Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાની હુમલામાં અમેરિકી બોઇંગ E-3 સેન્ટ્રી વિમાન નષ્ટ:અમેરિકા પાસે આવા 16 એરક્રાફ્ટ; કુવૈતમાં વીજળી-પાણી પ્લાન્ટ પર હુમલો, 1 ભારતીયનું મોત

    19 hours ago

    ઈરાને દાવો કર્યો છે કે તેમણે સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકી એરબેઝ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે. ઈરાનના પ્રેસ ટીવી અનુસાર આ હુમલો રવિવારે પ્રિન્સ સુલતાન એર બેઝ પર કરવામાં આવ્યો હતો, જ્યાં અમેરિકી સૈનિકો તૈનાત છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર આ હુમલામાં અમેરિકાના અદ્યતન સૈન્ય ઉપકરણોને નુકસાન થયું છે. આમાં બોઇંગ E-3 સેન્ટ્રી વિમાનનો પણ સમાવેશ થાય છે. આ વિમાન એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) નો એક ભાગ છે, જે રડાર દ્વારા સેંકડો કિલોમીટર દૂર સુધી વિમાનો અને મિસાઈલો પર નજર રાખી શકે છે. રિપોર્ટ અનુસાર અમેરિકા પાસે આવા માત્ર 16 વિમાન છે. ઈરાને આ હુમલામાં 6 બેલિસ્ટિક મિસાઈલ અને 29 ડ્રોન છોડ્યા. આ હુમલામાં 10 થી 15 અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે. જોકે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે હજુ સુધી આ હુમલા અને નુકસાનની સત્તાવાર પુષ્ટિ કરી નથી. જ્યારે, કુવૈતમાં વીજળી અને પાણીના પ્લાન્ટ પર રવિવારે થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    ટેક્સ બચાવવા માટે 2 દિવસ બાકી:જો લઘુત્તમ બેલેન્સ જમા નહીં કરાવો તો PPF-સુકન્યા ખાતું બંધ થશે; 31 માર્ચ સુધીમાં 3 કામ પતાવો, એપ્રિલથી 10 નિયમો બદલાશે
    Next Article
    વાપીના ડુંગરામાં મધરાતે ભીષણ આગ:25થી વધુ ગોડાઉન બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટા; ધંધુકામાં ડમ્પિંગ સાઈટ ભડભડ સળગી, આગ બુઝાવવાની કામગીરી શરૂ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment