Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી':'હર દિન સુસાઇડ કરને કા થોટ આતા હે', ગાંધીનગર DPSની ધો.9ની વિદ્યાર્થિની અમદાવાદમાં ચીઠ્ઠી લખીને ગૂમ

    2 days ago

    'માર્કસ ભી અછે નહી હે ઓર હો ભી નહી પાયેગા, અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી', 'પાપા-ભૈયા-મમ્મા આર વન ઓફ ઓફ ધ મેન રીઝન, I'M Sorry 'આવા કમકમાટી ભર્યા શબ્દો લખીને ગાંધીનગરની DPS સ્કૂલમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં રહેતી ધો. 9ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી છે. વિદ્યાર્થિનીએ ગુમ થવા પાછળ અભ્યાસનું દબાણ હોવાનું સામે આવ્યુ છે. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 'દીકરી ઘરે હાજર નથી અને એક ચીઠ્ઠી મળી છે' ચાંદખેડા વિસ્તારમાં રહેતા પિતાએ પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની દિકરી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી છે. દીકરીના પિતા બિઝનેસ કરે છે અને તેમનો એક દિકરો ધો. 11માં જ્યારે દીકરી ધો. 9માં DPS સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગઈકાલે(20 એપ્રિલ) બપોરે ઘરના સભ્યો જમીને પોતપોતાના રૂમમાં ગયા હતાં. સાંજના પાંચ વાગ્યાની આસપાસ આધેડ તેના દિકરાને લઈને ટ્યુશન ક્લાસિસમાં એડમિશન માટે ગયા હતા. આ દરમિયાનમાં આધેડને તેમની પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, દીકરી ઘરે હાજર નથી અને એક ચીઠ્ઠી મળી છે. 'મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી...આઈએમ સોરી' પત્નીનો ફોન આવતાની સાથે જ પિતા દિકરાને લઈને ઘરે પહોચી ગયા હતાં. પિતાએ ચીઠ્ઠી વાંચી તેમા દીકરીએ લખ્યું હતું કે, કોઈ ભાળ નહી મળતા પરિવારે ફરિયાદ નોંધાવી દીકરીની ચીઠ્ઠી વાંચીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પિતાએ બાળકીને શોધવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો અને તેના સંબંધીઓને પણ પુછ્યુ હતું પરંતુ તેની કોઈ ભાળ નહી મળતા અંતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 'બાળકીને શોધવા માટે તપાસ ચાલુ છે' ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, બાળકી હજુ મળી નથી જેથી બાળકીને શોધવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ પણ ચેક કરવાનું શરૂ કર્યુ છે.
    Click here to Read More
    Previous Article
    કાળમુખી કારનો કહેર, શેરડીનો રસ પીતા બેને ફંગોળ્યા:ઓવરટેકની લ્હાયમાં બે નિર્દોષના જીવ ગયા, ચાલક ફરાર; કાલાવડ હાઈવે પર અકસ્માતના CCTV સામે આવ્યા
    Next Article
    Trainer shares glimpse of Hardik Pandya doing Pilates, says ‘most men think it is easy’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment