Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રગ્સના કાળા કારોબાર પર EDની તવાઈ:સલીમ ડોલાની કરોડોની પ્રોપર્ટીના દસ્તાવેજો જપ્ત, 1.33 કરોડ ફ્રીઝ, સુરત-રાજકોટ અને અંકલેશ્વર સહિત 21 સ્થળોએ દરોડા

    1 week ago

    આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના ભંડોળ અને કાળા નાણાંની હેરાફેરી વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક બહુમોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કુખ્યાત ડ્રગ્સ માફિયા સલીમ ઇસ્માઇલ ડોલા અને તેના સહયોગીઓ દ્વારા સંચાલિત "ટ્રાન્સ-નેશનલ ઓર્ગેનાઇઝ્ડ નાર્કોટિક્સ ટ્રાફિકિંગ સિન્ડિકેટ" સામેની તપાસના સંદર્ભમાં EDની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ગત 2 અને 3 જૂન, 2026ના રોજ મુંબઈ ઉપરાંત ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત કુલ 21 સ્થળોએ સામૂહિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રગ્સ નેટવર્કના તમામ નોડ્સ પર તવાઈ ED દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશનમાં સલીમ ડોલાના સંગઠિત નાર્કોટિક્સ નેટવર્કને સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં સિન્ડિકેટ સાથે જોડાયેલા એન્ડ-ટુ-એન્ડ નોડ્સ, જેવા કે પ્રતિબંધિત રસાયણ સપ્લાયર્સ, રાસાયણિક વેપારીઓ, સિન્થેટિક નાર્કોટિક ડ્રગ મેફેડ્રોન (MD) ના ઉત્પાદકો અને વિતરકો, હવાલા ઓપરેટરો તેમજ આ ડ્રગ સિન્ડિકેટ દ્વારા મેળવેલા કાળા ભંડોળમાંથી કરોડો રૂપિયાની બેનામી મિલકતો વસાવનારા વ્યક્તિઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ આકરી કાર્યવાહી પાછળનો મુખ્ય હેતુ ગેરકાયદેસર સપ્લાય ચેઇન અને મની લોન્ડરિંગ ઇકોસિસ્ટમની મહત્વપૂર્ણ કડીઓને તોડીને સિન્ડિકેટના નાણાકીય માળખાને નેસ્તનાબૂદ કરવાનો છે. રોકડ, વિદેશી ચલણ અને કરોડોનું બેંક બેલેન્સ સીઝ સઘન શોધખોળ દરમિયાન EDએ મોટા પાયે આર્થિક વ્યવહારો અને ગેરકાયદે સંપત્તિ શોધી કાઢી છે, જેની વિગતો નીચે મુજબ છે: અનેક FIRના આધારે શરૂ થઈ તપાસ આ હાઈ-પ્રોફાઈલ મામલામાં તપાસની શરૂઆત મુંબઈની વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા સલીમ ડોલા અને અન્ય લોકો સામે માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરફેર અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર વેપાર (NDPS Act) સંબંધિત ગુનાઓ હેઠળ નોંધાયેલી અનેક FIRના આધારે કરવામાં આવી હતી. EDની તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક અત્યંત વ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય છે. આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ અત્યાર સુધી હાથ ધરાયેલી તપાસમાં એક અત્યંત સંગઠિત ટ્રાન્સ-નેશનલ (આંતરરાષ્ટ્રીય) ગુનાહિત નેટવર્કનું અસ્તિત્વ હોવાનું સ્પષ્ટ ખુલ્યું છે. આ સિન્ડિકેટ પ્રતિબંધિત પૂર્વગામી રસાયણોની ગેરકાયદે ખરીદી, ગુપ્ત લેબોરેટરીઓમાં મેફેડ્રોન (MD ડ્રગ્સ)નું ઉત્પાદન, આંતરરાજ્ય પરિવહન અને માદક દ્રવ્યોના વિતરણમાં સંડોવાયેલું છે. આ સિન્ડિકેટ દ્વારા ડ્રગ્સના વેચાણમાંથી મળતી કરોડોની કમાણીને હવાલા ચેનલો દ્વારા સગેવગે કરવામાં આવતી હતી અને સહયોગીઓ તેમજ ડમી વ્યક્તિઓના નામે જંગમ અને સ્થાવર સંપત્તિઓ ખરીદવામાં આવતી હતી. આ મામલે ED દ્વારા હજુ પણ વધુ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ હોવાથી આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી વિગતો અને સંપત્તિઓ હાથ લાગે તેવી પ્રબળ શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    05 જૂનનું ટેરો રાશિફળ:મકર રાશિના જાતકોને આજે પ્રમોશનના સમાચાર મળશે, મીન રાશિના લોકોની લવ લાઈફ ફરી ખીલશે
    Next Article
    દીવ નજીક નાળિયા માંડવી પાસે સિંહનું જલપાન:જંગલથી દરિયાકિનારા સુધી સિંહોનો વિસ્તાર વધ્યો, રાહદારીઓએ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment