Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત DySPના પુત્રના આગોતરા જામીન મંજૂર:અમદાવાદમાં બનાવ સમયે બોલાચાલી સિવાય તેનો કોઈ રોલ ન હોવાની રજૂઆત

    9 hours ago

    અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે થોડા દિવસ પૂર્વે નિવૃત ડીવાયએસપી અને તેના પરિવારજનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે ત્રણ આરોપીઓ જેલમાં છે. આ કેસમાં નિવૃત ડીવાયએસપીના બીજા પુત્રની પણ ધરપકડ થવાની આશંકા હોય તેના માતા દ્વારા અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જે કોર્ટે મંજૂરી રાખી છે. નિવૃત ડીવાયએસપી અને તેમના એક પુત્ર અને પુત્રી સામે જમીન તકરારની બાબતમાં BNS તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. આ ત્રણેય આરોપીઓ હાલ જેલમાં છે. આ કેસમાં નિવૃત Dyspના બીજા પુત્રની ધરપકડની આશંકા હોવાથી તેની માતા દ્વારા અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં પુત્રની આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેને કોર્ટે મંજૂર રાખી છે અરજદારના વકીલની રજૂઆત અરજદારના વકીલ અજ્જ.એચ.મૂર્જાનીએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અરજદારની ભૂમિકા માત્ર ઘટનાસ્થળે હાજર રહેવા અને મૌખિક બોલાચાલી કરવા પૂરતી જ મર્યાદિત હતી. તેમની સામે કોઈ ચોક્કસ વ્યક્તિને ગાળો આપવાનો કે કાવતરાનો કોઈ સ્પષ્ટ આક્ષેપ નથી. અરજદારના પિતા એવા નિવૃત Dysp દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. પરંતુ અરજદારે કોઈ હથિયાર ધારણ કર્યું ન હતું કે તેનો ઉપયોગ કર્યો ન હતો. મુખ્ય આરોપી સાથે અરજદારે કોઈ પૂર્વ યોજના બનાવી હોવાના પુરાવા નથી. અરજદાર વિદ્યાર્થી છે અને તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તે કાયમી રહેવાસી હોવાથી ભાગી જવાની કે સાક્ષીઓને પ્રભાવિત કરવાની કોઈ શક્યતા નથી. જો તેની ધરપકડ કરવામાં આવે તો તેના ભવિષ્ય અને શિક્ષણ પર ગંભીર અને ન ભરી શકાય તેવું નુકસાન થશે. આ વિવાદ મૂળ જમીન સંબંધી સિવિલ મેટરનો છે. સરકારી વકીલે આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો સરકારી વકીલે આ આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ મામલે હજુ તપાસ ચાલુ હોવાથી અરજદારને આ તબક્કે આગોતરા જામીન આપવા જોઈએ નહીં. કોર્ટે બંને પક્ષોને સાંભળીને નોંધ્યું હતું કે રેકોર્ડ પરના પુરાવા જોતાં અરજદારની હાજરી માત્ર ઘટનાસ્થળે જ હોવાનું જણાય છે. જો આ અરજી નામંજૂર કરવામાં આવે, તો અરજદારના ભવિષ્ય અને શૈક્ષણિક કારકિર્દી પર વિપરીત અસર પડી શકે છે. અરજદાર વિદ્યાર્થી છે અને તેનો ગુનાહિત ભૂતકાળ નથી, માટે આ કેસને અપવાદરૂપ ગણીને કોર્ટે પોતાની વિવેકાધીન સત્તાનો ઉપયોગ અરજદારની તરફેણમાં કરવાનું યોગ્ય માનીને આગોતરા જામીન અરજી મંજૂર કરી છે.
    Click here to Read More
    Previous Article
    રામમંદિર દાન ચોરીનો રિપોર્ટ SITએ સરકારને સોંપ્યો:20 પાનાના રિપોર્ટમાં FIR અને ટ્રસ્ટને ફરીથી ગઠિત કરવાની ભલામણ
    Next Article
    Electric fleet expansion plan: BEST to induct 1,500 AC midi buses through wet-lease model

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment