Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડિયામાં DySP ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો:સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ફ્રોડ અંગે માર્ગદર્શન અપાયું, વડિયા-કુંકાવાવ તાલુકાનાં 45 ગામોમાં CCTV કેમેરા પ્રોજેક્ટ પૂર્ણ

    1 day ago

    અમરેલી જિલ્લાના વડિયા ખાતે DySP ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં વિશેષ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વધતા જતા સાયબર ક્રાઇમ અને ઓનલાઈન નાણાકીય ફ્રોડ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપીને જાગૃત કરવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ફ્રોડ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની સાથે નાગરિકોમાં જાગૃતિ લાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. લોકદરબારમાં વડિયા અને આસપાસના ગામોના વિવિધ સંગઠનોના હોદ્દેદારો, ગ્રામ આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન નાગરિકોને અજાણ્યા કોલ, લિંક અને ઓનલાઈન નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. 45 ગામોમાં CCTV કેમેરા પ્રોજેક્ટ પૂર્ણ લોકદરબાર દરમિયાન વડિયા-કુંકાવાવ તાલુકાનાં 45 જેટલાં ગામોમાં સુરક્ષાની દૃષ્ટિએ CCTV કેમેરા ફિટ કરવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કામગીરી બદલ DySP ચિરાગ દેસાઈએ વડિયા પોલીસ સ્ટેશનના PI પી.ડી. ગોહિલ અને તેમની ટીમની જાહેરમાં પ્રશંસા કરી હતી. DySP ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ગામોમાં CCTV કેમેરા લગાવવાથી ગુનાખોરી પર અંકુશ મેળવવામાં અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મદદ મળે છે. કેમેરાની મદદથી ચોરી સહિતના અનિચ્છનીય બનાવોની તપાસ ઝડપથી કરવામાં અને ગુનેગારો સુધી પહોંચવામાં સરળતા રહે છે. આ પ્રોજેક્ટથી ગામડાંઓની સુરક્ષા વધુ મજબૂત બનશે. હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં જીવ બચાવી શકાય છે લોકદરબારમાં DySP ચિરાગ દેસાઈએ ટુ-વ્હીલર વાહનચાલકોને હેલ્મેટ પહેરવા અંગે ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવું અકસ્માત સમયે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ગુણવત્તાયુક્ત હેલ્મેટ યોગ્ય રીતે પહેરવાથી માથામાં ગંભીર ઈજા અને મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. તેમણે અકસ્માત અંગે આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે અંદાજ મુજબ 100 જેટલા અકસ્માતોમાં વાહનચાલકોએ વ્યવસ્થિત રીતે હેલ્મેટ પહેર્યું હોય તો તેમાંથી ઓછામાં ઓછા 75 લોકોના જીવ બચાવી શકાય છે. મોટાભાગના માર્ગ અકસ્માતોમાં માથાના ભાગે થતી ગંભીર ઈજાઓ મૃત્યુનું મુખ્ય કારણ બનતી હોય છે. પોતાની અને પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ DySP ચિરાગ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે હેલ્મેટ માત્ર દંડથી બચવાનું સાધન નથી, પરંતુ વાહનચાલક અને તેના પરિવારની સુરક્ષા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ છે. દરેક નાગરિકે પોતાની તથા પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે જ્યારે પણ ટુ-વ્હીલર લઈને બહાર નીકળો ત્યારે અચૂક યોગ્ય રીતે હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો.
    Click here to Read More
    Previous Article
    પ્રધાનમંત્રી મોદીના જીવન પર આધારિત 'નમો સેવા ગાથા':સુરેન્દ્રનગરના વોર્ડ 8 માં નાટ્યપ્રસ્તુતિ દ્વારા સેવા અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ અપાયો
    Next Article
    વેરાવળ એસ.ટી. ડેપોમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ:ઓફિસની તમામ શાખાઓમાં રેકોર્ડનું વર્ગીકરણ, કબાટોની સફાઈ કરીને ફાઈલોને વ્યવસ્થિત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment