Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય અધિકારી ડૉ. ઉમરીગરની જવાબદારી પાછી ખેંચાઈ:સુરત મનપાના આરોગ્ય વિભાગનું કમિશનરને સીધું રિપોર્ટિંગ બંધ, હવે ફાઈલો DyMC નિધિ સિવાચ મારફતે જશે

    2 days ago

    સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના વહીવટી માળખામાં ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર તેજસ પરમારે મોડી સાંજે એક મહત્વપૂર્ણ પુનર્ગઠન કર્યું છે. મનપા દ્વારા જારી કરાયેલા નવા આદેશ અનુસાર, અત્યાર સુધી આરોગ્ય વિભાગનો મોટાભાગનો વહીવટ એકહથ્થુ સંભાળતા આરોગ્ય અધિકારી ડૉ. ઉમરીગર પાસેથી ડિવિઝનલ હેડ તરીકેની પરોક્ષ જવાબદારી પાછી ખેંચી લેવામાં આવી છે અને તેની કમાન હવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાચને સોંપાઈ છે. હવે ફાઈલો DyMC નિધિ સિવાચ મારફતે જશે આ નવા વહીવટી આદેશના પગલે હવે આરોગ્ય વિભાગ સંબંધિત તમામ ફાઈલો, દૈનિક રિપોર્ટ્સ તથા વહીવટી દરખાસ્તો સીધી મ્યુનિસિપલ કમિશનર પાસે રજૂ કરવાને બદલે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ મારફતે આગળ વધારવાની રહેશે. એટલે કે, ડૉ. ઉમરીગરનું સીધું રિપોર્ટિંગ હવે કમિશનરને બદલે ડેપ્યુટી કમિશનર કક્ષાએ થઈ ગયું છે. આ ફેરફારથી વિભાગની ફાઈલ મૂવમેન્ટ અને નિર્ણય પ્રક્રિયામાં ડેપ્યુટી કમિશનરનું મધ્યસ્થ સ્તર ફરી સક્રિય બની ગયું છે. નિધિ સિવાચ પાસેથી મંજૂરી મેળવવી ફરજિયાત ઉલ્લેખનીય છે કે, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર નાગરાજનના કાર્યકાળ દરમિયાન ડેપ્યુટી કમિશનર (ડેપ્યુટેશન) ગુરવની એએમસી ખાતે બદલી થયા બાદ આરોગ્ય વિભાગની મોટાભાગની કામગીરી ડૉ. ઉમરીગરને સોંપવામાં આવી હતી. જોકે, તેમને ડેપ્યુટી કમિશનર કક્ષાનો ચાર્જ સત્તાવાર રીતે અપાયો ન હોવા છતાં, મસ્કતી અને સ્મીમેર હોસ્પિટલ સિવાય સમગ્ર વિભાગની ફાઈલો તેઓ સીધી કમિશનર સમક્ષ જ રજૂ કરતા હતા. હવે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચને ડિવિઝનલ હેડ બનાવાતા ડૉ. ઉમરીગર સહિત વિભાગના તમામ અધિકારીઓએ કોઈપણ વહીવટી બાબત માટે પહેલા સિવાચ મારફતે મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.
    Click here to Read More
    Previous Article
    'હું રોહન ગુપ્તાને ઓળખતો નથી', નીતિન પટેલે ભારે કરી:પૂર્વ ડેપ્યુટી CMએ હાઈકમાન્ડમાં નવ નિયુક્ત 3 નેતાઓને શુભેચ્છા પાઠવી, કોંગ્રેસમાંથી આવેલા નેતાને બાકાત રાખ્યા
    Next Article
    એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે પાન-માવા વેચનાર વેપારી પર જીવલેણ હુમલો:માવાના પૈસા માંગતા ઉશ્કેરાયેલા બંને શખ્સોએ છરીના ઘા ઝીંકી, રોકડ અને મોબાઈલ લૂંટી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment