલે કોંગ્રેસે જો 2029ની ચૂંટણીમાં મજબૂત રીતે લડવું હશે તો ભાજપની સ્ટ્રેટેજીની જેમ જ લડવું પડશે. માત્ર પ્રાદેશિક પક્ષોના જોરે સત્તા નહીં મળે. છેલ્લે, બે દિવસ પહેલાં INDIA ગઠબંધનની મિટિંગ મળી. તેમાં જ મમતા અને રાહુલ વચ્ચે ઈશારામાં જ કાંઈક વાત થઈ ગઈ હતી. આ ફોટામાં રાહુલ અને મમતાના હાવભાવ જુઓ... સવાલ એ છે કે જો તૃણમૂલનું કોંગ્રેસમાં વિલિનીકરણ થઈ જાય છે તો INDIA બ્લોકમાંથી જ એક પાર્ટી ઘટી જશે !! સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- યશપાલ બક્ષી)
    Click here to Read More
    Previous Article
    મોદી બોલ્યા- ચૂંટાયેલા PM તરીકેનો સૌથી લાંબો કાર્યકાળ મારું સૌભાગ્ય:આ તમામ કાર્યકર્તાઓની ઉપલબ્ધિ; મોદી 4399 દિવસથી વડાપ્રધાન, નેહરુનો રેકોર્ડ તોડ્યો
    Next Article
    ગોધરામાં GST ઇન્સ્પેક્ટરના ઘરમાંથી ₹1.14 લાખની ચોરી:પરિવાર વતનમાં ગયો હતો; તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવ્યો; પોલીસતપાસ શરૂ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment