Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિવમ જ્વેલ્સની વૈશ્વિક મંચ પર મોટી સિદ્ધિ:DTC સાઈટ હોલ્ડર તરીકે પસંદગી, 9 વર્ષ બાદ નવી નિમણૂકમાં વિશ્વમાં સ્થાન મેળવનાર એકમાત્ર કંપની

    1 week ago

    સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત શિવમ જ્વેલ્સ કંપનીએ હીરા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીના સંચાલક ઘનશ્યામ ભાઈ માવજીભાઈ શંકરની આગેવાની હેઠળ શિવમ જેમ્સને ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) દ્વારા ‘સાઈટ હોલ્ડર’ તરીકે પસંદ કરવામાં આવી છે. નોંધનીય છે કે લગભગ 9 વર્ષના લાંબા સમય બાદ ડીટીસી દ્વારા વિશ્વમાં નવી સાઈટ હોલ્ડરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સુરતની આ કંપનીએ સ્થાન મેળવ્યું છે. કંપની કાચા હીરા આયાત કરી અહીં પ્રોસેસિંગ કરીને તૈયાર કરે છે શિવમ જ્વેલ્સ, ગોતાલાવાડી સર્કલ પાસે વસ્તાદેવડી રોડ પર કાર્યરત છે અને નેચરલ ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણીઓમાંની એક કંપની ગણાય છે. કંપની કાચા હીરાનો આયાત કરી અહીં પ્રોસેસિંગ કરીને તૈયાર માલ બનાવે છે, જેમાંથી લગભગ 90 ટકા નિકાસ કરવામાં આવે છે જ્યારે 10 ટકા સ્થાનિક બજારમાં વેચાય છે. ડીટીસી સાઈટ હોલ્ડર બનવાથી હવે કંપનીને સીધો કાચો માલ મળશે કંપનીની ક્ષમતાની વાત કરીએ તો હાલ શિવમ જ્વેલ્સમાં આશરે 1950 કર્મચારીઓ કાર્યરત છે અને તેનું વાર્ષિક ટર્નઓવર લગભગ 2700 કરોડ રૂપિયા છે. ડીટીસી સાઈટ હોલ્ડર બનવાથી હવે કંપનીને સીધો કાચો માલ મળશે, જેના કારણે ઉત્પાદન અને નિકાસ બંનેમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સાથે સુરતના હીરા ઉદ્યોગને પણ નવી ગતિ મળશે. ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) ડી બીયર્સ ગ્રુપનો એક ભાગ છે, જે લગભગ 130 વર્ષ જૂની વૈશ્વિક સંસ્થા છે. ડીટીસી વિશ્વભરના પસંદગીના સાઈટ હોલ્ડર્સને દર મહિને કાચા હીરા સપ્લાય કરે છે. અગાઉ તેનું મુખ્ય મથક લંડનમાં હતું, પરંતુ હવે તે બોત્સ્વાનામાં ખસેડવામાં આવ્યું છે. કંપની ઇઝરાયેલ, અમેરિકા, ભારત, શ્રીલંકા અને ચીન જેવા દેશોમાં પોતાના સાઈટ હોલ્ડર્સ ધરાવે છે. 12 વર્ષની સતત મહેનત બાદ 2026માં કંપનીને આ પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું સાઈટ હોલ્ડર બનવા માટે કંપનીનો ઇતિહાસ, કાર્યપદ્ધતિ, સતત વિકાસ અને કર્મચારીઓને મળતું સ્થિર રોજગાર જેવા માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. શિવમ જ્વેલ્સે આ તમામ માપદંડો પર ખરા ઉતરીને આ માન્યતા પ્રાપ્ત કરી છે. શિવમ જ્વેલર્સની સ્થાપના 1995માં થઈ હતી અને 2014થી કંપનીએ આ ક્ષેત્રમાં વિશેષ પ્રગતિ શરૂ કરી હતી. લગભગ 12 વર્ષની સતત મહેનત બાદ 2026માં કંપનીને આ પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે. ઘનશ્યામભાઈ શંકર પોતે છેલ્લા 40 વર્ષથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જેના અનુભવ અને દૃઢ નિશ્ચયે આ સિદ્ધિને શક્ય બનાવી છે.
    Click here to Read More
    Previous Article
    New I-T Rules: Benefits for meal vouchers to EVs, higher HRA limit for four more cities
    Next Article
    Ground Report | આ માવઠા હવે ખેતી છોડાવશે ? | ખેડૂતોને ખંખેરી લીધા | મંડપો પવનમાં ઝુલતા કરી દીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment