Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: હોંશિયાર અમેરિકન વૈજ્ઞાનિકો રાતોરાત ગૂમ:યુદ્ધ વચ્ચે અમેરિકા દુનિયાથી શું છૂપાવે છે? બધામાં 3 સરખી પેટર્ન દેખાઈ, ટ્રમ્પ પાકિસ્તાન પર કેમ ફિદા?

    5 days ago

    દુનિયા જ્યારે યુદ્ધની આગમાં ધખધખી રહી છે, ત્યારે અમેરિકામાં સન્નાટો છે. નાસાથી લઇને લોસ એલામોસની ન્યૂક્લિયર લેબ સુધી સુનકાર છે. આ સુનકાર છે ન્યૂક્લિયર સાયન્ટિસ્ટના ગુમ થવાનો અને રહસ્યમય રીતે મોત થવાનો. છેલ્લાં બે વર્ષમાં 10 જેટલા ટોપ સાયન્ટિસ્ટ અચાનક ગાયબ થઈ ગયા છે. કોઈને કાનોકાન ખબર પણ ન પડી! કોઈ પાકીટ છોડી ગયું, કોઈનો મોબાઈલ ફેક્ટરી રીસેટ કરી દેવાયો, તો કોઈ ચશ્મા ભૂલી ગયું. યુદ્ધના આ માહોલ વચ્ચે આ સમાચારે આખા અમેરિકાને ફફડાવી નાખ્યું છે. જ્યારે આ બધુ ચાલી જ રહ્યું હતું એવામાં ઈઝરાયલ અને લેબનોનની દાયકાઓ જૂની દુશ્મની દોસ્તીમાં ખપાવાઈ અને 10 દિવસનો યુદ્ધ વિરામ કરાવ્યો. આટલું તો હજુ ઠીક હતું ને ટ્રમ્પ બોલી ઉઠ્યા કે હું પાકિસ્તાન જઈશ. યુદ્ધની શતરંજમાં શું ચાલી રહ્યું છે આજે આપણે તેની વાત કરીશું. નમસ્કાર... અમેરિકાની નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી એકદમ સેન્સિટિવ લેબોરેટરીમાં કામ કરતા 10 વૈજ્ઞાનિકો ગાયબ થઈ ગયા છે અથવા કોઈનું શંકા ઉભી કરે તેવી રીતે મોત થયું છે. 15 એપ્રિલે અમેરિકન વાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા ત્યારે તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ગાયબ વૈજ્ઞાનિકો સ્પેસ કે ન્યૂક્લિયર મિશન સાથે જોડાયેલા સ્વાભાવિક છે કોઈ પણ આવા ગંભીર સવાલો વિશે તાત્કાલિક જવાબ આપવાનું ટાળે અને લીવિટે પણ એમ જ કર્યું. તેમણે કહ્યું કે જો આવું હોય તો આ ખૂબ જ ગંભીર વિષય છે મારે તપાસ કરીને જવાબ આપવો પડશે. પણ સવાલ થાય કોણ ક્યાંથી અને કેવી રીતે ગાયબ થયું છે? તો તેના જવાબ સાંભળશો તો ચોંકી જશો. આ બધા ઈન્સિડેન્ટમાં એક લિંક કોમન મળે છે એક તો તે અમેરિકન સરકાર માટે કામ કરતા હતા અને બીજું કે આ વૈજ્ઞાનિકો કાં તો ન્યૂક્લિયર ફ્યૂઝન, એડવાન્સ પ્રપલ્શન અથવા ખૂબ જ સિક્રેટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. વિલિયમ નીલ મેકકેસલેન્ડ ગુમ થયા ત્યારે તેમનો પોન અને ચશ્મા તેમના ઘરે જ મળ્યા હતા. પ્રોફેસર નુનો લૌરેરોની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. આ મામલો અમેરિકાને મંદબુદ્ધિ કરવાનો આ બનાવો પર એક્સપર્ટ્સનું માનવું છે કે આ કામ કોઈ ગેંગનું નહીં પણ અમેરિકાની નેશનલ લેવલની ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન્સને ટાર્ગેટ કરવા માટેનું કામ છે. પૂર્વ FBI અધિકારી ક્રિસ સ્વેકર અને સાંસદ ટિમ બર્ચેટનું તો ત્યાં સુધી કહેવું છે કે આ ચીન રશિયા કે ઈરાનનું કામ છે. જે હશે તો પૂરી તપાસ બાદ જ ખબર પડશે કારણ કે અમેરિકા જેવા શક્તિશાળી દેશના સિક્રેટ પ્રોજેક્ટ્સ પર કામ કરતા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો રાતો-રાત ગાયબ થઈ જાય કે તેમને પતાવી દેવામાં આવે તે બહુ મોટી અને અતિ ગંભીર વાત છે. ગૂમ કે મોત થયાની કોમન કડી એક વાત અહીં જોવા મળે છે કે મોટાભાગના સાયન્ટિસ્ટ સ્પેશિયલ એક્સેસ પ્રોગ્રામ્સમાં કામ કરતા હતા. આ એવા પ્રકારના પ્રોગ્રામ્સ હોય છે જેના બજેટ પણ જાહેર નથી કરવામાં આવતા. તો વિચારો આ કેટલા સિક્રેટ મિશન હશે જેમાં આ વૈજ્ઞાનિકો કામ કરતા હશે. આ બનાવોમાં મોનિકા રેઝા અને મેલિસા કાસિયાસના કિસ્સામાં બંનેના ફોન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે ફેક્ટરી રિસેટ કરેલા મળી આવ્યા હતા. ટૂંકમાં કોઈ ડેટા જાહેરમાં ન આવે તેવો અમેરિકાના દુશ્મનનો કે અમેરિકાના અંદરના માણસનો પ્લાન હોઈ શકે. આના પર અમુક એક્સપર્ટ્સનું કહેવું છે કે આ વૈજ્ઞાનિકો એવા ખુલાસા કરવાના હતા જે હાલના નેતાઓને ગમે નહીં તેવા હતા. ખાસ કરીને ન્યૂક્લિયર ફ્યુઝન પરનું તેમનું કામ કોઈના માટે ખતરો બની રહ્યું હતું. ગાયબ થયા પહેલા મગજ થયું હેંગ વિલિયમ મેકકેસલેન્ડે આલ્બુકર્કમાંથી ગુમ થયા પહેલા મેન્ટલ ફોગની પણ ફરિયાદ કરી હતી. એક્સપર્ટ્સનું માનવું છે કે આ ત્યારે થાય છે જ્યારે કોઈ ડાયરેક્ટ એનર્જી વેપન કે માઈક્રોવેવ વેપન્સ આસપાસ કામ કરતું હોય. મેન્ટલ ફોગ થાય ત્યારે માણસ પોતાની વિચારવાની શક્તિ ખોઈ બેસે છે અથવા તેની વિચારવાની કેપેસિટીને કાબૂમાં કરી શકાય છે. તેઓ વર્ષ 2013માં નિવૃત થયા હતા અને સ્પેસ રિસર્ચની મોટી પોઝિશન પર કામ કરી ચૂક્યા હતા. વિલિયમ મેકકેસલેન્ડેનું નામ હિલેરી ક્લિન્ટનના કેમ્પેઈન ચેરમેન જોન પોડેસ્ટાના ઈમેઈલ્સના વિકિલીક્સ ડમ્પમાં દેખાયું હતું. જેમાં ટોમ ડોલોન્જ નામના વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેમણે યુએફઓ એટલે કે એલિયન્સનું સ્પેશ શટલ જોયું હતું. 27 ફેબ્રુઆરીએ જનરલ મેકકેસલેન્ડ જ્યારે ગાયબ થયા, ત્યારે તેમની પત્નીએ 911 ઇમરજન્સી હેલ્પલાઈન પર કરેલો કોલ સૌથી મોટો પુરાવો છે. તેમણે ધ્રૂજતા અવાજે કહ્યું હતું કે, મારા પતિ અત્યારે પોતાને કોઈનાથી છુપાવવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ પોતાની સાથે માત્ર પિસ્તોલ લઈ ગયા હતા. શું વૈજ્ઞાનિકને એલિયન્સ ઉઠાવી ગયા? રિટાર્યડ જનરલ જ્યારે ગાયબ થયા ત્યારે તેમનો ફોન, ચશ્મા અને પર્સનલ ડિવાઈઝ ઘરે જ છોડી ગયા હતા. અહીં પોલીસને એક વાત ચોંકાવનારી લાગી હતી કે જનરલનું વોલેટ, પહાડ ચઢવાવાળા હાઈકિંગ બૂટ અને રિવોલ્વર ગાયબ હતા. વિલિયમ નીલ મેકકેસલેન્ડના પત્નીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમના પતિ એલિયન્સ સાથે વાત કરી શકતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આવી કોઈ જ વાત નથી. મોતની અનસોલ્વ્ડ ગુથ્થી લિસ્ટમાં એક નામ એવું પણ છે જેનું મોત હજુ પણ વણઉકેલ્યું છે, નામ છે માઈકલ ડેવિડ હિક્સ. તેઓ નાસાના DART મિશન એટલે કે લઘુગ્રહોનો રસ્તો બદલવાની ટેકનોલોજી પર કામ કરતા હતા. આ એવી ટેકનોલોજી છે જેનો ઉપયોગ દુશ્મન દેશની મિસાઈલોને હવામાં જ ગાયબ કરવા માટે પણ થઈ શકે છે. 59 વર્ષની ઉંમરે તેમની અચાનક અને અજાણ્યા કારણોસર થયેલી મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. મહિલા સાયન્ટિસ્ટ મેલિસાની મર્ડર મિસ્ટ્રી! હવે વાત કરીએ ગયા વર્ષે 26 જૂનથી ગાયબ થયેલાં મલિસા કાસિયાસની. તેમને લોસ એલામોસ નેશનલ લેબોરેટરીમાં સિક્યોરિટી ક્લિયરન્સ મળ્યું હતું. મલિસા ગાયબ થયા તે કામ માટે નીકળી રહ્યા હતા અને ઘરે પાછા આવ્યા હતા કારણ કે તે પોતાનો બેજ ભૂલી ગયા હતા. જો કે ત્યાર બાદ તે કામ પર પણ નહોતા ગયા અને ઘરેથી પણ કામ નહોતું કર્યું. છેલ્લે તે પોતાના પાડોશીના કેમેરામાં બપોરે સવા બે વાગ્યે ન્યૂ મેક્સિકોની ગલીઓમાં એકલા ચાલતા જોવા મળ્યા હતાં. જ્યારે તેમના દીકરી ઘરે આવ્યા ત્યારે મલિસાનું પર્સ, ચાવી, પાકિટ અને કાર ઘરે જ હતું. મલિસાના પોતાના અને તેમના કામન સરકારી ફોનમાં ફેક્ટરી રીસેટ ડેટા કરી દેવાય હતા. બધી જ માહિતી ગાયબ કરી દેવાઈ હતી. પોલીસને માટીવાળા, લોહીવાળા બૂટ મલિસાના બેડરૂમમાં જોવા મળ્યા હતા. મલિસાને સેફ રીતે સરકારને સોંપનારને 5 હજાર ડોલર આપવાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ચાવેઝની ગાયબ થવાની મિસ્ટ્રી 78 વર્ષના નિવૃત ન્યુક્લિયર એક્સપર્ટ એન્થોની ટોની ચાવેઝ પણ મે 2025થી ગાયબ છે. તેઓ લોસ એલામોસ લેબમાં સિક્રેટ પ્રોજેક્ટસ પર કામ કરતા હતા. ચાવેઝની ચાવી, ફોન અને વોલેટ પણ તેમના ટેબલ પર જ મળી આવી હતી પણ તેઓ ગાયબ હતા. ઘરે પણ કોઈ ફાઈટિંગ થઈ હોય એવા પૂરાવા નથી મળ્યા. છેલ્લીવાર તેઓ 4 મે 2025ના રોજ ન્યૂ મેક્સિકોની ડેનવર સ્ટીલ્સમાં જોવા મળ્યા હતા. તેઓ મલિસાથી થોડી ઉંચી પોસ્ટ પર કામ કરતા હતા. વૈજ્ઞાનિકની બોડી તળાવમાં, ફોન-વોલેટ ઘરે હવે વાત કરીએ જેસન થોમસની. તે નોવાર્ટિસમાં કેમિકલ બાયોલોજીના એસોસિએટ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. ડિસેમ્બર 2025થી તે ગાયબ હતા અને માર્ચ 2026માં તેમની ડેડબોડી તળાવમાંથી મળી હતી. તેમના ફોન અને વોલેટ પણ ઘરે મળી આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે થોમસે સ્યૂસાઈડ કર્યું છે પણ ફેડરલ તપાસ થાય તો ટાર્ગેટેડ કિલિંગ હોઈ શકે છે તેવું થોમસના પરિવારનું માનવું છે. વર્લ્ડ ફેમસ વૈજ્ઞાનિકનું મોત પણ પોસ્ટમોર્ટમ જ ન કરાયું? હવે વાત કરીએ ફ્રેન્ક માઈવાલ્ડની. અમેરિકન સ્પેસ કંપની નાસાના જેટ પ્રપોલ્શન લેબોરેટરીમાં ફ્રેન્કે 25 વર્ષ કામ કર્યું હતું. તે સ્પેસમાં લાઈફ શોધવાની ટેક્નોલોજી અને એડવાન્સ સેન્સર્સના વર્લ્ડ ફેમસ એક્સપર્ટ હતા. 4 જુલાઈ 2024ના તેમનું મોત થયું હતું પણ એવી વાતો છે કે તેમનું ક્યારેય પોસ્ટમોર્ટમ જ નથી કરવામાં આવ્યું. USના ન્યૂક્લિયર રિસર્ચને ઝટકો MITમાં પ્રોફેસર અને પ્લાઝમા સાયન્સ એન્ડ ફ્યુઝન સેન્ટરના ડાયરેક્ટર નુનો લૌરેરોને તેમના જ ઘરે 15 ડિસેમ્બર 2025માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ પ્લાઝ્મા ફિઝિક્સ અને ન્યુક્લિયર ફ્યુઝનમાં એક્સપર્ટ હતા. નુનોને સ્પાર્ક નામનો એક પ્રોજેક્ટ સોંપવામાં આવ્યા હતો. તેમના જવાથી અમેરિકાના ન્યુક્લિયર રિસર્ચ મિશનને મોટો ફટકો પડ્યો છે. અમેરિકાના મંગળ મિશનને ફટકો એક્સોપ્લેનેટ સંશોધન કાર્લ ગ્રિલમેરની વાત કરીએ તો 16 ફેબ્રુઆરી 2026ના તેમને ગોળી મારી દેવામાં આવી હતી. કાર્લ કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના મોટા રિસર્ચર અને પહેલા એક્ઝોપ્લેનેટ એક્સપ્લોર હતા. તેમણે સોલર સિસ્ટમના બહારના એક ગ્રહના વાતાવરણમાં પાણીની વરાણ શોધી હતી. તારાઓ વિશે ડાર્ક મેટરમાં રિસર્ચ કરીને તેમને સ્ટ્રીમ કિંગનું પણ ખિતાબ મળ્યું હતું. વર્ષ 2011માં કાર્લને નાસાનો મેડલ પણ આપવામાં આવ્યો હતો. કાર-પાકિટ-મોબાઈલ મળ્યા, માણસ ગાયબ 28 ઓગસ્ટ 2025થી સ્ટીવન ગાર્સિયા પણ ગાયબ છે. છેલ્લે તે મેક્સિકોના અલ્બુકર્કમાં હેન્ડગન લઈને ચાલતા જોવા મળ્યા હતા. તેમનું પણ વાહન, પાકિટ અને મોબાઈલ ઘરેથી જ મળી આવ્યા હતા. ગાર્સિયા કાન્સાસ સિટી નેશનલ સિક્યુરિટી કેમ્પસમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા હતા, જે અમેરિકાના ન્યૂક્લિયર હથિયારોના 80% થી વધુ ન્યૂક્લિયર બ્રેઈન બનાવે છે. તેમની પાસે અમેરિકાની ન્યૂક્લિયર શક્તિ વિશે સિક્રેટ માહિતીઓ હતી. વૈજ્ઞાનિકના ફોન સલામત પણ ડેટા ડિલિટ એરોસ્પેસ એન્જિનિયર મોનિકા જેસિન્ટો રેઝાની વાત કરીએ તો 22 જૂન 2025થી તેઓ પણ ગાયબ છે. તેમણે નાસાની જેટ પ્રપલ્શન લેબમાં 20 વર્ષ કામ કર્યું. આ કેસમાં સૌથી મોટો પુરાવો છે કે તેમના ડિજિટલ પુરાવા મળ્યા છે. રેઝા કેલિફોર્નિયાના જંગલોમાં હાઈકિંગ કરવા ગયા હતા અને ત્યારથી ગાયબ છે. રેઝાના ફોન પર્સનલ અને સરકારી ફોન પણ ફેક્ટરી રિસેટ કરેલા તેમના ઘરેથી જ મળ્યા હતા. મોબાઈલમાં એક એક ડેટા હટાવી દેવામાં આવ્યો હતો. રેઝા સ્પેસ એક્સપ્લોર કરવા માટે એડવાન્સ મટિરિયલ બનાવવામાં માહેર હતા. ગાયબ થયેલા મોનિકા રેઝા જે ધાતુ પર કામ કરતા હતા, તે મૌન્ડાલૉય ભવિષ્યના રોકેટ એન્જિન માટે ખૂબ જ ક્રાંતિકારી મનાય છે. આ પ્રોજેક્ટની ફંડિંગની દેખરેખ જનરલ મેકકેસલેન્ડ કરતા હતા. આ બંનેનું એકસાથે ટાર્ગેટ થવું મોટા સવાલો ઉભા કરે છે. વૈજ્ઞાનિકો ગાયબ થવાથી અમેરિકાને નુકસાન કાર્લ ગ્રિલમેયર જેવી વ્યક્તિની હત્યાથી અમેરિકાની મિસાઈલ ટ્રેકિંગ અને ડાર્ક સેટેલાઈટ ડિટેક્શન ટેક્નોલોજીમાં મોટું ગાબડું પડ્યું છે. મોનિકા રેઝાના ગુમ થવાથી મંગળ મિશન માટેની ન્યૂક્લિયર થર્મલ પ્રોપલ્શન ટેક્નોલોજી અટકી પડી છે. નુનો લૌરેરોના જવાથી ન્યુક્લિયર ફ્યુઝનથી સસ્તી એનર્જી મેળવવાનું સપનું કદાચ પાછળ ધકેલાઈ શકે છે. સીઝફાયરની શરતો ને અમેરિકાનો ખેલ હવે આપણે વાત કરીએ અમેરિકા-ઈરાન યુદ્ધની. ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસ સીઝફાયરની વાત કરી. એટલે કે આ બંને દુશ્મન દેશો એકબીજા પર હુમલા નહીં કરે. એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકાએ આવું એટલા માટે કરાવ્યું કારણ કે 21 એપ્રિલ 2026ના અમેરિકા અને ઈરાનની લગભગ પાકિસ્તાનમાં યુદ્ધ રોકવા મીટિંગ થઈ શકે છે. અગાઉ મીટિંગ થઈ તેના પહેલા ઈઝરાયલે લેબનોનમાં હુથીઓ પર હુમલા કર્યા ત્યારે ઈરાને કહ્યું હતું કે હિંસા અને અહિંસા એકસાથે નહીં ચાલે. લેબનોન પર ઈઝરાયલ હુમલા બંધ કરશે તો જ અમે અમેરિકા સાથે વાતચીત કરવા ટેબલ પર બેસીશું. બની શકે કે ઈરાનને રીઝવવા માટે એક પ્રકારનું આ અમેરિકાનું ટેક્ટિક પણ હોઈ શકે. હિઝબુલ્લાહની કરો યા મરોના હાલ લેબનોન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ રોકવા અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ મીટિંગ કરાવી હતી. જેમાં ત્રણ વાતો સામે આવી છે. એક કે 10 દિવસ સુધી કોઈ પણ મિલિટરી કાર્યવાહી નહીં થાય અને બીજું કે લેબનોનમાં માત્ર આર્મી જ હથિયારો રાખી શકશે. હિઝબુલ્લાહ આર્મી નથી માટે તેમને હથિયાર હેઠા મૂકવા પડશે. મૂકશે નહીં તે વાત અલગ છે. ત્રીજું કે ઈઝરાયલે સાઉથ લેબનોનમાં 10 કિલોમીટરનો બફર ઝોન રાખવો પડશે. આ મીટિંગ હિઝબુલ્લાહ માટે કરો કે મરો જેવી સ્થિતિ છે. આમ તો હિઝબુલ્લાહ સીધી રીતે કરારમાં નથી છતાં ઈરાનના દબાણમાં તેમને આને સ્વીકારવું પડ્યું છે. છેલ્લા 7 અઠવાડિયામાં 2 હજારથી વધુ મેમ્બર્સ ગુમાવ્યા પછી પણ હિઝબુલ્લાહે 10 દિવસ શાંતિ રાખવી પડશે. હોર્મુઝમાં ડબલ નાકાબંધી ને મોંઘા તેલનો માર જો કે લેબનોન-ઈઝરાયલના સીઝફાયરના સમાચારથી હોર્મુઝના જલડમરુંમાં કોઈ ખાસ અસર જોવા નથી મળી. ઈરાને ફેબ્રુઆરીમાં હોર્મુઝનો દરિયાઈ રસ્તો બ્લોક કર્યો સામેની બાજુ અમેરિકાએ 13 એપ્રિલે ઈરાની બંદરોની નાકેબંધી કરી. ડબલ બ્લોકેજના કારણે રોજ જ્યાંથી ઘણા જહાજો પાસ થતાં હતાં ત્યાં આજે એકલ-દુક્કલ જહાજો જ નીકળી રહ્યા છે. આ નાકેબંધીના કારણે આજના દિવસે બ્રેન્ડ ક્રુડ ઓઈલનો ભાવ એક બેરલે 98 ડોલરને પાર છે. ઈરાનની ધમકી છે કે જો અમેરિકા પોતાના જહાજો નહીં હટાવે તો ઈરાન કાયમ માટે હોર્મુઝ બંધ કરી દેશે. પાકિસ્તાને ભારતનું ટેન્શન વધાર્યું જ્યારે મિડલ ઈસ્ટમાં જંગની બંદૂકો શાંત પડી રહી છે ત્યારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પોલિટિકલ ગેમ રમાવાની તૈયારીઓ થઈ રહી છે. 21 એપ્રિલની સિઝફાયરની ડેડલાઈન પહેલા અમેરિકા પાકિસ્તાનને વચેટિયા તરીકે ઉભું રાખી રહ્યું છે. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પની ફોરેન પોલિસી એક હાથ સે દો દૂજે સે લો જેવી રહી છે પણ પાકિસ્તાનનું આટલા મોટા ગ્લોબલ પ્લેટફોર્મ પર નામ આવે તે ભારત માટે ઊંઘ ઉડાડી દે તેવી વાત છે. હું ઈસ્લામાબાદ આવીશઃ ડોનાલ્ડ ટ્રમ્પ પૂરી વાત એમ છે કે ટ્રમ્પ સરકાર અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા વાતચીત ચાલી રહી છે. જેમાં ન્યૂટ્રલ રહીને પાકિસ્તાન બંને દેશોના સંદેશાઓ કે શરતો એકબીજાને પહોંચાડી રહ્યું છે. આ માટે ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શન અસીમ મુનીરના પૂરી દુનિયા સાંભળે તેમ વખાણ કર્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે, "જો ઈરાન ન્યુક્લિયર કન્સેશન આપે, તો હું પોતે ઇસ્લામાબાદ જઈશ." ભારત માટે આ બિલકુલ સારી વાત નથી કે પાકિસ્તાન અને અમેરિકા વધુ નજીક આવે. કારણ કે જો આવું થાય તો અમેરિકા પાકિસ્તાનની આજીજી પર આપણા હિતોને દબાવવા કોશીશ કરી શકે તેમ છે. ખાસ કરીને કાશ્મીર જેવા મુદ્દા પર જે ભારત બિલકુલ સહન ન કરે. અને છેલ્લે… તમને જાણીને આંચકો લાગશે પણ ભારત માટે આ બૌદ્ધિક હત્યાની પેટર્ન નવી નથી. આપણા દેશમાં પણ વર્ષ 2009થી વર્ષ 2013 વચ્ચે 11થી વધુ ન્યૂક્લિયર સાઈન્ટિસ્ટ રહસ્યમય રીતે કાં તો ગુમ થયા હતા અને કાંતો મોત થયા હતા. ભાભા એટોમિક રિસર્સ સેન્ટર અને કૈગ જેવા સેન્સેટિવ સેન્ટર્સ પર કામ કરતા એક્સપર્ટમાં કોઈની ડેડબોડી કાં તો નદીમાં મળી હતી કાં તો જંગલમાં, પણ અફસોસ આજની તારીખે પણ તેમના મોત કેવી રીતે થયા હતા અને કોણે કર્યા હતા તે કોઈ જાણી શક્યું નથી. અમેરિકામાં જે થયું તે ભારતે દાયકા પહેલા ભોગવ્યું છે. આ ગ્લોબલ ગેમ પાછળ કોણ હશે જે દુનિયાની પ્રોગ્રેસ રોકવા ઈન્ટેલિજન્ટ માઈન્ડનું મર્ડર કરતું હશે? સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    KKRની ત્રીજી વિકેટ પડી:રહાણે, રઘુવંશી બાદ સેઈફર્ટ પણ આઉટ, અમદાવાદમાં GT જીતની હેટ્રિક લગાવવા તૈયાર
    Next Article
    મહિલા અનામત બિલ 54 મતોથી નામંજૂર:તરફેણમાં 298, વિરોધમાં 230 મત પડ્યા; મોદી સરકાર પહેલીવાર બિલ પાસ કરાવવામાં નિષ્ફળ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment