Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં EDનો મોટો સપાટો:₹183 કરોડના ડિજિટલ પોન્ઝી કૌભાંડમાં સુધીર અને ઉમંગ કોટડિયાની ધરપકડ; 3 કરોડની રોકડ જપ્ત

    10 hours ago

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા ભરૂચમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને 'QFON એપ' ડિજિટલ રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ), 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીે 20 માર્ચ, 2026 સુધી એટલે કે 8 દિવસ EDની કસ્ટડીમાં રહેશે. ઓપરેશન દરમિયાન શું મળી આવ્યું? EDની તપાસ દરમિયાન આરોપીઓના ઠેકાણેથી કુલ ₹2.51 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ અને નાણાકીય વ્યવહારોના રેકોર્ડ પણ કબજે લેવાયા છે. શું હતું 'QFON એપ' કૌભાંડ? આ કેસની શરૂઆત મહારાષ્ટ્રના થાણે સ્થિત વર્તકનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પરથી થઈ હતી. તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારોને નિશાન બનાવી દર મહિને 2%થી 10.5% જેટલા માતબર વળતરની લાલચ આપી હતી. આ એક ક્લાસિક 'પોન્ઝી સ્કીમ' હતી, જેમાં નવા રોકાણકારોના પૈસાનો ઉપયોગ જૂના રોકાણકારોને રિટર્ન આપવા માટે કરવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં અંદાજે ₹183 કરોડની ગેરકાયદેસર આવક (Proceeds of Crime) સામે આવી છે. દુબઈથી નેપાળ થઈ ભારત પરત ફર્યા હતા આરોપીઓ સૂત્રોના જણાવ્યા અનુસાર, કૌભાંડ આચર્યા બાદ બંને આરોપી પકડાઈ જવાની બીકે દુબઈ ભાગી ગયા હતા. જોકે, તાજેતરમાં તેઓ નેપાળના રસ્તે ચોરીછૂપીથી ભારત પરત આવ્યા હતા, જેની બાતમી મળતા જ EDએ વોચ ગોઠવીને તેમને દબોચી લીધા હતા. કોર્ટે 20 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા ધરપકડ કરાયેલા સુધીર અને ઉમંગ કોટડિયાને મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બંને આરોપીને 20 માર્ચ, 2026 સુધી એટલે કે 8 દિવસની ED કસ્ટડીમાં સોંપવાનો આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    LPG સંકટઃ એજન્સીઓ પર રાતથી જ લાઇનો લાગી:કોમર્શિયલ સિલિન્ડર ન મળવાને કારણે હોટલ-રેસ્ટોરાં બંધ થવાને આરે; સરકારે કહ્યું-ગભરાશો નહીં
    Next Article
    ભાવનગરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ:મહાનગરપાલિકા દ્વારા 'હીટવેવ' સામે રક્ષણ આપવા 22 સ્થળોએ ORS તથા પાણીની સુવિધા ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment