Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે પહેલીવાર સ્વીકાર્યું:E-20ની અસરથી BS-3 વાહનોના કેટલાક રબર પાર્ટ્સ ખરાબ થાય છે

    2 days ago

    કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે BS-3 ધોરણવાળી ગાડીઓમાં E-20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) વાપરવાથી કેટલાક રબર પાર્ટ્સ અને ગાસ્કેટ બદલવા પડી શકે છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું કે તેનાથી એન્જિનમાં ફેરફાર કરવાની જરૂર નહીં પડે. આ પાર્ટ્સ નિયમિત સર્વિસિંગ દરમિયાન સરળતાથી બદલી શકાય છે. આ પહેલીવાર છે, જ્યારે સંસદમાં સરકારે આ પ્રકારની વાત કહી છે. જાણવા મળ્યું છે કે, 2005 થી 2016 ની વચ્ચે બનેલી ગાડીઓ BS-3 ધોરણવાળી છે. આ માહિતી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉપલા ગૃહમાં લેખિત જવાબમાં આપી. તેમણે જણાવ્યું કે ઇન્ડિયન ઓઇલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ, સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર E-20 ઇંધણનો અભ્યાસ કર્યો હતો. ગડકરીએ એમ પણ કહ્યું કે વાહનનું માઇલેજ ફક્ત ઇંધણ પર નિર્ભર નથી કરતું, પરંતુ ડ્રાઇવિંગ સ્ટાઇલ, રસ્તાની સ્થિતિ, જાળવણી અને અન્ય પરિબળોથી પણ પ્રભાવિત થાય છે. તેનો ઉપયોગ દુનિયામાં એક સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે. તે બધું, જે તમારા માટે જાણવું જરૂરી છે… કયા-કયા પાર્ટ્સ બદલવા પડી શકે છે? પાઈપ્સ, ઓ-રિંગ, રબર સીલ, ફ્યુઅલ હોઝ, ગાસ્કેટ, ફ્યુઅલ પંપના રબર કમ્પોનન્ટ, ઇન્જેક્ટર સીલ. આ પાર્ટ્સ એન્જિનમાં હોય છે? ના. મોટાભાગના રબર પાર્ટ્સ ફ્યુઅલ સિસ્ટમમાં હોય છે. કઈ ગાડીઓના પાર્ટ્સ બદલવા પડી શકે છે? યુરો-4 થી નીચેના જેટલા પણ વાહનો છે, તેમાં જરૂર પડી શકે છે. સંસદમાં રજૂ કરાયેલા જવાબ મુજબ, 1 એપ્રિલ 2005 થી લાગુ BS-3 માપદંડ હેઠળ 2016 પહેલા બનેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો તેના દાયરામાં છે. એકવાર પાર્ટ્સ બદલવાનો ખર્ચ? આ ગાડી અને મોડેલ પર નિર્ભર છે. મર્સિડીઝમાં મોંઘું, તો મારુતિ સસ્તું પડી શકે છે. ટુ-વ્હીલરમાં 500 થી 1500 રૂપિયા અને ફોર-વ્હીલરમાં 2 હજારથી 8 હજાર સુધીનો ખર્ચ આવી શકે છે. પાર્ટ્સ કેટલા અંતરાલમાં બદલવા પડશે? કોઈ નિશ્ચિત સમય કે કિલોમીટર નથી. જ્યારે તમે રૂટિન સર્વિસિંગ કરાવશો, તે દરમિયાન ઘસારો, લીકેજ કે ખરાબી મળવા પર બદલવામાં આવશે. પાર્ટ્સ બદલવાની જરૂર કેમ? ઇથેનોલ જૂના રબરને સમય જતાં સખત, નરમ કે ફુલાવી શકે છે. પહેલાં રબર ઇથેનોલના લાંબા સંપર્કને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા ન હતા. નુકસાન રબરને જ કે મેટલ પર પણ? અસર રબર પાર્ટ્સ સુધી સીમિત છે. યુરો-4 અને તેનાથી નીચેની ગાડીના મેટલ પાર્ટ્સ પર પણ અસર સંભવ છે. E-20 પેટ્રોલ ભરાવ્યાના કેટલા સમય પછી ગાડી સમસ્યા આપવાનું શરૂ કરશે? ગાડી ચાલતી રહેશે, તો કોઈ ખરાબી નહીં આવે. બસ, તેનું મેન્ટેનન્સ વધારવું પડશે. કાર-બાઈક બંને પર સમાન અસર પડશે? બંનેમાં અસર થવાની સંભાવના છે, પરંતુ તે વાહનની ડિઝાઇન અને ફ્યુઅલ સિસ્ટમ પર નિર્ભર કરશે.
    Click here to Read More
    Previous Article
    Stock Market Today: All You Need To Know Before Going Into Trade On July 30
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:વરસાદનું જોર વધશે; 31 જુલાઈએ અમદાવાદ-સુરત સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ, પેપર લીક સંબંધિત બિલ લોકસભામાં પાસ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment