Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળની ફાલતા બેઠક પર ECએ વોટિંગ રદ કરી:21 મેના રોજ ફરી મતદાન, 24ના રોજ પરિણામ; હિંસા-ગેરરીતિઓની ફરિયાદ પર નિર્ણય

    1 day ago

    ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ફાલ્ટા બેઠકના તમામ 285 પોલિંગ બૂથ પર 21 મે ના રોજ ફરીથી મતદાન કરાવવાનો નિર્દેશ આપ્યો છે. અહીં 29 એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાન દરમિયાન EVM માં ગેરરીતિ અને હિંસાના સમાચાર આવ્યા હતા. પરિણામ 24 મે ના રોજ જાહેર કરવામાં આવશે. આ જ વિધાનસભાના એક બૂથ પર EVM માં ભાજપના બટન આગળ ટેપ લગાવેલી જોવા મળી હતી. પશ્ચિમ બંગાળમાં મગરાહાટ પશ્ચિમના 11 બૂથ અને ડાયમંડ હાર્બરના 4 બૂથ પર શનિવારે ફરીથી મતદાન થયું. બંને વિધાનસભા મતવિસ્તારના કુલ 15 બૂથ પર અંદાજે 90% મતદાન નોંધાયું હતું. સાઉથ 24 પરગણામાં TMC અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ બંને પક્ષોને શાંત પાડ્યા હતા. ફાલ્ટામાં મતદારોએ TMC કાર્યકર્તાઓ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે મતદાન બાદ TMCના લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી. જ્યારે તેઓ આનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. અનેક લોકોને પગ, માથા અને હાથના ભાગે ઈજાઓ થઈ છે. બીજી તરફ, TMCએ આરોપ લગાવ્યો છે કે મગરાહાટના બૂથ નંબર 127 પર સુરક્ષા દળોએ અમારા કેમ્પમાં તોડફોડ કરી અને કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાઉન્ટિંગ એજન્ટોને સંબોધિત કરતા કહ્યું કે TMC 200થી વધુ બેઠકો પર જીત મેળવશે. મતદાનના ફોટા… દક્ષિણ 24 પરગનાની બે વિધાનસભા બેઠકો પર ફરીથી મતદાન અંગે અપડેટ્સ માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    CSK vs MI IPL 2026 LIVE Score: Ghazanfar cleans up Urvil, Chennai (85/2) vs Mumbai at Chepauk
    Next Article
    ₹10ની નોટ બતાવી વૃદ્ધે માસૂમને ઓરડીમાં ખેંચી બાથ ભરી:કપડા ઉતારી બાળકી સાથે અડપલાં કર્યા, માતાએ ફરિયાદ નોંધાવતા રાજકોટ પોલીસે દબોચ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment