Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Dy. CMની સૂચનાથી શરૂ થયું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’:6 મહિનાની ગુપ્ત તૈયારી બાદ 6200 ટાર્ગેટ્સ પર એકસાથે તવાઈ

    11 hours ago

    ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ની ઇનસાઇડ સ્ટોરી સામે આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ ઓપરેશનની કામગીરી અને તેની પાછળની સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, આશરે છ મહિના પહેલાં નાયબ મુખ્યમંત્રી તરફથી સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ટેકનિકલ અને ડેટા ડ્રિવન પોલીસિંગ પર વિશેષ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સમગ્ર ઓપરેશનનો પાયો નખાયો હતો અને ત્યારબાદ રાજ્યભરમાં વિવિધ એજન્સીઓના સંકલનથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ડો. ઝાલાના જણાવ્યા મુજબ ઓપરેશનને ‘ડેલ્ટા હન્ટ’ નામ DGPદ્વારા આપવામાં આવ્યું હતું. ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક આવેલા ‘ગંગેશ ડેલ્ટા’ વિસ્તારના સંદર્ભમાં આ નામ પસંદ કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર સાથે જોડાયેલા ગેરકાયદેસર ઇમિગ્રેશન અને ઘૂસણખોરીના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઓપરેશનનું નામકરણ કરાયું હતું. ડેટાનું વિશ્લેષણ કરી કમ્યુનિકેશન પેટર્નના આધારે શંકાસ્પદની ઓળખ કરવામાં આવી તેઓએ જણાવ્યું હતું કે, આ કોઈ ચોક્કસ બાતમી અથવા ઇનપુટ આધારિત કાર્યવાહી નહોતી. ગુજરાત પોલીસની ટેકનિકલ ટીમ દ્વારા પ્રો-એક્ટિવ ડેટા એનાલિટિક્સના આધારે વિવિધ ડેટાબેઝમાંથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. સમયાંતરે ડેટાનું વિશ્લેષણ કરી કમ્યુનિકેશન પેટર્ન અને અન્ય ટેકનિકલ પાસાઓના આધારે શંકાસ્પદ વ્યક્તિઓ અને નેટવર્કની ઓળખ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં જ આશરે 6200 જેટલા ટાર્ગેટ્સ સામે આવ્યા હતા, જેની વિગતો રાજ્યના વિવિધ પોલીસ યુનિટ્સ સાથે શેર કરવામાં આવી હતી. આ કામગીરીમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઉપરાંત સ્ટેટ IB, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર સેલ, SOG અને તમામ જિલ્લા-શહેર પોલીસની ટીમો સતત જોડાયેલી રહી હતી. રાજ્ય સ્તરે ATSએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડેટા દ્વારા મળેલી માહિતીની મેદાન પર ચકાસણી કરવા, પુરાવા એકત્ર કરવા અને રો ઇન્ટેલિજન્સને એક્શનેબલ ઇન્ટેલિજન્સમાં ફેરવવાનું કામ ફિલ્ડ યુનિટ્સે કર્યું હતું. 18થી 20 જેટલા લોકોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા ડો. ઝાલાના જણાવ્યા મુજબ સમગ્ર ઓપરેશનમાં સૌથી મોટો પડકાર ફિલ્ડ યુનિટ્સ માટે હતો. હજારો મોબાઇલ નંબરો અને અન્ય ટેકનિકલ ઇનપુટ્સનું વેરિફિકેશન કરવું, સંબંધિત પુરાવા એકત્ર કરવા અને તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવી અત્યંત પડકારજનક હતી. જોકે, રાજ્યભરના પોલીસ કર્મચારીઓએ સંકલિત પ્રયાસોથી આ પડકાર પાર પાડ્યો હતો. ઓપરેશનની સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે, સમગ્ર રાજ્યમાં એક જ સમયે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ વ્યક્તિ ભાગી ન જાય તે માટે રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડ, હાઇ-વે અને અન્ય મહત્વના માર્ગો પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા 18થી 20 જેટલા લોકોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ડો. રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ ઓપરેશન ડેલ્ટા હન્ટ માત્ર ડેટા આધારિત અભિયાન નહોતું, પરંતુ તેમાં ટેકનોલોજી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને મેદાની પોલીસિંગનો સુમેળ સાધવામાં આવ્યો હતો. જેના પરિણામે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક અને વ્યાપક કાર્યવાહી શક્ય બની હતી.
    Click here to Read More
    Previous Article
    યુવક પર હુમલો,પોલીસ ફરિયાદ ન નોંધાતા આત્મવિલોપનની ચીમકી.:જુનાગઢના મધુરમમાં લાઈટ રિપેરિંગ બાબતે એપાર્ટમેન્ટના રહીશોએ યુવકને ઢોર માર માર્યો,સીસીટીવી વાયરલ,ફરિયાદ નહીં નોંધાય તો ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી,પીઆઈએ કહ્યું- 'વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરાશે'.
    Next Article
    બોટાદમાં ખનિજચોરીમાં મદદગારી કરનાર સગીર સહિત બે ઝડપાયા:અધિકારીઓની હિલચાલ અને લોકેશન વોટ્સએપ ગ્રુપ દ્વારા શેર કરતા હતા, બંનેના મોબાઇલ ફોન અને બાઈક કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment