Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: ટ્રમ્પને ઠેંગો, વેન્સ હીરો:ઇરાનને JD પર ભરોસો, અમેરિકાની પાંચ-પાંચ ડેડલાઇન ઠેકાડી, યુદ્ધમાં સટ્ટો અને ત્રણ સવાલોએ દુનિયાને ઘુમરે ચડાવી

    23 hours ago

    સવાર પડે અને ટ્રમ્પ કોથળામાંથી બિલાડું કાઢે. ક્યારેક કહે છે હોર્મુઝ બંધ છે, ક્યારેક કહે છે ખુલ્લું છે. ક્યારેક ઇરાનને તબાહ કરવાની તો ક્યારેક ચીન બહુ જ ખુશ હોવાની વાત કરે. લોકો એ હદે કંટાળ્યા છે કે, ટ્રમ્પની ગંભીરતાથી લેવાનું જ બંધ કરી દીધું છે. બીજું. રોજ એક ડેડલાઇન. નવી ડેડલાઇન 22 એપ્રિલની છે. આવતીકાલે નક્કી થઈ જશે કે યુદ્ધ લંબાશે કે પૂરું થઈ જશે. જે કંઈ પણ થાય પણ એક વાત નક્કી છે આ બન્નેની દુનિયા પર મોટી અસર થવાની છે ત્રીજું. કોઇ વ્યક્તિ છે જે ટ્રમ્પ પોસ્ટ કરે એ પહેલા જ માહિતી લીક કરી દે છે. અને શેર માર્કેટમાં કરોડો ડોલરની કમાણી કરી લે છે. આજે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની વિગતે વાત કરીએ. નમસ્કાર... ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આજના સમયે સૌથી મહત્વનું નામ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ છે. કારણ કે હાલની જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં જે.ડી. વેન્સની પીસમેકર પ્રેસિડેન્ટ તરીકેની ભૂમિકા ચર્ચાનો વિષય બની છે. આવતીકાલે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યુદ્ધ રોકવા માટે મીટિંગ થવાની છે જેની લીડરશીપ જેડી વેન્સ કરવાના છે. આ મીટિંગથી વેન્સની લીડરશીપને જ નહીં પણ મીડલ ઈસ્ટના ભવિષ્યને પણ દિશા મળવાની છે. વાત જાણે એમ છે કે આવતીકાલે બે અઠવાડિયાનો યુદ્ધ વિરામ પૂરો થઈ રહ્યો છે. યુદ્ધને પૂરી રીતે ખતમ કરવાનું હાલ ટ્રમ્પ પર દબાણ છે. સામેની બાજુ પોતાની આદતથી મજબૂર ડોનાલ્ડ ટ્રમ્પે અંદરખાને એવા મેસેજ આપ્યા છે કે જો ઈસ્લામાબાદમાં યુદ્ધ રોકવાનું કોઈ સોલ્યુશન નહીં આવે તો ફરી હુમલા ચાલુ થઈ જશે. ઇરાનનું વેન, માત્ર વેન્સ સાથે જ વાત કરીશું જે.ડી. વેન્સ સામે સૌથી મોટી ચેલેન્જ ઈરાનને મીટિંગના ટેબલ પર લાવવાની છે. ઈરાન અત્યારે અમેરિકાની નૌકાબંધીને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવી રહ્યું છે અને આ મીટિંગને હારની રીતે જોઈ રહ્યું છે. વેન્સ માટે આ કસોટી એટલા માટે અઘરી છે કારણ કે તેમને એક તરફ ટ્રમ્પના આક્રમક મેક્સિમમ પ્રેશર વલણને જાળવી રાખવાનું છે અને બીજી બાજુ યુદ્ધ રોકીને દુનિયાની ઈકોનોમીને બચાવવાની છે. માટે જો આ મીટિંગ ફેલ જાય, તો તેલના ભાવમાં ભડકો થવાની અને વૈશ્વિક જીડીપીમાં મોટા ઘટાડાની ભીતિ છે. વધુમાં, ઈરાન પાસે રહેલા એડવાન્સ હથિયારો અને મિસાઈલ સિટીઝના કારણે લશ્કરી કાર્યવાહી પણ જોખમી છે. જેડી વેન્સ અમેરિકાના ભવિષ્યના રાષ્ટ્રપતિ! આમ, જે.ડી. વેન્સ માટે આ માત્ર ડિપ્લોમેટીક મીટિંગ નથી, પણ એક એવી રમત છે જ્યાં સમય ઘણો ઓછો છે અને જોખમ ઘણું મોટું છે. આવતીકાલની ડેડલાઈન પહેલાં તેઓ ઈરાનને મનાવવામાં સફળ થાય છે કે કેમ, તેના પર જ હવે વિશ્વની શાંતિનો આધાર છે. જો તેઓ આમાં સફળ થશે, તો તે તેમની ડિપ્લોમસીનો સૌથી મોટી વિક્ટ્રી ગણાશે, બાકી મીડલ ઈસ્ટ ફરી એકવાર વિનાશક યુદ્ધની જ્વાળાઓમાં ધકેલાઈ શકે છે. પણ અહીં એક વાત નોટ કરવી પડી કે વેન્સ અત્યારે બે રૂપમાં છે, એક ગૂડ કોપ અને બીજું બેડ કોપ. જો કે બંને રૂપ અત્યારે મહત્વના છે. કાલે મીટિંગમાં ઈરાન આવશે કે નહીં? ખેર, છેલ્લા બે અઠવાડિયાથી સીઝફાયરના કારણે સીધા હુમલાઓ રોકાયા છે, પણ આ શાંતિ કાચના ગ્લાસ જેવી નાજુક છે. પાકિસ્તાને યુદ્ધ રોકવા વચેટિયાનો રોલ બખૂબી નીભાવવાની ટ્રાય કરી છે પણ ડોનાલ્ડ ટ્રમ્પના કડક, અસ્થિર અને તરંગી એટિટ્યૂડના કારણે યુદ્ધ રોકવાની મીટિંગ જ જ જોખમમાં મૂકાઈ છે. ટ્રમ્પે તો અગાઉ જ કહી દીધું છે કે ઈરાન યુદ્ધ રોકવામાં માનશે નહીં તો આવતીકાલે ફરી હુમલાઓ શરૂ થશે. પણ બીજી બાજુ, ઈસ્લામાબાદમાં યુદ્ધ રોકવાની મીટિંગનો બીજો રાઉન્ડ થવા જઈ રહ્યો છે, જેમાં અમેરિકા તરફથી વાત ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ રાખવાના છે. જોકે, ઈરાન મીટિંગમાં આવશે કે નહીં તેના પર મોટો સવાલ છે. ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બઘેર ઘાલીબાફની વાતોથી ખબર પડે છે કે ઈરાનને શાંતિ મંત્રણામાં વધારે રસ નથી લાગતો. ઈરાનને વાંધો એ છે કે અમેરિકાએ જે હોર્મુઝમાં નાકાબંધી કરી છે તે પાછી ખેંચી લે. ઈરાનના કહેવા મુજબ આ સીઝફાયરનું ઉલ્લંઘન છે. શાંતિ મંત્રણા કે દુનિયાનું ગળું દબાવવાની ગેમ ગઈકાલે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ રોકવા માટે મીટિંગ થવાની હતી પણ અમેરિકાએ ચીનથી આવતા ઈરાની જહાજ તોસ્કાને મધદરિયે જ રોકી લીધું અને તેનાથી ઈરાન ચીડાઈ બેઠું છે. ઈરાને ફરી હોર્મુઝ બંધ કરી દીધી છે જેના કારણે ગઈકાલે કે આજે થનાર પાકિસ્તાનની યુદ્ધ રોકવાની મીટિંગ પણ નહીં થાય. આ બધા વચ્ચે લોકો હવે મુંજાઈને બેઠા ઠે કે યુદ્ધ રોકાવાનું છે કે ચાલુ રહેશે કારણ કે, તેલ બજારમાં ઉથલ પાથલ મચી છે. યુદ્ધ રોકાય તો શું અને ન રોકાય તો શું તેની વાત કરતા પહેલા આપણે યુદ્ધની એ વાત કરીએ જે માણસાઈને લાગે વળગે છે. અત્યાર સુધીમાં યુદ્ધના કારણે 3 હજારથી વધુ લોકોના મોત થયા છે, લાખો લોકો ઘરબાર છોડીને જતા રહ્યા છે અને અબજો રૂપિયાના વિકાસને નુકસાન થયું છે તે તો અલગ જ છે. ટૂંકમાં આ કોઈ યુદ્ધ નથી પણ માણસ જાતની સભ્યતા પર આવેલી મોટી આફત છે. લાખો લોકો અત્યારે ભૂખના કારણે વલખા મારી રહ્યા છે. ટ્રમ્પની પોલિસી બાય પોસ્ટ અને ઈરાનની 'ના' હવે આપણે વાત કરીએ ટ્રમ્પની ટ્રુથ સોશિયલની ડિપ્લોમસીની. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં એક નવી પ્રકારની ડિપ્લોમસી જોવા મળી છે, જેને એક્સપર્ટ્સ ડિપ્લોમસી બાય નોટિફિકેશન કહી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર સરકારી ચેનલોને બદલે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પરથી અત્યાર સુધીમાં 15 જેટલી મોટી ધમકીઓ આપી છે. આ ધમકીઓનો ક્રમ જોઈએ તો તે ચોંકાવનારો અને આઘાતજનક છે. 28 ફેબ્રુઆરીએ ઓપરેશન એપિક ફ્યુરીની જાહેરાતથી શરૂ કરીને, 6 માર્ચે બિનશરતી શરણાગતિની માંગ અને 1 એપ્રિલે ઈરાનને સ્ટોન એજ એટલે કે ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. સૌથી ગંભીર ધમકી 7 એપ્રિલે આવી હતી, જેમાં ટ્રમ્પે લખ્યું હતું કે, જો મધ્યરાત્રિ સુધીમાં ડીલ નહીં થાય, તો આખી ઈરાની સભ્યતા નાશ પામશે. ટ્રમ્પે વર્લ્ડ લેવલે અમેરિકાની છબી ડૂબાડી પરંતુ વિરોધાભાસ એ છે કે, આટલી ગંભીર ધમકીઓ છતાં તેહરાન પર તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર ફાઈનલ ડેડલાઈન આપે છે અને પછીના દિવસે આપોઆપ તારીખ બદલાવી લે છે ત્યારે અમેરિકાની ગ્લોબલ સુપરપાવરની છબી પર તમતમતો તમાચો છે. ઈરાન અમેરિકાને ગાંઠતું નથી એટલે હવે બીજા દેશો પણ અમેરિકાથી ડરી નથી રહ્યા. યુકે અને ફ્રાન્સ જેવા સાથી દેશો પણ હવે અમેરિકાથી ડરી નથી રહ્યા. ઈરાનનો મેક્સિમમ રેઝિસ્ટન્સ: ધમકીઓને અવગણવાની કળા ઈરાને અમેરિકાની તમામ 15 ધમકીઓને કાં તો અવગણી છે અથવા તેનો સૈન્ય રીતે જવાબ આપ્યો છે. સુપ્રીમ લીડર અલી ખામેનીના આદેશથી ઈરાને બીટવીન ધ લાઈન્સ સંદેશ આપી દીધો છે કે ઈરાન બંદૂકની છાયામાં ક્યારેય વાટાઘાટો નહીં કરે. જ્યારે ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી રાખવા ધમકી આપી, ત્યારે ઈરાને તેને પોતાની ઈચ્છા મુજબ બંધ અને ચાલુ રાખીને પોતાની તાકાત બતાવી છે. 7 એપ્રિલની સભ્યતાના વિનાશવાળી ડેડલાઈન વીતી ગઈ છતાં ઈરાને એક પણ રાજદ્વારી છૂટછાટ આપી નહીં. જેના લીધે, અમેરિકાએ હુમલો કરવાને બદલે પાકિસ્તાનથી 14 દિવસનો સીઝફાયર મોકલવામાં આવ્યો હતો તે માનવો પડ્યો છે. આના જ કારણે ઈરાનને એક સાયકોલોજીકલ જીત મળી ગઈ છે. ઈરાની સંસદના સ્પીકર ગાલીબાફ આ ધમકીઓને થિયેટર એટલે કે નાટક ગણાવી દીધું છે અને કહ્યું છે કે ઈરાનની વ્યૂહરચના અમેરિકન સૈનિકોની હિલચાલ પર ડિપેન્ડ છે, કોઈ રાષ્ટ્રપતિની સોશિયલ મીડિયા પોસ્ટ પર નહીં. આ સંઘર્ષમાં અમેરિકાએ અત્યાર સુધીમાં 5 મહત્વની ડેડલાઈન નક્કી કરી હતી, જે તમામ ઈરાને ચુકી દીધી છે અથવા ધ્યાને જ નથી લીધી. બદલામાં, ટ્રમ્પે 5 વખત નવી ડેડલાઈન સેટ કરવી પડી છે. ઈરાનની તાકાત તેનું મોઝેઈક ડિફેન્સ મોડલ અમેરિકાના પ્રચંડ હુમલાઓ છતાં ઈરાન હજુ પણ કેવી રીતે ટકી રહ્યું છે? તેનું કારણ તેનું મિશાઈલ સિટીઝનું નેટવર્ક છે. રિપોર્ટ્સ મુજ ઈરાનના 60% મિસાઈલ લોન્ચર્સ અને 40% એટેક ડ્રોન હજુ પણ સુરક્ષિત છે, કારણ કે તે ઊંડા ભૂગર્ભ બંકરોમાં છુપાયેલા છે. 20 એપ્રિલના અહેવાલો મુજબ, ઈરાન અબુ મહદી ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે. આ AI-ગાઈડેડ મિસાઈલ દરિયાની સપાટીથી એકદમ નજીક ઉડે છે, જે યુએસ નેવીના રડાર માટે પણ પડકારરૂપ છે. તેની રેન્જ 1,000 કિમીની છે. ઈરાન પાસે CM-302 સુપરસોનિક એન્ટી-શિપ મિસાઈલ અને પર્શિયન ગલ્ફ બેલેસ્ટિક મિસાઈલ છે, જે ખૂબ જ ઝડપે ઉડે કરે છે. આ ઝડપ અમેરિકી જહાજો માટે તેને રોકવું અશક્ય બનાવે છે. એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ અને પ્રાદેશિક જ્વાળા ઈરાન માત્ર પોતાની ધરતી પરથી જ નથી લડતું. તેણે સાબિત કર્યું છે કે તેના પરનો કોઈ પણ હુમલો પ્રાદેશિક આગ લગાડશે. યમનના હૂથી બળવાખોરો અને લેબનોનના હિઝબુલ્લાએ આ સંઘર્ષમાં ભૂસકો માર્યો છે. ગલ્ફ દેશોના એનર્જી હબ અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર હુમલા કરીને ઈરાને અમેરિકા પર આંતરરાષ્ટ્રીય દબાણ વધાર્યું છે. જો આ દેશોમાં પાણી અને વીજળીનું સંકટ ઊભું થાય, તો અમેરિકા માટે યુદ્ધ ચાલુ રાખવું મુશ્કેલ બની જાય છે. સાયબર યુદ્ધ અને ચીનનો સાથ? ઈરાનમાં ભલે ઈન્ટરનેટ બંધ હોય, પણ તેમના સાયબર ગ્રુપ જેવા કે મડીવોટર અને હંડાલા હેક આજે પણ ઈરાનમાં એક્ટિવ છે. 11 માર્ચે યુએસ મેડિકલ ટેક કંપની સ્ટ્રાઈકર પર થયેલો વાઈપર માલવેર એટેક તેનું જીવતું ઉદાહરણ છે. વધુમાં, અમુક લીક થયેલી ઈન્ફોર્મેશન મુજબ ચીન પડદા પાછળથી ઈરાનને મિસાઈલ પ્રોપેલન્ટ, સેટેલાઈટ ઈમેજરી અને રોકેટ ફ્યુઅલ માટેના કેમિકલ્સ પૂરા પાડી રહ્યું છે, જેના કારણે અમેરિકાના આર્થિક પ્રતિબંધો ધાર્યા મુજબ અસર કરી રહ્યા નથી. બજારની પ્રતિક્રિયા: 'નોઈઝ' વિરુદ્ધ 'સિગ્નલ' ગ્લોબલ માર્કેટ અત્યારે ટ્રમ્પની પોસ્ટ્સને ગંભીરતાથી લેવાને બદલે તેને નોઈઝ એટલે કે ન પસંદ આવે એવા અવાજ તરીકે જોવાઈ રહ્યું છે. તેલના ભાવમાં દરેક પોસ્ટ સાથે 4-5% નો ઉછાળો આવે છે અને થોડી જ વારમાં તે પાછા સામાન્ય થઈ જાય છે. રોકાણકારો હવે વાસ્તવિક લશ્કરી હિલચાલની રાહ જુએ છે, સોશિયલ મીડિયાની નોટિફિકેશનની નહીં. આ સ્થિતિ અમેરિકાના આર્થિક શસ્ત્રની ધાર બુઠ્ઠી કરી રહી છે. પણ યુદ્ધ માત્ર મેદાન પર જ નથી લડાઈ રહ્યું, પરંતુ તેની સીધી અસર શેરબજાર અને કોમોડિટી માર્કેટ પર પડી રહી છે. BBCની એક મોટી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ પોસ્ટ્સ આવવાના થોડી મિનિટો પહેલા જ બજારમાં શંકાસ્પદ અને મોટા પાયે ટ્રેડિંગ થઈ રહ્યા છે. આ ડેટા કહે છે કે કોઈની પાસે આ માહિતી અગાઉથી આવી જાય છે જે લીક કરી દે છે અને માર્કેટમાં કરોડો ડોલરનો નફો ખાઈ જાય છે. ટ્રમ્પની પોસ્ટ ને શેરબજારમાં સટ્ટો માર્ચ 9ના રોજ જ્યારે ટ્રમ્પે યુદ્ધ પૂરું થઈ ગયું હોવાનો ઈન્ટરવ્યુ આપ્યો હતો, ત્યારે તે ઈન્ટરવ્યૂ લાઈવ થાય તેના 47 મિનિટ પહેલા જ તેલના ભાવ ઘટવા પર કરોડોના સેલ ઓર્ડર મુકાયા હતા. તેવી જ રીતે, 23 માર્ચે ઈરાન સાથેની વાતચીત હકારાત્મક હોવાની પોસ્ટના માત્ર 15 મિનિટ પહેલા 58 કરોડ ડોલરના કોન્ટ્રાક્ટ્સ ટ્રેડ થયા હતા. સૌથી મોટો ઉછાળો 7 એપ્રિલે જોવા મળ્યો, જ્યારે સીઝફાયરની જાહેરાત પહેલા અંદાજે 95 કરોડ ડોલરનો સટ્ટો રમાયો હતો. શું આ માત્ર અકસ્માત છે કે પછી વહીવટીતંત્રમાંથી માહિતી લીક થઈ રહી છે? આ પ્રશ્ન અત્યારે અમેરિકન રાજકારણમાં તોફાન મચાવી રહ્યો છે. ઈનસાઈડર ટ્રેડિંગ પર અમેરિકાની લાલ આંખ આ ગંભીર આક્ષેપોને પગલે યુએસ કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન એટલે કે CFTCએ તપાસ શરૂ કરી છે. તેઓ ટેગ 50 આઈડેન્ટિફિકેશન ડેટાની મદદથી એવા ટ્રેડર્સને શોધી રહ્યા છે જેમણે આ ચોક્કસ સમયે સટ્ટો રમીને અબજો કે કરોડો ડોલરની કમાણી કરી છે. વ્હાઈટ હાઉસના મેનેજમેન્ટ વિભાગે 24 માર્ચે તમામ સ્ટાફને એક ઈન્ટરનલ ઈમેલ મોકલીને વોર્નિંગ આપી હતી કે સરકારી માહિતીનો ઉપયોગ કરીને જાહેર બજારમાં સોદાબાજી કરવો ગુનો છે. અમેરિકાનો BETS OFF Act આ પ્રકારના સંજોગોમાં સટ્ટાબાજી પર રોક મૂકવાની વાત કહે છે. જો તપાસમાં સાબિત થાય કે એડમિનિસ્ટ્રેશનના બાબુઓએ યુદ્ધની માહિતીનો ઉપયોગ અંગત લાભ માટે કર્યો છે, તો ટ્રમ્પ સરકારની વિશ્વસનીયતાને ક્યારેય ન ભરાય તેવું નુકસાન થશે. ક્યાં બીજા રાષ્ટ્રપતિ અને ક્યાં ટ્રમ્પ! પોલિટિકલ એક્સપર્ટ્સ ટ્રમ્પના નેતૃત્વની સરખામણી રૂઝવેલ્ટ, રીગન અથવા ઓબામા જેવા પુરોગામીઓ સાથે કરી રહ્યા છે. જ્યાં અગાઉના રાષ્ટ્રપતિઓ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલથી ગણતરીપૂર્વકની વ્યૂહાત્મક સ્થિરતા જાળવતા હતા, ત્યાં ટ્રમ્પની શૈલી સંપૂર્ણપણે ટ્રાન્ઝેક્શનલ એટલે કે સોદાબાજી પર ટકેલી છે. તેઓ આ યુદ્ધને લોકશાહીના મૂલ્યોને બદલે આર્થિક માપદંડો, જેમ કે તેલના ભાવ કે ટેરિફ સાથે જોડે છે. અગાઉના નેતાઓ અમેરિકા શબ્દ વાપરતા હતા, જ્યારે ટ્રમ્પ તેમની પોસ્ટમાં પોતાના નામનો વધુ પડતો ઉપયોગ કરે છે. ટ્રમ્પ પોતાનીની મેડમેન થીયરી હેઠળ દુશ્મનને અસમંજસમાં રાખવા માંગે છે, પણ આ વ્યૂહરચનાથી સાથી દેશોમાં પણ ગભરાટ ફેલાયો છે. અમેરિકાનો સુપરપાવર ખોખલો થઈ જશે? વર્લ્ડ ડિફેન્સ એક્સપર્ટ્સ માને છે કે આવતીકાલની બુધવારની ડેડલાઈન એ માત્ર ઈરાન માટે જ નહીં, પણ અમેરિકા માટે પણ કસોટી સમાન છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર ISWના રિપોર્ટ મુજબ, જો આ વખતે પણ ધમકી આપ્યા બાદ ટ્રમ્પ કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે, તો અમેરિકાની સૈન્ય ધમકીઓની અસર કાયમ માટે ખતમ થઈ જશે. તેને નિષ્ણાતો ડિટરન્સ ડેફિસિટ કહે છે. બીજી બાજુ ઈરાને જી રીતે હોર્મુઝની સ્ટ્રેટમાં ચીની ટેન્કર્સ પાસેથી પણ ફી વસૂલ્યાની વાતો આવી રહી છે. ચીન અને રશિયા જેવા દેશો હવે વોશિંગ્ટનને બદલે પાકિસ્તાન જેવા ઓપ્શનલ મધ્યસ્થી પર વધુ વિશ્વાસ રાખી રહ્યા છે જે અમેરિકાના ડોમિનન્સ માટે મોટો ફટકો છે. મોતનો મલાજો નહીં, યુદ્ધ એ પતનની ગાથા જ્યારે આપણે યુદ્ધની વાત કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન માત્ર મિસાઈલ અને બોમ્બમારા પર હોય છે, પરંતુ 2026ના આ સંઘર્ષે સાબિત કર્યું છે કે આધુનિક યુદ્ધ સંસાધનોથી પણ લડાય છે. 21 એપ્રિલની આ સવારે જ્યારે આપણે 22 એપ્રિલની ડેડલાઈન તરફ વધી રહ્યા છીએ, ત્યારે આંકડાઓ માત્ર મોતનો મલાજો નથી જાળવતા, પણ એક આખી સભ્યતાના આર્થિક અને સામાજિક પતનની ગાથા લખી રહ્યા છે. આવું એટલા માટે કારણ કે આ સંઘર્ષમાં ઈરાને જે રીતે કુવૈત અને કતારના ડિસેલિનેશન પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા છે, તે યુદ્ધના ઈતિહાસમાં એક નવો અને ભયાનક વળાંક છે. મધ્ય-પૂર્વના દેશો માટે પીવાનું પાણી એ તેલ કરતાં પણ વધુ કિંમતી છે. જો આ યુદ્ધ લંબાશે, તો લાખો લોકો માટે પીવાના પાણીનું સંકટ ઊભું થશે. યુદ્ધથી બેઠું થતાં વર્ષો લાગી જશે? એક્સપર્ટ્સના મતે, આ પ્લાન્ટ્સ પરના હુમલાને કારણે માત્ર ઈરાનમાં જ નહીં પણ પાડોશી આરબ દેશોમાં પણ કાયમી માનવીય આપત્તિ સર્જાઈ શકે છે. IMFના અંદાજ મુજબ, મધ્ય-પૂર્વમાં થયેલા વિનાશને ફરીથી બેઠો કરવા માટે આગામી 15 વર્ષમાં 600 બિલિયન ડોલરથી વધુનો ખર્ચ થશે. આ રકમ આખા વિશ્વના ઘણા નાના દેશોના કુલ જીડીપી કરતા પણ વધુ છે. એકલા ઈરાને જ પોતાની સૈન્ય અને નાગરિક માળખાકીય સુવિધાઓને પુનર્જીવિત કરવા માટે 270 બિલિયન ડોલરની જરૂર પડશે. આ બધુ કહી જાય છે કે હવે આ યુદ્ધ કાં તો લો લેવલનું ફ્રોઝન કોન્ફ્લિક્ટ બની ગયું છે અથવા ત્સુનામી પહેલાની શાંતિ છે. જે કંઈ પણ હોય આવતીકાલે બધુ ક્લિયર થઈ જશે કે શાંતિ થશે કે બોમ્બ ફૂટશે. અને છેલ્લે... અમેરિકા, ચીન, પાકિસ્તાન, યુએઈ, કેનેડા, બ્રિટન અને ફ્રાન્સ સહિત દુનિયાના લગભગ 120 દેશોમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. પણ જોવા જેવી વાત એ છે કે ભારતમાં તેલના ભાવમાં 1 રૂપિયો પણ નથી વધ્યો. સારી વાત છે…. પણ સવાલો અત્યારે એ થઈ રહ્યા છે કે જેવી 5 રાજ્યોની ચૂંટણી પછી સરકાર કોઇ મોટો ઝટકો તો નહીં આપને! સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    Can kidney patients eat fruits? Doctor shares safe choices for every CKD stage
    Next Article
    પહેલગામ હુમલાને એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં:પતિ-જુવાનજોધ પુત્ર ગુમાવનાર કિરણબેને કહ્યું- 'સરકારે આર્થિક સહાય કરી, નાના દીકરાને નોકરી આપવાનું વચન અધૂરું'

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment