Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓગષ્ટ ક્રાંતિ ટ્રેનમાં DRIના દરોડા:2 કરોડના પાર્ટી ડ્રગ્સ સાથે નાઇજેરિયન યુવતી ઝડપાઈ, કોર્ટે 14 દિવસની જેલ કસ્ટડીનો હુકમ કર્યો

    3 days ago

    સુરત શહેરમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજેન્સ (DRI)ની ટીમને મોટી સફળતા મળી છે. સુરત રેલવે સ્ટેશન પર બાતમીના આધારે વોચ ગોઠવીને DRIની ટીમે ઓગષ્ટ ક્રાંતિ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક નાઇજેરિયન યુવતીને આંતરી હતી. તપાસ દરમિયાન આ યુવતીના સામાનમાંથી અંદાજે બે કિલો જેટલું હાઈ-પ્રોફાઈલ પાર્ટી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા બે કરોડથી વધુ હોવાનું મનાય છે. આ યુવતીની ઓળખ ઇમ્માનુએલા તરીકે થઈ છે. મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. DRIની ટીમે આ ઓપરેશન અત્યંત સાવચેતીપૂર્વક પાર પાડ્યું હતું. અગાઉ જ્યારે એક નાઇજેરિયન મહિલાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેણે ભારે ધમાલ મચાવી હતી અને તેને ટ્રેનમાંથી નીચે ઉતારવા માટે 10થી વધુ પોલીસકર્મીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મહિલા પોલીસની સતર્કતાને કારણે યુવતીને તુરંત કાબૂમાં લઈ લેવામાં આવી આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DRIની ટીમ પહેલેથી જ મહિલા પોલીસના મોટા કાફલાને સાથે રાખીને સ્ટેશન પહોંચી હતી. યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા પોલીસની સતર્કતાને કારણે તેને તુરંત કાબૂમાં લઈ લેવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનાને પગલે મુસાફરોમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી.પકડાયેલું આ ડ્રગ્સ ખાસ કરીને હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં વપરાતું હોવાનું સામે આવ્યું છે. DRI હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો સુરતમાં કોને પહોંચાડવાનો હતો? શું સુરતમાં કોઈ મોટું ડ્રગ્સ રેકેટ સક્રિય છે જે વિદેશી નાગરિકોનો ઉપયોગ કરી માલ મંગાવી રહ્યું છે? મોટા માથાની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપી યુવતીના મોબાઈલ ડેટા અને કોલ ડિટેલ્સના આધારે સુરતના સ્થાનિક સપ્લાયર્સ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થવાની અને મોટા માથાની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    RCBની પહેલી વિકેટ, ફિલ સોલ્ટ આઉટ:કોહલીને પહેલી ઓવરમાં મળ્યું હતું જીવનદાન, લખનઉએ 147 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:કુલ 30,332 ફોર્મમાંથી 10,023 રદ્દ, 1218 પરત ખેંચ્યા, 198 બેઠકો બિનહરીફ; 19,015 ઉમેદવારો મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment