Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ રિયલ એસ્ટેટ કૌભાંડમાં EDની કાર્યવાહી:કેશવ નારાયણ ગ્રૂપ સહિતના બિલ્ડરોની ₹129 કરોડથી વધુની પ્રોપર્ટી સીલ કરી, સસ્તા ફ્લેટ અને 100% વળતરની લાલચ આપી લોકોને લૂંટ્યા

    8 hours ago

    અમદાવાદમાં નિર્દોષ ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો અને મધ્યમવર્ગીય પરિવારો સાથે રિયલ એસ્ટેટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે લાલ આંખ કરી છે. ED દ્વારા રોનક રવજીભાઈ સોનાની, વિપુલભાઈ ગોરધનભાઈ ગંગાણી, મેસર્સ કેશવ નારાયણ ગ્રૂપ તેમજ અન્યો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને ₹129.80 કરોડની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત (Attach) કરવામાં આવી છે. 5 પોલીસ મથકોમાં નોંધાયેલી FIRના આધારે તપાસ તેજ અમદાવાદના DCB ક્રાઈમ, સેટેલાઇટ, નવરંગપુરા અને બોપલ પોલીસ મથક ખાતે નોંધાયેલી કુલ 5 FIRના આધારે ED દ્વારા મની લોન્ડરિંગ નિવારણ કાયદા (PMLA) હેઠળ તપાસ હાથ ધરાઈ હતી. આરોપીઓ સામે 'ભારતીય ન્યાય સંહિતા, 2023' (BNS) ની વિવિધ કલમો હેઠળ અગાઉ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી ચૂકી છે. પ્રી-લોન્ચ ઓફર અને ઊંચા વળતરની લાલચ આપી સેંકડો રોકાણકારો સાથે છેતરપિંડી EDની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ સામાન્ય ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો, વેપારીઓ અને મધ્યમ વર્ગના પરિવારો સાથે મોટા પાયે છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ પોતાની રિયલ એસ્ટેટ યોજનાઓને અધિકૃત પ્રોજેક્ટ્સ તરીકે રજૂ કરી આકર્ષક ‘પ્રી-લોન્ચ’ ભાવે ફ્લેટ તેમજ દુકાનો ઓફર કરી હતી. આ સાથે રોકાણકારોને 54% થી 100% સુધીના ઊંચા ફિક્સ્ડ રિટર્નનું વચન પણ આપ્યું હતું. જોકે, આ પ્રોજેક્ટ્સનું માર્કેટિંગ N.A. (બિન-ખેતી) પરવાનગી અને RERA રજિસ્ટ્રેશન જેવી ફરજિયાત કાયદાકીય મંજૂરીઓ વિના જ કરવામાં આવ્યું હતું. પરિણામે, 'છારોડી' સ્કીમમાં અંદાજે 250 અને 'અક્ષર અનંત' સ્કીમમાં 44થી વધુ ખરીદદારો-રોકાણકારો પાસેથી નાણાં પડાવી લીધા બાદ ન તો ફ્લેટ કે દુકાનોનો કબજો અપાયો કે ન તો નાણાં પરત કરવામાં આવ્યા. ડમી સેલ ડીડ બનાવી પ્રોજેક્ટની જમીન ત્રીજા પક્ષકારોને તબદીલ કરવાનું કાવતરું તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ એક સુનિયોજિત મોડસ ઓપરેન્ડી હેઠળ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. ખોટા વાયદાઓ આપી નાણાં એકત્ર કર્યા બાદ તે ભંડોળ અન્યત્ર વાપરીને મેળવેલી મિલકતોને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. છારોડી પ્રોજેક્ટમાં RERA અને N.A. ની પ્રક્રિયા ચાલુ હોવાનું કહી બાદમાં તે જમીન કેવલ મહેન્દ્રભાઈ પટેલ, આશિષ વિષ્ણુભાઈ પટેલ અને અન્યના નામે તબદીલ કરી દેવાઈ હતી. તેવી જ રીતે શેલા સ્થિત ‘અક્ષર અનંત’ પ્રોજેક્ટમાં MoU દર્શાવી પ્રોજેક્ટ બંધ કરી દેવાયો અને જમીન પુરવ રમેશચંદ્ર પટેલ, દીપરાજવીરસિંહ વિક્રમસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ પ્રદ્યુમનસિંહ ચુડાસમા તથા અન્યોના નામે ટ્રાન્સફર કરી દેવાઈ હતી. આરોપીઓએ કોઈપણ વાસ્તવિક ચૂકવણી વિના માત્ર બનાવટી વેચાણ દસ્તાવેજો (Dummy Sale Deeds) ઊભા કરી વ્યવહારો કાયદેસર દર્શાવવા કાલ્પનિક વિગતો નોંધી હતી.
    Click here to Read More
    Previous Article
    WaPo story on Adani: Gujarat cops search journalist Ravi Nair’s residences in Kerala and Delhi
    Next Article
    Ground Report | મેઘાનો અષાઢી મિજાજ | પાણીએ બેસાડી પનોતી ! | Heavy Rain | Weather | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment