Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: ખૂંખાર હિઝબુલ્લાહનો સફાયો નક્કી:78 વર્ષે ઈઝરાયલ-લેબનોન એક ટેબલ પર, મીટિંગ્સનો મારો અને મિડલ ઇસ્ટમાં મહાસંગ્રામ, ઇરાન બરાબર ભેરવાયું

    13 hours ago

    શું તમારા ખિસ્સામાં રહેલા પૈસાની કિંમત આજે બદલાઈ જશે? આ સવાલ એટલા માટે કારણ કે આજે વોશિંગ્ટનમાં મોટો ખેલ ખેલાવાનો છે. 1948 પછી પહેલીવાર ઈઝરાયલ અને લેબનોન એક ટેબલ પર બેસવાના છે અને યુદ્ધ રોકવા અમેરિકા મધ્યસ્થી કરશે. જો આ બેઠક સક્સેસફુલી પૂરી થઈ જશે તો ઈરાનના સમર્થનવાળા હિઝબુલ્લાહનો લેબનોનમાંથી સફાયો બોલી શકે તેમ છે. ઈસ્લામાબાદમાં જે ઈઝરાયલ ઈરાનની યુદ્ધ રોકવાની મીટિંગ હતી તે ફેલ થઈ ગઈ છે. જેના કારણે હોર્મુઝમાં અમેરિકા અને ઈઝરાયલના જહાજોના થપ્પા લાગી ગયા છે. ટેન્શન વધતા ક્રૂડ ઓઈલની કિંમતો પણ વધી છે અને ભારત સહિત દુનિયાના દેશોમાં પણ બની શકે કે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ વધી શકે. આ વાત જાણવી આપણા માટે એટલા માટે જરૂરી છે કારણ કે આપણા ખિસ્સાને સીધી અસર કરી જાય છે. નમસ્કાર... 14 એપ્રિલ, 2026. આજે વિશ્વની નજર બે મોટા શહેરો પર ટકેલી છે પાકિસ્તાનનું ઇસ્લામાબાદ અને અમેરિકાનું વોશિંગ્ટન. ઇસ્લામાબાદમાં ઇસ્લામાબાદ ટોક્સ મુજબ ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ રોકવા ન્યૂક્લિયર ડિપ્લોમસી ચાલી, જો કે ફેલ ગઈ પણ હજુ આગળ ચાલી રહી છે તેવા સમાચાર છે જેથી યુદ્ધ રોકી શકાય. આ મીટિંગમાં પ્રોબ્લમ છે ટાઈમ. અમેરિકા ઈરાન પાસે 20 વર્ષના ન્યૂક્લિયર ફ્રીઝની માંગ કરી રહ્યું છે, જ્યારે ઈરાન માત્ર 5 વર્ષની ઓફર આપીને અડી ગયું છે. અમેરિકાએ કહી દીધું 20 વર્ષથી ઓછું કંઇ ના ખપે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે ઇસ્લામાબાદમાં સ્પષ્ટ કહી દીધું છે કે ટ્રમ્પ સરકાર માટે 20 વર્ષથી ઓછો કોઈપણ સમયગાળો સ્વીકાર્ય નથી. આ માંગ પાછળનું તર્ક ઊંડું છે. અમેરિકા ઈચ્છે છે કે 20 વર્ષના લાંબા ગાળામાં ઈરાનની વર્તમાન સેન્ટ્રિફ્યુજ ટેકનોલોજી એટલી હદે જૂની થઈ જાય કે જ્યારે આ સમયગાળો પૂરો થાય ત્યારે ઈરાન માટે ફરીથી ન્યૂક્લિયર એન્રિચમેન્ટ કરવું ટેકનિકલી અશક્ય થઈ જાય. આ સિવાય, વોશિંગ્ટન એવી ગણતરી કરી રહ્યું છે કે આવનાર બે દાયકામાં ઈરાનમાં પેઢીગત પરિવર્તન આવશે, જે કદાચ પરમાણુ શસ્ત્રો પ્રત્યેના વલણને કાયમી ધોરણે બદલી નાખશે. ઓફર પાછળનું ગણિત પણ સમજો અમેરિકાની 20 વર્ષની ઓફરમાં જનરલ લાયસન્સ Hનું રિસ્ટોરેશન એક મોટી લાલચ છે. આ લાઇસન્સ હેઠળ અમેરિકન કંપનીઓની સબસિડિયરીઝ ઈરાનના ગેસ ફિલ્ડ્સને મોડર્નાઈઝ કરી શકશે. ઈરાન અત્યારે જૂની ટેકનોલોજીને કારણે તેના 40% ગેસનું ઉત્પાદન ગુમાવી રહ્યું છે. 5 વર્ષની ડીલમાં અમેરિકા આ ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર નથી, જે ઈરાન માટે સૌથી મોટું નુકસાન છે. પણ તેહરાન માટે આ રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું સમર્પણ છે. ઈરાને ઓફર કરેલા 5 વર્ષના સમયગાળા પાછળની ગણતરી એવી છે કે તેઓ તાત્કાલિક પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવી પોતાની અર્થવ્યવસ્થાને શ્વાસ લેવાની જગ્યા આપવા માંગે છે, જ્યારે પોતાની ન્યૂક્લિયર ક્ષમતાને કાયમી ધોરણે નષ્ટ કરવા માંગતા નથી. 12 એપ્રિલના રોજ જ્યારે 21 કલાકની મેરેથોન મંત્રણાઓ નિષ્ફળ ગઈ, ત્યારે વિશ્વએ તેની સૌથી ભયાનક અસર જોઈ... અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નૌકાકાફલો ગોઠવીને ઈરાનની આર્થિક નાકાબંધી શરૂ કરી દીધી છે. અમેરિકાની દરિયાઈ નાકાબંધી ખાલી તેલ રોકવા માટે નથી, પણ તે ઈરાનના પેટ્રોકેમિકલ અને એગ્રીકલ્ચર સેક્ટરને પણ નિશાન બનાવવાનો પ્લાન કરી રહી છે. કેટલાક મુદ્દાઓ પર ઇરાન ટસનું મસ નહીં સમયગાળા સિવાય, બીજો મોટો પ્રોબ્લમ ઈરાનના સ્ટોકપાઈલ એટલે કે સંવર્ધિત યુરેનિયમના જથ્થાનો છે. અમેરિકાની માંગ છે કે ઈરાન તેની ધરતી પરથી તમામ સંવર્ધિત યુરેનિયમ હટાવીને કોઈ ત્રીજા દેશ જેમ કે રશિયા અથવા ચીનને સોંપી દે. ઈરાન આ માટે સ્પષ્ટ મનાઈ કરી રહ્યું છે. તેઓ માત્ર જથ્થાને મંદ કરવાની તૈયારી બતાવી રહ્યા છે. આ પરિસ્થિતિએ પરમાણુ મડાગાંઠને વધુ અઘરી બનાવી દીધી છે. અમેરિકાને ડર છે કે જો યુરેનિયમ ઈરાનની ધરતી પર રહેશે, તો કોઈપણ કટોકટીમાં ઈરાન થોડા જ અઠવાડિયામાં બોમ્બ બનાવવાની કેપેસિટી હાંસલ કરી શકે છે. વાત બનશે નહીં તો દુનિયાએ ભોગવવું પડશે આ ડિપ્લોમેટિક નિષ્ફળતાની સૌથી મોટી કિંમત અત્યારે દુનિયાની સામાન્ય જનતા ચૂકવી રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે વિશ્વના તેલ વેપારની મુખ્ય ધમની છે, ત્યાં અમેરિકન નૌકાદળની હાજરી અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ IRGCની ઘેરાબંધીએ ક્રૂડ ઓઈલના ભાવને ભડકાવ્યા છે. આજે તેલના ભાવ 8% થી વધુ ઉછળીને $104.43 પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. માર્કેટ એનાલિસ્ટ્સ માની રહ્યા છે કે જો ઇસ્લામાબાદ ટોક્સમાં 21 એપ્રિલ સુધીમાં કોઈ મિડલ નંબર જેમ કે 10 કે 12 વર્ષ પર ઈરાન અને અમેરિકા વચ્ચે સંમતિ નહીં સધાય, તો તેલના ભાવ $120 ને પાર કરી શકે છે. આ માત્ર ઈરાન માટે જ નહીં, પણ ભારત જેવા દેશો માટે ફુગાવાનું નવું મોજું લાવી શકે છે. ઈરાનનો દાવો છે કે તેઓ હોર્મુઝને એક ડેડલી વોર્ટેક્સમાં ફેરવી નાખશે, જેનો અર્થ છે કે કોઈપણ લશ્કરી હિલચાલ વૈશ્વિક સપ્લાય ચેઈનને કાયમી ધોરણે ખોરવી શકે છે. ઇરાન માટે અસ્તિત્વની લડાઇ ઈરાન માટે આ મંત્રણાઓ માત્ર રાજનીતિ નથી, પરંતુ અસ્તિત્વની લડાઈ છે. 2026ના આંકડા મુજબ, ઈરાની રિયાલ અમેરિકન ડોલર સામે 10 લાખને પાર કરી ગયો છે. ફુગાવો 40% થી ઉપર છે. અમેરિકાની નાકાબંધીને કારણે ઈરાનને દર મહિને અંદાજે $13 અબજનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ઈરાનમાં અત્યારે ફુગાવો એટલો વધ્યો છે કે જીવનજરૂરી ચીજોના ભાવમાં દર અઠવાડિયે 15-20% નો વધારો થઈ રહ્યો છે. જો આ નાકાબંધી વધુ બે અઠવાડિયા ચાલશે, તો ઈરાનની સેન્ટ્રલ બેંક પાસે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઇમ્પોર્ટ ક્રેડિટ આપવાની કેપેસિટી ખતમ થઈ જશે. અમેરિકાની વ્યૂહરચના અહીં ગાજર અને લાકડીની છે. જો ઈરાન 20 વર્ષની શરત માને છે, તો તેને આશરે $1 ટ્રિલિયનના GDP ફાયદાની ઓફર કરવામાં આવી છે. આમાં અમેરિકન ટેકનોલોજી, એવિએશન અને એનર્જી સેક્ટરમાં મોટા રોકાણો પણ સામેલ થાય છે. પણ ઈરાનનો ઇતિહાસ તેને આ લાંબા ગાળાના વાયદાઓ પર વિશ્વાસ કરવા દેતો નથી. કારણ કે તેમને ડર છે કે જો તેઓ 20 વર્ષ માટે હથિયાર હેઠા મૂકશે, તો મધ્યમાં કોઈ નવો અમેરિકન રાષ્ટ્રપતિ ફરીથી આ સમજૂતી તોડી શકે છે. 2018માં ટ્રમ્પ આવું કરી ચૂક્યા છે. 21 એપ્રિલની ડેડલાઈન પર સૌની નજર આ સંકટમાં પાકિસ્તાન, ઈજિપ્ત અને તુર્કી અત્યારે શાંતિ દૂતની ભૂમિકા ભજવી રહ્યા છે. ઇસ્લામાબાદમાં બીજી રાઉન્ડની વાતચીતની તૈયારીઓ થઈ રહી છે. તેમનો મેઈન મોટિવ 21 એપ્રિલના સીઝફાયર ડેડલાઈન પહેલા બંને પક્ષોને કોઈ મધ્ય માર્ગ પર લાવવાનો છે. જો આ મધ્યસ્થી ફેલ જાય તો પશ્ચિમ એશિયામાં એક એવું મહાયુદ્ધ ફાટી નીકળશે જેની આંચ સીધી દુનિયા પર પડવાની છે. આ તો થઈ ઇસ્લામાબાદની વાત, પણ આજની સૌથી મોટી બ્રેકિંગ સ્ટોરી વોશિંગ્ટનમાં આકાર લઈ રહી છે. ભારત રશિયા પાસેથી તેલ લે છે કે ઈરાન પાસેથી, તેની અસર કરતા વધુ મોટી અસર આજે રાત્રે 8:30 વાગ્યે ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે થનારી બેઠકની પડશે. આ બેઠક શા માટે હિઝબુલ્લા અને ઈરાન માટે મૃત્યુઘંટ સાબિત થઈ શકે છે. ઈઝરાયેલના રાજદૂત યેચિલ લીટર અને લેબનોનના રાજદૂત નાદા હમાદેહ મોઆવદ આમને-સામને બેસવાના છે. 1948 પછીના દાયકાઓમાં આ પ્રથમ એવી તક છે જ્યારે આ બંને દેશો પરોક્ષ સંદેશાઓ છોડીને સીધી ડિપ્લોમસી કરી રહ્યા છે રાજદ્વારી નિષ્ણાતો આ બેઠકને 1979ના ઈજિપ્ત-ઈઝરાયેલ શાંતિ કરાર સાથે સરખાવી રહ્યા છે. જે રીતે ત્યારે ઈજિપ્ત આરબ જગતમાં ઈઝરાયેલને માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો હતો, તેમ આજે લેબનોન પણ ઈરાનના ખેમામાંથી છૂટું પડીને પોતાનો સ્વતંત્ર રસ્તો શોધી રહ્યું છે. લેબનોન માટે આ બેઠક મજબૂરી આ બેઠકની સફળતાનો સીધો અર્થ એ છે કે લેબનોન હવે ઈરાનના પ્રોક્સી વોર અને ગ્રુપ હિઝબુલ્લાહનું મેદાન બનવા તૈયાર નથી. લેબનોન માટે આ કોઈ શોખ નથી, પણ મજબૂરી છે. દેશ આર્થિક રીતે તહસ-નહસ થઈ ચૂક્યો છે અને માર્ચ મહિનાથી ચાલી રહેલા ઈઝરાયેલી હુમલામાં 2,000 થી વધુ નાગરિકોના મોત થયા છે. અને 10 લાખથી વધુ લોકોને ઘર છોડીને સેફ જગ્યા પર જવું પડ્યું છે. બેરૂત હવે જાણે છે કે જો તે ઈરાન અને હિઝબુલ્લાના ભરોસે રહેશે, તો લેબનોન નકશા પરથી ભૂંસાઈ જશે. અમેરિકામાં થનાર ઈઝરાયલ અને લેબનોનની આ બેઠક હિઝબુલ્લા માટે ત્રણ દિશામાં ઘાતક સાબિત થવાની છે. એક્સપર્ટ્સ તેને પોલિટિકલ ડેકેપિટેશન કહી રહ્યા છે: 1) સોવેર્નિટી પરનો વીટો ખતમ દાયકાઓથી લેબનોનમાં યુદ્ધ અને શાંતિના નિર્ણયો હિઝબુલ્લા લેતું હતું, લેબનોન સરકાર નહીં. આજે જ્યારે લેબનોનના સત્તાવાર રાજદૂત વોશિંગ્ટનમાં ઈઝરાયેલ સામે બેસે છે, ત્યારે લેબનોન કેબિનેટ એ સંદેશ આપી રહી છે કે રાજ્ય હવે સર્વોપરી છે, કોઈ મિલિશિયા ગ્રુપ નહીં. 2) લિટાની બફર અને હથિયાર હેઠા મૂકવા: ઈઝરાયેલની મુખ્ય માંગ છે કે યુએન ઠરાવ 1701નું કડક પાલન થાય. જે મુજબ હિઝબુલ્લાએ લિટાની નદીની ઉત્તરે હટી જવું પડશે. અમેરિકા આ વખતે માત્ર કાગળ પરની ખાતરી નથી માંગતું, પરંતુ એક ઇન્ટરનેશનલ એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ બનાવવાની તૈયારી કરી રહ્યું છે જે હિઝબુલ્લાના હથિયારના જથ્થા પર સીધા હુમલા કરી શકશે. 3) ગઝા-ઈરાન ફ્રન્ટથી અલગાવ: અત્યાર સુધી હિઝબુલ્લા એમ કહીને હુમલા કરતું હતું કે જ્યાં સુધી ગઝામાં યુદ્ધ ચાલશે ત્યાં સુધી અમે લડતા રહીશું. આજના વોશિંગ્ટન ટ્રેકનો ઉદ્દેશ્ય લેબનોનને આ યુનિટી ઓફ ફ્રન્ટ્સમાંથી તોડવાનો છે. જો લેબનોન અલગથી યુદ્ધવિરામ કરે છે, તો હિઝબુલ્લા બનાવવાનો મેઈન મોટિવ કે તર્ક જ ખતમ થઈ જશે. તો હિઝબુલ્લાહનો સફાયો નક્કી આ મીટિંગ પહેલા બેરૂતમાં લેબનોન કેબિનેટે એક ખૂબ જ મહત્વનો આદેશ આપ્યો છે કે બેરૂતમાં હથિયારો માત્ર સરકારી સંસ્થાઓ પાસે જ રહેશે. આ સીધો હિઝબુલ્લાના નેતા નાઈમ કાસેમ માટે પડકાર છે. હિઝબુલ્લા અત્યારે પોતાના ઈતિહાસના સૌથી નબળા તબક્કે છે. 2025ના ઓપરેશન મિડનાઈટ હેમરમાં તેમની સૈન્ય તાકાતને જે ફટકો પડ્યો છે, તેના કારણે તેમની અંદર પણ ભાગલા પડ્યા છે. વોશિંગ્ટન આજે લેબનોનને માત્ર શાંતિ નથી આપી રહ્યું, પણ એક ઈકોનોમિક લાઈફલાઈન આપી રહ્યું છે. જો આ વાટાઘાટો સફળ થાય છે તો... ગ્લોબલ એનર્જી માર્કેટ માટે 14 એપ્રિલ રાતે 8:30નો સમય મેક ઓર બ્રેક જેવો છે. $104 પર ટ્રેડ કરતું ક્રૂડ ઓઈલ વોશિંગ્ટનમાંથી આવતા એક પોઝિટિવ સિગ્નલથી $10-$15 ગબડી શકે છે. બીજી બાજુ, જો આ મીટિંગમાં કોઈ સહમતી નહીં સધાય, તો હિઝબુલ્લા 21 એપ્રિલની ડેડલાઈન પહેલા ઈઝરાયેલ પર મોટો હુમલો કરીને આ ડિપ્લોમેટિક ટ્રેકને તોડવાનો પ્રયાસ કરશે. ઈરાન માટે લેબનોન એ તેની ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ છે. હિઝબુલ્લા ઈરાનનું સૌથી મજબૂત પ્રોક્સી છે. જો લેબનોન ઈઝરાયેલ સાથે હાથ મિલાવે છે, તો ઈરાનનો ઈઝરાયેલને ઘેરી લેવાની રણનીતિનો સૌથી મજબૂત છેડો તૂટી જશે. આનાથી ઈરાન ઇસ્લામાબાદની પરમાણુ મંત્રણામાં એકલું પડી જશે. તેની પાસે રહેલું સૌથી મોટું લિવરેજ એટલે કે હિઝબુલ્લાની મદદથી યુદ્ધ છેડવાની ધમકી ખતમ થઈ જશે. અમેરિકા માને છે કે 2015નો કરાર એક શોર્ટ-ટર્મ બેન્ડ-એઇડ હતો. 2015ના કરારની મર્યાદાઓ 10 થી 15 વર્ષમાં ખતમ થવાની હતી. 2026માં આ મર્યાદાઓ હવે ઈરાનને ફરીથી સંવર્ધન માટે રસ્તો સાફ કરી રહી છે. એટલે, હવે 20 વર્ષનો યુનિફોર્મ ફ્રીઝ માંગવામાં આવી રહ્યો છે. જૂના કરારમાં મિસાઈલ ટેકનોલોજી પર કોઈ નિયંત્રણ નહોતું. 2026ના નવા પ્રસ્તાવમાં નેક્સસ ક્લોઝ ઉમેરાયો છે, જે મુજબ ઈરાને ન્યુક્લિયર ફ્રીઝની સાથે લાંબા અંતરની મિસાઈલ ટેસ્ટિંગ પણ બંધ કરવી પડશે. અગાઉ IAEAને લશ્કરી થાણાઓ પર જવા માટે 24 દિવસની લાંબી પ્રોસેસ કરવી પડતી હતી. હવે અમેરિકા ઇન્સ્ટન્ટ એટલે કે માત્ર 24 કલાકની નોટિસ પર કોઈપણ સ્થળની તપાસ કરવાની સત્તા માંગી રહ્યું છે. 2015માં પ્રતિબંધો હટતા જે અબજો ડોલર ઈરાનને મળ્યા, તેનો ઉપયોગ હિઝબુલ્લા અને હૂતીઓ માટે થયો. આ વખતે અમેરિકા રીજનલ નોન-એગ્રેશન પેક્ટની શરત મૂકી રહ્યું છે. અગાઉ ઈરાનને પોતાની ધરતી પર લિમિટેડ ન્યૂક્લિયર સંવર્ધનની છૂટ હતી. હવે અમેરિકા રિજનલ ફ્યુઅલ બેન્કનો આગ્રહ રાખે છે, જેથી ઈરાનને બહારથી ન્યુક્લિયર ફ્યુઅલ મળે પણ તે પોતે ક્યારેય યુરેનિયમ સંવર્ધિત ન કરી શકે. આ સંઘર્ષ માત્ર મિસાઈલોનો નથી, પણ બે વિરોધી વિચારધારાઓના નેતાઓની માનસિકતાનો છે. આપણે અલી ખામૈની અને બેન્જામિન નેતન્યાહુની માનસિકતા સમજીએ. બેન્જામિન નેતન્યાહુ: તેઓ અત્યારે ટોટલ વિક્ટ્રીના મૂડમાં છે. તેમનો ઉદ્દેશ્ય 2023 પહેલાની સ્થિતિમાં પાછા ફરવાનો નથી. તેઓ ઈચ્છે છે કે તેમનો વારસો એવો હોય કે તેમણે ઈરાનના પ્રોક્સી નેટવર્કને કાયમી ધોરણે તોડી નાખ્યું. આથી જ તેઓ અમેરિકા પર દબાણ કરી રહ્યા છે કે 20 વર્ષની શરતથી એક પણ ઇંચ પાછળ ન હટવું. મોજતબા ખામૈની: 86 વર્ષની વયે પોતાની પિતાની હત્યા તેમના માટે મોટો આઘાત છે અને બદલાની આગ પણ છે. સમાચારો મુજબ તે ભલે સર્વૌચ્ચ નેતા બની ગયા પણ આજની તારીખે પણ નિર્ણયો ઈરાની સેના જ લઈ રહી છે. 2018માં ટ્રમ્પે જે રીતે કરાર તોડ્યો હતો, તે તેમના માટે એક મોટો ટ્રોમા હતો. તેઓ અમેરિકાને ભરોસાપાત્ર માનતા નથી. 5 વર્ષની ઓફર પાછળ તેમનો તર્ક એવો છે કે 2029માં અમેરિકામાં નવી સરકાર આવશે, ત્યારે તેમની પાસે ફરીથી ન્યુક્લિયર લિવરેજ હોવું જોઈએ. આ પૂરી જીઓપોલિટિકલ ગેમનો તાર અમેરિકાની આંતરિક રાજનીતિ સાથે પણ જોડાયેલો છે. 3 નવેમ્બર 2026ના રોજ અમેરિકામાં મિડ-ટર્મ ઇલેક્શન છે. ટ્રમ્પ વહીવટીતંત્ર માટે આ યુદ્ધ એક બેધારી તલવાર છે. એકબાજુ પીસ થ્રુ સ્ટ્રેન્થની છબી છે, તો બીજી બાજુ $104 પ્રતિ બેરલ તેલના ભાવે સામાન્ય અમેરિકન મતદારોના ખિસ્સા પર ભાર મૂક્યો છે. જો વોશિંગ્ટનમાં આજે રાત્રે 8:30 વાગ્યે ઈઝરાયેલ-લેબનોન વચ્ચે કોઈ બ્રેકથ્રુ મળે છે, તો ટ્રમ્પ સરકાર તેને પોતાની મોટી જીત તરીકે રજૂ કરશે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો માટે આ એક મોટી મુસિબત છે કે ગમે તેમ કરીને તેમને ઈઝરાયલ અને લેબનોન વચ્ચે સમાધાન કરાવવાનું છે. જે તેમને 2026ની ચૂંટણીમાં પણ મોટો ફાયદો કરાવી શકે છે. જો નવેમ્બર 2026 ની ચૂંટણી પહેલા વધેલા ભાવ કે મોંઘવારી નીચે નહીં આવે, તો ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ ગુમાવી શકે છે. આ જ કારણ છે કે જેડી વેન્સ ઇસ્લામાબાદમાં આક્રમક હોવા છતાં, અંદરખાને એક મિડલ ગ્રાઉન્ડ શોધી રહ્યા છે. ઈઝરાયેલ-લેબનોનએ ટ્રમ્પ માટે એક એક્ઝિટ પ્લાન છે. જો લેબનોનમાં શાંતિ થાય, તો તેઓ દાવો કરી શકશે કે મિડલ ઈસ્ટમાં યુદ્ધ પૂરું થઈ ગયું છે, જે તેલના ભાવ ઘટાડવા માટે પૂરતું હશે. અને તે યુદ્ધ મેં એટલે કે ટ્રમ્પે કરાવ્યું છે. ભારત જેવા દેશો માટે આ સંઘર્ષના બે પાસા છે. ટૂંકા ગાળે તેલના વધતા ભાવ ફુગાવો વધારશે, પરંતુ જો લાંબા ગાળે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે કોઈ સ્થિર સમજૂતી થાય છે, તો તે ગ્લોબલ સપ્લાય ચેઈન અને એનર્જી સિક્યુરિટી માટે વરદાન સાબિત થશે. અને છેલ્લે… યુદ્ધવિરામ વચ્ચે આજે લેબનોન અને ઈઝરાયલ વચ્ચે ઐતિહાસિક મીટિંગ થશે. બે દિવસ પછી અમેરિકા-ઈરાન ફરી મીટિંગ કરવાના છે. 21 એપ્રિલની ડેડલાઇન પહેલાં બધા મીટિંગ-મીટિંગ રમે છે. જો આ બન્ને મીટિંગ પણ ફેલ ગઇ તો દુનિયાનું અર્થતંત્ર વેન્ટિલેટર પર આવી જશે એ નક્કી છે. જો કે એક વાત એ પણ છે કે, આવી કોઇ એકાદ બે મીટિંગોથી આવા વિવાદનો હલ આવતો નથી. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે PM મોદીને ફોન કર્યો, 40 મિનિટ વાત કરી:ઈરાન યુદ્ધ પર ચર્ચા, બંનેએ કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેવો ખૂબ જ જરૂરી છે
    Next Article
    રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર:ઉનાળામાં પાણીનું સંકટ ટળ્યું, આજી બાદ ન્યારી પણ નર્મદાના નીરથી છલોછલ, જરૂર પડ્યે વધુ નર્મદાનાં નીર ઠાલવવા તૈયારી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment